ભારતનો ભવ્ય ઈતિહાસ જાણવો હવે ‘હાથ વ્હેંતમાં’ આ પાંચ એપ્સ મદદ કરશે

1
486

 

વિદેશમાં રહેતા ઘણાં લોકો એવું માનતા હોય છે કે ભારતનો ઈતિહાસ 15 ઓગસ્ટ 1947થી જ શરુ થાય છે. કદાચ ભારતમાં પણ આ પ્રકારના લોકો વસતા હોય તો નવાઈ નહીં. પરંતુ મોટાભાગના લોકો જાણે છે કે ભારતનો ઈતિહાસ પાંચ હજાર વર્ષથી પણ જૂનો છે. આમ જે દેશના ઇતિહાસનું ફલક આટલું બધું વિશાળ હોય એની દરેક હકીકતનું જ્ઞાન હોવું કોઇપણ વ્યક્તિ માટે અસંભવ છે. આથી જો ભારતના ઈતિહાસને રસપ્રદ રીતે જાણવો હોય અને એ પણ તમારી હથેળી પર તો અમે શોધી કાઢેલી આ પાંચ એપ્સ તમને જરૂર મદદ કરશે.

ભારતના ઈતિહાસને ડીટેઇલમાં જણાવતી આ પાંચ એપ્સ ફક્ત તમારું જ્ઞાન જ નહીં વધારે પરંતુ તેમાં આપવામાં આવેલી કેટલીક માહિતીઓતો તમને આશ્ચર્યચકિત કરી દે એવું પણ બની શકે છે. આટલુંજ નહીં પરંતુ આ એપ્સ તમને તમારા બાળકોના હિસ્ટરી પ્રોજેક્ટમાં પણ ખુબજ મદદરૂપ થઇ શકે તેમ છે. આ ઉપરાંત એપની ક્વિઝ એકઠા કરેલા તમારા જ્ઞાનની ચકાસણી પર કરશે.અમે એવી કોશિશ કરી છે કે ભારતીય ઈતિહાસ પર આધારિત ઘણીબધી એપ્સમાંથી તમને ગૂગલ પ્લે પર રહેલી ટોચની એપ્સ જ પહોંચાડીએ જેથી કન્ટેન્ટની ગુણવત્તામાં તમને કોઈ ફરિયાદ ન રહે.

ભારતના ભવ્ય ઈતિહાસને તમારી સમક્ષ લાવી દેતી ટોચની 5 એન્ડ્રોઈડ એપ્સ

ઇન્ડિયન હિસ્ટરી ઇન ઈંગ્લીશ

ભારતના ઈતિહાસમાં કાળક્રમે કયા કયા સુધારાઓ અને વધારાઓ થયા એ અંગે આ એપ અત્યંત સરળતાથી તમને સમજાવે છે. અહીં તમને ભારત પર શાસન કરી જનાર તમામ મહાન શાસકો તેમજ તેમના વંશ વિષે પણ સંપૂર્ણ માહિતી મળશે. ભારતની ભૂમિ પર લડાયેલા કેટલાક ઐતિહાસિક યુધ્ધો ઉપરાંત આપણી આઝાદીની ચળવળ વિષે તો માહિતી ખરીજ! આ એપની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આપણને ઈતિહાસ ઉપરાંત ભારતની ભૂગોળ અને વેદિક સાયન્સ અને ટેક્નોલોજી પર પણ સંપૂર્ણ જ્ઞાન મળે છે.

એપની ટેક્નીકલ સાઈડ તરફ નજર નાખીએ તો કન્ટેન્ટ તમારા મોબાઈલ અથવાતો ટેબલેટનો સંપૂર્ણ સ્ક્રીન કવર કરી લેતી હોવાથી તમને વાંચવામાં સરળતા રહે છે. આ ઉપરાંત તમે તમારી મરજીની ટેક્સ્ટ સાઈઝ અને ફોન્ટ પણ નક્કી કરી શકો છો. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવાતો ઓછા પ્રકાશમાં વાંચવું હોય તો એપનો નાઈટ મોડ તમારી આંખોને ઓછામાં ઓછી તકલીફ આપશે. કોઈ રસનો વિષય મળી જાય પરંતુ અત્યારે તેને વાંચવાનો સમય તમારી પાસે નથી તો તમે તેને બુકમાર્ક પણ કરી શકો છો જેથી સમય હોય ત્યારે તમે તેને ફરીથી વાંચી શકો.

