તમે તમારા PCમાંથી ઈન્સ્ટાગ્રામ પર તમારા મનગમતા ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો

0
275

જો તમે વિન્ડોઝ 10 વાપરતા હશો તો ગયા વર્ષેજ તેમાં તમને ઈન્સ્ટાગ્રામની ઓફિશિયલ એપ મળી ગઈ હશે, પરંતુ એ એપમાં પણ તમે તમારા PCમાં રહેલા ફોટોગ્રાફ્સતો નહીં જ અપલોડ કરી શકો. જો તમે Mac OS X પણ યુઝ કરતા હશો તોપણ તમે તમારા લેપટોપ અથવાતો PCમાંથી ફોટોગ્રાફ્સ અપલોડ નહીં કરી શકો.

જો તમારી પાસે ડીજીટલ કેમેરા હોય તો લેપટોપ અથવાતો PC પરથી ઈન્સ્ટાગ્રામમાં ફોટો અપલોડ કરવા મળે તો તે વધુ આસાન છે એવું તમને જરૂર લાગતું હોય હશે અને આથીજ અમે તમારા માટે એવી બે પધ્ધતિઓ શોધી છે કે જેના દ્વારા તમે તમારા PC પરથી પણ તમારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તમારા મનગમતા ફોટોગ્રાફ્સ આસાનીથી અપલોડ કરી શક્શો. તો આવો જાણીએ એ બંને પદ્ધતિઓ.

BlueStacks અને DropBox દ્વારા તમારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તમારા PCથી જ ફોટોગ્રાફ્સ અપલોડ કરો

 

તમારા PC પરથી ઈન્સ્ટાગ્રામમાં ફોટો અપલોડ કરવા માટે તમારે BlueStacks App Player નામનું ફ્રી ડેસ્કટોપ એન્ડ્રોઈડ ઈમ્યુલેટર ડાઉનલોડ કરવું પડશે અને બસ પછી તમે અત્યંત સરળતાથી તમારા વિન્ડોઝ કે મેક પરથી તમારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ફોટોગ્રાફ્સ અપલોડ કરી શક્શો. બસ તમારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.

ઈન્સ્ટાગ્રામમાં Bluestacks દ્વારા ફોટોગ્રાફ્સ અપલોડ કરો

સ્ટેપ 1: પહેલાતો Bluestacks ડાઉનલોડ કરીને તેને ઇન્સ્ટોલ કરો.

સ્ટેપ 2: જ્યાં સુધી પહેલીવાર એન્જીન શરુ થાય ત્યાંસુધી રાહ જુઓ અને બાદમાં જમણે ખૂણે ઉપર આવતા ટ્યુટોરીયલ્સ ‘X’ પર ક્લિક કરતા કરતા તેને રદ્દ કરતા જાવ, પરંતુ એ બાબતનું ધ્યાન રાખજો કે તમે યોગ્ય ભાષા પસંદ કરો. ત્યારબાદ એરો બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3: ‘Continue’ પર ક્લિક કરો અને તમારા ગૂગલ અકાઉન્ટ વડે લોગઇન કરો.

સ્ટેપ 4: જેમ અન્ય સાઈટ્સ પર કરો છો તેમ ટર્મ્સ ઓફ સર્વિસ પર નજર નાખીને ‘OK’ પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે તમને ઘણાબધા ચેકબોક્સ દ્વારા તમે BlueStacksની કઈ કઈ સેવાઓનો લાભ લેવા માંગો છો તે નક્કી કરો. અમે સલાહ આપીશું કે આપણે માત્ર ઈન્સ્ટાગ્રામ માટેજ આ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું છે એટલે એનેજ પસંદ કરો.

