ટ્રાવેલિંગમાં તમારા મોબાઈલ માટે જરૂરી આ એસેસરીઝ સાથે લેવાનું ભૂલાય નહીં

0
594

 

 

મોબાઇલ ફોન હવે આપણામાંથી ઘણાબધા લોકોની દુનિયા થઇ ગયો છે, પરંતુ આપણને હજીપણ દુનિયા ફરવાનો શોખ તો છે જ ને? તો જો દુનિયા ફરવા નીકળ્યા હોઈએ અને વચ્ચે જ તમારા મોબાઈલ ફોનને કોઈ નુકસાન થાય અથવાતો એ ટાંઈ ટાંઈ ફિસ્સ થઇ જાય તો? અરે! તો તો આપણી દુનિયા જ ઉલ્ટીપુલ્ટી થઇ જાય… જે સ્થળ પર સેલ્ફી ખેંચીને આપણે તેને તરતજ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું નક્કી કરી રહ્યું હોય એ તો થાય જ નહીં.

એટલે આપણે કેટલીક એવી સંકટમોચક એસેસરીઝની જરૂર પડશે જે ઉપર કલ્પના કરી છે એવું બનવા જ ન દે અને એમ થતાં આપણે કોઇપણ ચિંતા વગર આપણો પ્રવાસ એન્જોય કરી શકીએ છીએ અને ઘેરે પરત થયા બાદ એને મમળાવી પણ શકીએ છીએ.

તો, આજે આપણે કેટલીક એવી મહત્ત્વની પાંચ મોબાઈલ એસેસરીઝ વિષે વાત કરવાના છીએ જે તમને તમારા ટ્રાવેલિંગમાં અત્યંત મદદરૂપ થશે.

5 એવી મોબાઈલ ફોન એસેસરીઝ જે તમારે ટ્રાવેલિંગ સમયે સાથે રાખવી જ જોઈએ

મોબાઇલ પાવર બેંક અને ચાર્જર

આજકાલ ભાગ્યેજ ટ્રાવેલિંગ કરતી વ્યક્તિ પણ મોબાઈલ પાવર બેંક ધરાવે છે, એટલે આ એસેસરી યાદ દેવડાવવાની જરૂર નથી પરંતુ જ્યારે પણ તમે તમારી બેગ પેક કરતા હોવ ત્યારે સંપૂર્ણપણે ચાર્જ થયેલી પાવર બેંક તેમાં રાખવાનું ભૂલતા નહીં. આ ઉપરાંત આ પાવર બેંકને પ્રવાસ દરમિયાન પણ પણ સમયાંતરે ચાર્જ કરવી જરૂરી છે નહીં તો આપણે ફરીથી ઠેરના ઠેર રહી જઈશું. સામાન્ય મોબાઈલ ફોન ચાર્જર પણ આજકાલ જે  પાવર બેંક મળે છે તેની સાથે આરામથી સીંક થઇ જતું હોય છે આથી ભલે તમારી પાસે પાવર બેંક હોય પરંતુ ચાર્જર લેવાનું પણ યાદ રાખવું પડશે. બની શકે તો આ બંને એસેસરીઝ બેગમાં એવી રીતે રાખજો કે અંધારામાં પણ જો મોબાઈલ ચાર્જીંગની જરૂર પડે તો તમારો હાથ સીધો જ આ બંને વસ્તુ પર જ પડે અને તેને બહુ શોધવા ન પડે. એક વધારાની ટીપ અહીં એ આપવાની કે જો તમે હજીસુધી પણ પાવર બેંક ખરીદી નથી અને ખરીદવાનો વિચાર કરતા હોવ તો ટોર્ચવાળી પાવર બેંક ખરીદજો, જે કેમ્પિંગ અથવાતો ગ્રામીણ વિસ્તારમાં અત્યંત આશીર્વાદરૂપ બની રહેશે.

2-in-1 સીંક/ચાર્જ કેબલ

એકસાથે એક કરતા વધારે વ્યક્તિઓ જો પ્રવાસમાં હોય તો એક ચાર્જર કે ચાર્જીંગ કેબલ બિલકુલ કામમાં નહીં આવે. એક તરફ જો તમારે કોઈ ખાસ જગ્યાએ સવારના પહોરમાં જવાનું હશે અને બે વ્યક્તિઓના મોબાઈલની બેટરી ઓછી હશે તો? આથી એક માઈક્રો USB અને લાઇટનીંગ કનેક્ટર સાથે એક 2-in-1 સીંક/ચાર્જ કેબલ પણ લઇ લેવા સારા. આ પ્રકારનો કેબલ માત્ર તમને મોબાઈલ, લેપટોપ, ટેબલેટ ચાર્જ કરવા પૂરતો જ કામમાં નહીં આવે પરંતુ તમારા ડીજીટલ કેમેરામાંથી કે મોબાઈલમાંથી તમારા લેપટોપમાં ફોટાઓ ટ્રાન્સફર કરવામાં પણ ખૂબ કામમાં આવશે. આ પ્રકારના કેબલથી ડેટા ફટાફટ ટ્રાન્સફર થતો હોય છે.