ડાઉનલોડ: ઇન્ડિયન હિસ્ટરી ઇન ઈંગ્લીશ એપ (ફ્રી)

ઇન્ડિયન હિસ્ટરી, બૂક એન્ડ ક્વિઝ

ભારતના ઈતિહાસને જાણવા ઉપરાંત જો તમને તમારું જ્ઞાન ચકાસવું હોય તો આ ઓલ ઇન વન જેવી એપ તમારા માટેજ બની છે. પ્રાચીન ઈતિહાસથી શરુ કરીને હાલના સમય સુધીની તમામ માહિતી ઇન્ડિયન હિસ્ટરી, બૂક એન્ડ ક્વિઝમાં તમને મળી રહેશે. સમય અને કાળ પ્રમાણે ઐતિહાસિક ઘટનાઓ, રાજાઓ અને યુધ્ધો વિષેની માહિતી આપવામાં આવી હોવાથી વાંચન અહીં અત્યંત સરળ બની રહે છે. જો ક્વિઝની વાત કરીએ તો ભારતના ઈતિહાસ પર ચારસોથી પણ વધુ સવાલોના જવાબ તમે આપી શકો છો.

આ એપનું યુઝર ઇન્ટરફેસ (UI) કદાચ આંખને ન ગમે એ પ્રકારનું છે, પરંતુ અહીં મળતા ઇતિહાસના જ્ઞાનના ધોધ સામે આપણે તેની સાથે કામ ચલાવી લઈશું તો ખાસ વાંધો નહીં આવે. ઇતિહાસના ગ્રંથ તરીકે પ્રસ્તુત કરવામાં આવેલી આ એપમાં તમને માહિતી પ્રકરણ પ્રમાણે મળશે. આટલુંજ નહીં પરંતુ જો પ્રકરણમાં તમને કોઈ માહિતી યાદ આવી ગઈ હોય અને એને ત્યાં ટપકાવવી હોય તો તમે એમ પણ કરી શકો છો. ક્વિઝની વાત કરીએ તો દરેક પ્રશ્નના ચાર જવાબ હશે જેમાંથી એક જવાબ તમારે પસંદ કરવાનો છે. શબ્દ સર્ચ ઓપ્શન અને બુકમાર્ક એપનો વપરાશ વધુ સરળ બનાવે છે.

ડાઉનલોડ: ઇન્ડિયન હિસ્ટરી, બુક એન્ડ ક્વિઝ (ફ્રી)

ઇન્ડિયન હિસ્ટરી

પ્રાચીન ઈતિહાસથી માંડીને અર્વાચીન ઈતિહાસ,કોઇપણ પ્રકારની ઐતિહાસિક ઘટનાઓ, રાજાઓ, આક્રમણકર્તાઓ અથવાતો વંશો વિષે માહિતી મળવી આ એપ પર અત્યંત સરળ છે. ભારત પર શાસન કરનારા અંગ્રેજકાળની અત્યંત ડીટેઇલમાં તમને માહિતી મળી જશે. આ એપનો દાવો છે કે આ એપ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવીકે IASની પરીક્ષામાં અત્યંત મદદરૂપ સાબિત થઇ શકે તેમ છે. અન્ય એપથી અલગ આ એપમાં આપણને વિશ્વના ઇતિહાસનું જ્ઞાન પણ મળશે. અહીં પણ તમે તમારા ઇતિહાસના જ્ઞાનની બરોબર ચકાસણી કરી શકશો.

એપનો યુઝર ઇન્ટરફેસ અત્યંત સ્મૂધ હોવાથી તમને સતત વાંચનમાં પણ મજા આવશે. ક્વિઝ રમતી વખતે તમને ચાર ઓપ્શન તો આપવામાં આવશેજ પરંતુ જો તમારો જવાબ ખોટો હશે તો તમને તાત્કાલિક સાચો જવાબ પણ જણાવી દેવામાં આવશે. અહીં ક્વિઝના જુદાજુદા સેટ્સ છે અને દરેક સેટ પછી તમને તમારા કુલ ગુણ પર્સન્ટેજ સાથે જાણવા તો મળશે પરંતુ જેમ જેમ તમે વધુ સેટ્સ રમતા જશો તેમતેમ તમારી માર્કશીટ પણ અપડેટ થતી જશે.