સ્ટેપ 6: અહીં તમને ગૂગલ પ્લે સ્ટોર દેખાશે. અહીં સ્ક્રિનના ઉપરના ખૂણે જમણી તરફ સર્ચબાર દેખાશે તેમાં ‘Instagram’ લખીને સર્ચ કરો અને જ્યારે ઈન્સ્ટાગ્રામ ઓપ્શન દેખાય ત્યારે તેને ડાઉનલોડ કરો.

સ્ટેપ 7: જ્યારે ઈન્સ્ટાગ્રામનો આઇકન દેખાય ત્યારે તેના પર ક્લિક કરીને એપને લોડ કરો.

સ્ટેપ 8: સ્ક્રિનની બિલકુલ નીચે આપેલી લોગઇન માટેની જગ્યાએથી તમારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં લોગઇન કરો.

સ્ટેપ 9: હવે તમને તમારા મોબાઇલમાં જેરીતે ઈન્સ્ટાગ્રામની ટાઈમલાઈન દેખાય છે એવીજ ટાઈમલાઈન તમારા PC પર પણ દેખાશે. નીચે આપેલા ‘+’ આઇકન પર ક્લિક કરીને ‘Gallery’ પર ક્લિક કરો.

સ્ટેપ 10:  ડ્રોપડાઉન મેન્યુમાંથી ડાબા ખૂણે ઉપર ‘Other’ સિલેક્ટ કરો અને ત્યારબાદ ‘Pick from Windows’ ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ 11: અહીં રહેલા તમારા મનપસંદ ફોટોગ્રાફને સિલેક્ટ કરો અને ‘Open’ પર ક્લિક કરો.

સ્ટેપ 12: બસ હવે ફોટોને ક્રોપ કરો, મનગમતું ફિલ્ટર પસંદ કરો, કોઈ કેપ્શન ઉમેરો અને તમને પસંદ હોય તે સોશિયલ મીડિયા પર તેને શેર કરો!

ઈન્સ્ટાગ્રામમાં Dropboxની મદદથી PC પરથી ફોટોગ્રાફ્સ અપલોડ કરો

સ્ટેપ 1: તમારા વિન્ડોઝ PC અથવાતો Mac પરથી Dropboxની વેબસાઈટ પર જાવ અને નવું એકાઉન્ટ બનાવી Dropbox ક્લાયન્ટને તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો.

Note: અહીં પણ ગૂગલ એકાઉન્ટથી લોગઇન થઇ શકો છો.

સ્ટેપ 2: તમારા એન્ડ્રોઇડ અથવાતો આઈફોન પર પણ Dropbox એપ ડાઉનલોડ કરો અને લોગઇન થાવ.

સ્ટેપ 3: તમારા PC અથવાતો Mac માંથી તમારા નવા Dropbox ફોલ્ડરમાં ફોટો ડ્રેગ કરો જે તમારી મોબાઇલ એપ સાથે આપોઆપ sync થઇ જશે.

સ્ટેપ 4: હવે તમારો મોબાઇલ હાથમાં લો અને Dropbox એપમાં જઈને PCમાંથી આવેલો ફોટો સિલેક્ટ કરીને સ્ક્રિનની ઉપર જમણી તરફ નીચેની દિશા દર્શાવી રહેલા એરો પર ટેપ કરો.

સ્ટેપ 5: ‘Export’ ઓપ્શન સિલેક્ટ કરો અને બાદમાં Instagram એપ સિલેક્ટ કરો.

સ્ટેપ 6: બસ હવે જે રીતે તમે મોબાઇલ પર ઈન્સ્ટાગ્રામ યુઝ કરો છો એમ ફિલ્ટર ઉમેરીને તમારો ફોટો શેર કરો!

છે ને એકદમ સિમ્પલ? તો ઉપર બતાવેલી બંને પદ્ધતિઓ દ્વારા PC પરથી ઈન્સ્ટાગ્રામ પર સીધા જ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાની સુવિધાનો તમે કેવીરીતે લાભ લીધો તેનો અનુભવ નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં શેર કરવાનું ભૂલતા નહીં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here