Wi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ

  0
  1178

  ઘણીવાર મુસાફરીના સમય દરમ્યાન આપણે ગેમ રમવા ઈચ્છતા હોઈએ છીએ પરંતુ Wi-Fi કે પછી ડેટા સર્વિસ ઉપલબ્ધ ન હોવાને લીધે આપણે રમી શકતા નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે અમે તમારા માટે લઇ આવ્યા છીએ એવી દસ ગેમ જે તમે Wi-Fi કે પછી ડેટા સર્વિસ વગર પણ એટલી જ એન્જોય કરી શકશો અને તમારો સમય પણ આસાનીથી પસાર થઇ જશે. સૌથી બેસ્ટ ચીજ એ છે કે આ તમામ ગેમ ફ્રી છે.

  Android અને iOS ગેમ જે તમે Wi-Fi વગર પણ આસાનીથી રમી શકશો

  કદાચ તમને એવો સવાલ મનમાં આવ્યો હોય કે ડેવલોપર્સને કમાણી ન થાય તો તેઓ આ રીતે વગર Wi-Fi રમી શકાય તેવી ગેમ ફ્રી માં શા માટે આપતા હશે? આ સવાલનો પહેલો જવાબ એ છે કે ડેવલોપર્સને પાયરસી સૌથી વધુ નુકસાન કરતી હોય છે. તેઓ કોઈ પેઈડ ગેમ લોન્ચ કરે પછી તેની લોકો કોપી કરીને ફ્રી માં વેંચે તો નુકસાન તેમને જ જવાનું છે. આથી તેઓ અમુક ગેમને ફ્રી માં જ ડાઉનલોડ કરવા આપે છે જેથી ડાઉનલોડ કરનારને સારી ક્વોલીટીની ગેમ પણ મળે.

  આ ઉપરાંત ફ્રી માં ગેમ વાપરનારા ગ્રાહકોને જો ડેવલોપરની ક્વોલીટી ગમી જાય તો ભવિષ્યમાં કોઈ ગેમ જો તે પૈસા માંગીને પણ ડાઉનલોડ કરાવવા માંગશે તો એ ગ્રાહક કદાચ ખર્ચ કરવાની ના પણ નહી પાડે. આમ આવા કારણોસર આપણને કેટલીક ગેમ ફ્રી માં ડાઉનલોડ કરવા મળે છે જે આપણે Wi-Fi વગર આસાનીથી રમી શકીએ છીએ.

  1 Badland (બેડલેન્ડ)

  બેડલેન્ડ એક 2D રનર ગેમ છે અને તેમાં તમને સુંદર સુંદર જંગલો જોવા મળશે અને તેની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં સુંદર આવાસો પણ તમે નિહાળી શકશો. તમે જંગલની સફરે નીકળો છો અને તમારી સાથે તેમજ જંગલના નિવાસીઓ સાથે કશુંક ખોટું થાય છે. આપણે એ જ શોધવાનું છે કે આપણી સાથે ખોટું શું થઇ રહ્યું છે. જ્યારે આપણે શોધ પર નીકળીએ છીએ ત્યારે આપણે ઘણાબધા વિઘ્નો અને છટકાનો સામનો કરવો પડે છે. આ ગેમનો મુખ્ય આધાર તેના ગ્રાફિક્સ પર છે અને તે અત્યંત જીવંત લાગે છે. ગેમનો ઓડિયો તમને સતત ગેમ સાથે જોડેલા રાખશે.

  આ ગેમ એક જ ડિવાઈસ પર ચાર પ્લેયર્સને રમવાની છૂટ આપે છે. અહીં સ્પર્ધામાં તમે તમારા વિરોધીઓને કેવી રીતે હરાવી દો છો એ તેનો મુખ્ય હેતુ છે. ઘણીવાર તમારે તમારા વિરોધીની સાથે મળીને પણ કામ કરવું પડે છે જેથી તમે આગલા લેવલમાં જઈ શકો. ઓવરઓલ આ કાર્ય કરવામાં મજા આવશે. ગૂગલ પ્લે પર આ ગેમના દસ હજારથી પણ વધારે ડાઉનલોડ્સ થયા છે અને તેને 4.5 જેટલું હાઈ રેટિંગ પણ મળ્યું છે. આના પરથી ખ્યાલ આવે છે કે ખેલાડીઓમાં આ ગેમ કેટલી બધી લોકપ્રિય છે.