ગ્રીપર

જોવાલાયક સ્થળો વચ્ચે સતત ફરતા રહેતા હોવ ત્યારે કાયમ ખિસ્સામાં અથવાતો પર્સમાં મોબાઈલ ફોન રાખી મુકવો પોસાય તેમ નથી હોતું. પણ જો એની બદલે થોડીથોડી વારે હાથમાં રાખીએ તો હાથનો પરસેવો વગેરે પણ મોબાઈલ પર લાગતો હોય છે. આ બધી તકલીફો દૂર કરવા માટે હવે બજારમાં નાનાનાના અને કલરફૂલ ગ્રીપર મળે છે. આ ગ્રીપરને ફક્ત તમારા મોબાઈલની પાછળ તમારે ચોંટાડી દેવાનું છે અને પછી એમાં જે ફ્લીપ આપ્યું છે એમાં પહેલી આંગળી ભરાવી દેવાની છે. આમ તમારો ફોન તમારા હાથમાં જ રહેશે અને તેના પર પરસેવો પણ નહીં લાગે અને સૌથી મોટો ફાયદો એ રહેશે કે મોબાઈલ હાથમાંથી પડી જવાની શક્યતાઓ અત્યંત ઓછી થઇ જશે.

કિકસ્ટેન્ડ જેવી પેન

ભારતમાં ગ્રીપરની જેમ પણ આ એસેસરી પણ આજકાલ નવીનવી બજારમાં આવી છે. એકરીતે તો આ બોલપેન જ છે પરંતુ તેનું સ્ટેન્ડ કિકસ્ટેન્ડની જેમ કાર્ય કરે છે. આથી તમારા પ્રવાસ દરમિયાન તમે પાડેલા ફોટાઓ કે પછી વિડીયો સાંજે અથવાતો મોડી રાત્રે હોટલમાં પહોંચીને હાથને વધારે તકલીફ આપ્યા વગર જોવા હોય તો આ પ્રકારના કિકસ્ટેન્ડ ધરાવતી પેન ખૂબ કામમાં આવશે. બસ તમારા મોબાઈલના ખૂણામાં આ પેનનું સ્ટેન્ડ ભરાવી દો અને વિડીયો અથવાતો મનગમતી ફિલ્મ શરુ કરી દો અને આરામથી ખુરશીના ટેકે તેનો આનંદ માણો.

 

કાર માઉન્ટ

જો તમે બાય કાર ટ્રાવેલિંગ કરવાનો વિચાર ધરાવો છો તો કાર માઉન્ટ એ અત્યંત જરૂરી એસેસરી બની જાય છે. તમારા સ્ટીયરીંગની સહેજ બાજુ પણ સામે આ કાર માઉન્ટનો એક છેડો આસાનીથી તેમાં રહેલા ગ્લુને કારણે ચોંટી જશે અને પછી તેમાં રહેલા સ્ટેન્ડમાં મોબાઈલ ભરાવીને તમે વગર તકલીફે મોબાઈલમાં સીધું ધ્યાન રાખ્યા વગર કાર ડ્રાઈવ કરી શકો છો. આ કાર માઉન્ટ તમને કોનો ફોન આવ્યો છે કે SMS આવ્યો છે તેની જાણ કોઇપણ તકલીફ વગર કરી દે છે. આ ઉપરાંત ડ્રાઈવિંગ સમયે ધ્યાન રસ્તા પર રાખીને મોબાઈલને સ્પીકર પર મૂકીને વાત પણ કરી શકો છો. કાર માઉન્ટનો સૌથી મોટો ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ અજાણ્યા સ્થળે જાવ છો અને તમારે તમારું ધ્યાન સતત GPS પર રાખવું પડે છે.

 

તો! હવે યાદ રહેશેને આ પાંચ અત્યંત જરૂરી એસેસરીઝ જે તમને ટ્રાવેલ સમયે ગમેત્યારે મદદમાં આવી શકે છે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here