ડાઉનલોડ: ઇન્ડિયન હિસ્ટરી (ફ્રી)

ઇન્ડિયા એન્ડ વર્લ્ડ હિસ્ટરી હિન્દી

અંગ્રેજીમાં તો ભારતના ઈતિહાસ પર ત્રણ એપ આપણે જોઈ લીધી હવે જોઈએ હિન્દીમાં આ પ્રકારની કઈ એપ છે. આ એપનું નામ છે ઇન્ડિયા એન્ડ વર્લ્ડ હિસ્ટરી હિન્દી. આ એપ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઈતિહાસ આપણને ક્રમવાર તેમજ પ્રકરણોમાં વહેંચીને અત્યંત સરળતાથી સમજાવે છે. વિશ્વ ઈતિહાસ માટે એક અલાયદું પ્રકરણ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ સમયના ઈતિહાસ પર અલગથી 1500થી પણ વધારે MCQ ટાઈપના સવાલ જવાબ પણ છે જે તમારા ઇતિહાસના જ્ઞાનમાં વધારો જ કરશે.

આ એપની ટેક્નીકાલીટી પર જઈએ તો તેનું શ્રેષ્ઠ ફીચર છે કે એપ તમે ઓફલાઈન પણ ઓપરેટ કરી શકો છો આથી ઈન્ટરનેટની ગેરહાજરીમાં અથવાતો મહામૂલો ડેટા બચાવવો હોય તો આ એપ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. એપને ઓપરેટ કરવા માટે સ્ક્રિનની ડાબી તરફ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. આ એપનું અન્ય યુનિક ફીચર એ છે કે આ એપમાં આપવામાં આવેલી ઈતિહાસને લગતી માહિતી તમે સિલેક્ટ કરીને SMS, બ્લુટૂથ અથવાતો જીમેઇલ દ્વારા તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

ડાઉનલોડ: ઇન્ડિયા એન્ડ વર્લ્ડ હિસ્ટરી હિન્દી (ફ્રી)

હિસ્ટરી ઓફ ઇન્ડિયા (ઓફલાઈન)

એપનું નામજ સૂચિત કરે છે કે આ એપ પણ આપણે વગર ઈન્ટરનેટ આરામથી યુઝ કરી શકીએ છીએ. આ આર્ટીકલમાં આપણે અત્યારસુધી જે એપની વાત કરી તેમાંથી સૌથી સુંદર અને આંખને તેમજ મનને અત્યંત ગમી જાય તેવો યુઝર ઈન્ટરફેસ ફક્ત આ એપનો જ છે. અહીં ભારતના ઇતિહાસના તમામ યુગ તેમજ પેટાયુગોની પણ ખૂબ મદદરૂપ સાબિત થાય તેવી માહિતી આપવામાં આવી છે. આ એપ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા કોઇપણ વિદ્યાર્થીને ગમી જાય તેવી છે.

ઉપર વાત કરી તેમ એપનું જમાપાસું છે તેનો નયનરમ્ય UI. ભારતના ઈતિહાસ વિષેની આ એપમાં કલર્સ પણ ભારતના ઝંડા પરથી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેના ફોન્ટ્સ પણ વાંચવા ગમે તેવા છે. ઇતિહાસની જેટલી ડીટેઇલ આ એપમાં ભરી છે તે તમામને ખૂબજ સુંદરતાથી વર્ગીકૃત કરીને એ માહિતી મેળવવી કોઇપણ યુઝર માટે એપ દ્વારા આસાન બનાવી દેવામાં આવ્યું છે.

ડાઉનલોડ હિસ્ટરી ઓફ ઇન્ડિયા (ઓફલાઈન) (ફ્રી)

ઉપરોક્ત એપ્સમાંથી આપણા આ મહાન દેશ ભારતના ઈતિહાસ જાણવામાં તમને કઈ એપે સૌથી વધુ મદદ કરી તે નીચે કમેન્ટ્સ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here