  Download Badland: For Android | For iOS

  2. Minecraft Pocket Edition (મિનેક્રાફ્ટ પોકેટ એડિશન)

  મિનેક્રાફ્ટ એક એડવેન્ચર ગેમ છે અને તે તમારી સમગ્ર ક્રિએટીવીટીને પાંખ આપવામાં મદદ કરશે. ગેમના ડેવલોપર્સ દ્વારા તમને તમારું વર્ચ્યુઅલ વિશ્વ બાંધવાની છૂટ આપવામાં આવી છે જેમાં પક્ષીઓ અને વાદળો સુધ્ધાં સામેલ છે. આ પ્રકારનું બાંધકામ કરવા માટે તમને કેટલાક ટૂલ્સ પણ આપવામાં આવ્યા છે જેનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો.

  જો કે જ્યારે રમત રમવાની વાત આવે ત્યારે એમ કહી શકાય કે તમારે ઘણા બધા મોડલ્સમાંથી પસાર થવું પડે છે. તમારે દરેક હેન્ડ-કટ બ્લોકસને એકઠા કરવાના છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે અનિષ્ટ તત્વો પણ ઉતરી આવે છે અને તમારે તેની સામે યુદ્ધ કરવાની પણ તૈયારી રાખવી પડે છે. આ ગેમનો એક નેગેટીવ પોઈન્ટ એ છે કે તે 76.23 MB જેટલી જગ્યા રોકે છે.

  Download Minecraft Pocket Edition: Android | iOS

  3. Shadow Fight 2 (શેડો ફાઈટ 2)

  જો તમે એક્શન ગેમ લવર છો તો તમને શેડો ફાઈટનો આ બીજો ભાગ જરૂરથી ગમશે. તમે જો કૂંગ ફૂ ફિલ્મો જોઈ હશે તો આ ગેમ તમને તેની યાદ અપાવશે. ફિલ્મમાં તો તમે માત્ર કૂંગ ફૂ કરતા અદાકારો જ જોયા હશે પરંતુ અહીં તો તમને ખુદ તે કરવા પણ મળી શકે છે. આટલું જ નહીં અહીં કેટલાક ઘાતક શસ્ત્રો પણ છે જેનો ઉપયોગ તમે તમારા દુશ્મનોને મારવા માટે કરી શકો છો.

  અહીં એક શેડો એટલેકે પડછાયો છે જેણે પોતાનું શરીર કેટલીક દૃષ્ટ શક્તિઓને લીધે ગુમાવી દીધું છે. આ શેડો પોતાના ઘરને આક્રમણખોરોથી બચાવવાની કોશિશ કરે છે અને તેનામાં કેટલીક શક્તિઓ પણ સમાઈ જાય છે. ત્યારબાદ શરુ થાય છે યુદ્ધ. આ શેડોને કેટલાક બોડીગાર્ડ પણ મળ્યા છે જે તેની સતત મદદ કરતા રહે છે. ગેમમાં વિવિધ સ્ટેજ છે અને તે આપણને આપણા દુશ્મનો સાથે લડવા માટે વધુ તાકાતવાન બનાવે છે. આમ તો આ ગેમ ફ્રી છે પણ કેટલીક ઇન-એપ ખરીદી પણ જો તમે ઈચ્છો તો કરી શકો છો, પણ તેમ કર્યા વગર પણ તમે આ ગેમ એન્જોય કરી જ શકો છો.

