લોકપ્રિય હોવા છતાં ઐશ્વર્યા રાય બચ્ચન હોલીવુડને કેમ ઇગ્નોર કરી રહી છે?

0
379

હાલમાં જ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સીટી ખાતે આયોજીત ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ મેલબર્નનું આયોજન થયું હતું. બોલીવુડના સિતારાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, પરંતુ મેલબર્નમાં રહેતા ભારતીયો અને મૂળ ઓસ્ટ્રેલીયાઈ નાગરીકોની નજર તો ઐશ્વર્યા રાય બચ્ચન પર જ હતી. આપણે જાણીએ છીએ કે ઐશ્વર્યાના રૂપના દીવાનાઓ માત્ર ભારતમાં જ નથી પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા છે. ઐશ્વર્યાએ ઘણી અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને પ્રશંસા પામી છે. ઐશ્વર્યા પ્રખ્યાત કાન ફિલ્મ ફેસ્ટીવલમાં છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી નિયમિત હાજરી આપી રહી છે.

તો એવું તે શું કારણ છે જે ઐશ્વર્યાને વધુને વધુ હોલિવુડ ફિલ્મો કરતાં રોકી રહ્યું છે? આવો જાણીએ.

IFFM દરમિયાન એક ટેલીવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું હતું કે તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોઇપણ ભોગે નહીં છોડવાનું પહેલેથી જ નક્કી કરી ચૂકી હતી.

આ ઉપરાંત ભારતીય સિનેમા પાસે એવા ઘણા અદ્ભુત ડીરેક્ટર્સ છે જેમને છોડીને જવાનું મને બિલકુલ મન નથી થતું.

અહીં અને હોલીવુડમાં કામ કરવાની પદ્ધતિ સાવ અલગ છે. આપણે ત્યાંથી હવે ઘણા ટેલેન્ટેડ એક્ટર્સ હોલીવુડ જઈ રહ્યા હોવાનો મને ખ્યાલ છે અને હું એ બાબતે ખાસી એવી ઉત્સાહિત પણ છું.

ભલેને કોઇપણ ભાષા હોય પણ સિનેમા સાથે જોડાયેલું રહેવું એ અનુભવ જ મારા માટે અનેરો છે.

હું જ્યારે હોલીવુડમાં કામ કરી રહી હતી તે સમય જ આખો અલગ હતો. તે સમયે સોશિયલ મીડિયા હજી તો ભાંખોડિયા ભરી રહ્યું હતું.

હવે સમય ઘણો બદલાઈ ગયો છે, અત્યારે તમે લોકો સાથે વધારે જોડાયેલા છો એવું તમે ફિલ કરી શકો છો, જ્યારે અગાઉ જિંદગી આટલી બધી ઝડપી નહોતી દોડી રહી.

આપણા તમામ પાસે જિંદગી જીવવાની એક ખાસ રીત હોય છે જે આપણને પસંદ આવતી હોય છે. મારી પણ અલગ રીત છે અને મારી પણ ઘણા વિષયો પર હા તેમજ ના હોય છે.

મારી ગતી સાથે તાલમેળ મેળવવા માટે મેં મારી પસંદગીનો દાયરો અત્યંત નાનો કરી દીધો છે. આ એક એવો દાયરો છે જેમાં હું મારી જાતને આરામદાયક મહેસુસ કરી શકું છું અને એટલેજ હું આજકાલ હોલીવુડની ફિલ્મો કરવાનું અવોઇડ કરી રહી છું.

ઐશ્વર્યા રાય બચ્ચનની આ મૂલાકાત એટલું જરૂરથી સાબિત કરે છે કે તેના માટે કરિયર કરતાં પરિવાર અને પોતાની પુત્રી આરાધ્યા વધારે મહત્ત્વના બન્યા છે. હોલીવુડની શિસ્ત અને લાંબા શેડ્યુલ્સ બેશક ઐશ્વર્યાને પોતાના પરિવાર અને પુત્રીથી દૂર રાખશે અને આથી જ તે પ્રિયંકા ચોપરા અથવાતો દીપિકા પદુકોણની જેમ લાંબો સમય અમેરિકામાં રહીને કોઈ ફિલ્મ શૂટ કરે તે બિલકુલ શક્ય નથી.

આમ, ઐશ્વર્યા રાય બચ્ચન બહુ જલ્દીથી કોઈ હોલીવુડ ફિલ્મમાં જોવા મળે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. ત્યાંસુધી આપણે તેને અવોર્ડ ફન્કશનમાં કે પછી કાન ફિલ્મ ફેસ્ટીવલમાં જ જોઇને સંતોષ માનવો પડશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here