કૌતુક! ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ્સવાળા ટોઇલેટ પેપર એમેઝોન પર વેંચવા મુકાયા

1
309

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી તેમનો પ્રમુખપદ માટેનો પ્રચાર શરુ કર્યો હતો ત્યારથીજ વિવાદો અને લોસ્મોચા માટે પ્રખ્યાત થઇ ગયા છે. પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલીક એવી બાબતો કહેવાઈ હતી જે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની માટે તકલીફ ઉભી કરવા માંડી હતી. આ ઉપરાંત વર્ષો પહેલાં તેમણે કરેલી કેટલીક રાજકીય ટ્વીટ્સ પણ હવે બૂમરેંગ થઈને તેમની પાછળ પાછળ આવવા લાગી છે. ટૂંકમાં કહીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતકાળના લોચાઓ અમેરિકન પ્રજાને ખૂબ મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

એવું નથી કે પ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ગોટાળા કે હ્યુમર સર્જતી ટ્વીટ કરવાનું બંધ કરી દીધું છે, બલ્કે ટ્રમ્પની ટ્વીટ્સ હવે અમેરિકનોની જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયો છે. પરંતુ, હવે અમે જે તમને કહેવા જઈ રહ્યા છીએ તે કદાચ ક્યારેય બન્યું નહીં હોય.

ઈન્ટરનેટ અથવાતો ઓનલાઈન માર્કેટિંગ કંપની એમેઝોન પર ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક ટ્વીટ્સનો ઉપયોગ કરીને ટોઇલેટ પેપર બનાવીને વેંચવા મુક્યા છે. જો કે આજે તમે જો amazon.com પર ‘Donald Trump Classic Tweets Toilet Paper’સર્ચ કરશો તો એ પ્રોડક્ટ દેખાશે નહીં કારણકે તે ઓલરેડી સોલ્ડ આઉટ થઇ ચૂકી છે. જે રીટેઈલરે આ પ્રોડક્ટ એમેઝોન પર વેંચવા મૂકી છે તેણે ભરોસો આપ્યો છે કે થોડા જ દિવસોમાં તે ફરીથી આ ટોઇલેટ પેપર્સ એમેઝોન પર ફરીથી વેંચવા મુકશે.

 

પોતાની પ્રોડક્ટ વિષે આ કંપનીએ જણાવ્યું છે કે અમે આ ટોઇલેટ પેપરમાં ડોનાલ્ડ ટ્રમ્પની ‘most flushable’ ટ્વીટ્સ પ્રસ્તુત કરી રહ્યા છે જે તમને 2 પ્લાય ટોઇલેટ પેપરમાં ઉપલબ્ધ થશે. ત્યારબાદ કંપનીએ મજાક કરતાં જણાવ્યું છે કે કોઇપણ ટ્વીટ ફીડ ફ્લશ ન કરાય પરંતુ અન્ય ટોઇલેટ પેપર્સ પાસે તો આ ટ્વીટ્સ અંગે કોઈ શબ્દ પણ નથી જે અત્યંત દુઃખદાયક કહેવાય જ્યારે આ ટોઇલેટ પેપર શ્રેષ્ઠ શબ્દોથી બન્યું છે.

લાગતું વળગતું: ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચારેબાજુથી નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી

એમેઝોન પર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ક્લાસિક ટ્વીટ્સના ટોઇલેટ પેપરનો રોલ પહેલીવાર વેંચાવા આવ્યો ત્યારે તેની વેચાણ કિંમત 9.99 ડોલર્સ રાખવામાં આવી હતી.

આવો જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પની જે દસ ‘ક્લાસિક ટ્વીટ્સ’ ટોઇલેટ પેપર પર છાપવામાં આવી છે તેમાંથી ચાર ચૂંટેલી ટ્વીટ્સ.

અહીં નોંધવાની બાબત એ છે કે ક્લાસિક ટ્વીટ્સના ટોઇલેટ પેપર એ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળા અને એમેઝોન પર વેંચાતા અન્ય ટોઇલેટ પેપર્સ કરતાં ઘણા સસ્તા છે. શું એજ કારણ છે કે આ નવા ટોઇલેટ પેપર્સ બહુ જલ્દીથી સોલ્ડ આઉટ થઇ ગયા?

અમેરિકન સમાજ અત્યંત ખુલ્લા દિલે કોઇપણ પ્રકારની મજાકને સહન કરી શકે છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે, વિચારો આ પ્રકારની પ્રોડક્ટ ભારતના કોઈ નેતા પર બને તો?

eછાપું

તમને ગમશે: ભારતનો હિમાલય વિર: લેફ્ટેનન્ટ કર્નલ રણવીરસિંહ જામવાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here