  Download Shadow Fight 2: Android | iOS

  4. Infinity loop (ઇન્ફીનિટી લૂપ)

  ઓફિસમાં કે પછી ઘરમાં કંટાળો આવતો હોય, મીટીંગ શરુ થવાને વાર હોય અથવાતો તમે જ્યાં જઈ રહ્યા છો એ સ્થળ આવવાને હજી સમય હોય તો સમય પસાર કરવા માટે ઇન્ફીનિટી લૂપ જેવી સરળ અને મજેદાર ગેમ ભાગ્યેજ જોવા મળશે. અહીં જુદાજુદા આકારોનું કોમ્બીનેશન છે અને તમારે કોઇપણ બ્રેક વગર આ આકારોને ડેવલોપ કરવાના છે. જ્યારે ડાર્ક મોડ એક્ટીવ હોય ત્યારે આપણે આ આકારોને બ્રેક કરવાના છે અને તેમને અલગ અલગ સાધનોનો આકાર આપવાનો છે. ગેમમાં ખૂટે નહીં તેટલા લેવલ છે જે તમારો રસ સતત જાળવી રાખશે.

  જો કે જેમ જેમ આ ગેમમાં આગળ વધતા જઈશું તેમ તેમ ગેમના લેવલ કઠીન પણ થતા જશે અને તમારે આગલા લેવલથી ઓછા સમયમાં નવું લેવલ પૂરું કરવાની આકરી શરત પણ પૂરી કરવી પડશે. આમ કરવું પણ મજા પમાડે તેવું છે કારણકે આ ગેમનો મુખ્ય હેતુ તમને કોઈ ટેન્શન અપાવવાનો નથી પરંતુ તમને રીલેક્સ કરવાનો જ છે. ગેમનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ તમને આનંદ અપાવતું રહેશે. સૌથી મોટી વાત એ છે કે આ ગેમ તમારા મોબાઇલમાં માત્ર 4.05MB જેટલી જ જગ્યા રોકશે.

  Download Infinity loop: Android | iOS

  5. Asphalt 8: Airborne (આસ્ફાલ્ટ 8: એરબોર્ન)

  આસ્ફાલ્ટ 8 એ આસ્ફાલ્ટ ગેમનું લેટેસ્ટ વર્ઝન છે. આ ગેમ ક્વોલીટી ગ્રાફિક્સ, જબરદસ્ત કાર અને સ્પીડનું અનોખું કોમ્બીનેશન છે. આસ્ફાલ્ટ એઈટ ક્લબ એકદમ નવી કાર અને નવા સ્ટંટ લઈને જેમાં એરક્રાફ્ટ કેરિયર પણ સામેલ છે તેને લઈને આવી છે. અહીં આપણે ગેમના ડેવલોપર્સનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કારણકે તેમણે આ ગેમ પાછળ ખૂબ મહેનત કરી છે તે દેખાઈ આવે છે.

  રમતી વખતે આ ગેમ અત્યંત સ્મૂધ લાગે છે અને જ્યારે આપણે આપણા વિરોધીઓને પરાજીત કરીએ છીએ ત્યારે આપને કેશ પ્રાઈઝ જીતીએ છીએ. આ કેશ પ્રાઈઝને આપણે નવી કાર ખરીદવા કે પછી અપગ્રેડ થવા માટે વાપરી શકીએ છીએ. આ ગેમ તમે સંપૂર્ણપણે ઓફ લાઈન રમી શકો છો. જો કે અહીં પણ કેટલીક ઇન એપ પરચેઝ અવેલેબલ છે પરંતુ તમે તેને ખરીદવા માંગતા હોવ તો જ ખરીદી શકો છો, કોઈજ ફોર્સ નથી.

  Download Aslphalt 8: Airborne: Android | iOS

  6. Despicable Me (ડેસ્પીકેબલ મી)

  ખૂબ બધું મનોરંજન અને કેળા સાથે ડીસ્પીકેબલ મી આપણી સમક્ષ આવી ગઈ છે. આ એક 3D રનર ગેમ છે અને તેમાં મિનિયન્સ કેળાઓનો કેચ કરવા માટે ભાગે છે. આ મિનીયન્સ કેળાને કેચ કરવા માટે કુદકા મારે છે, જમીન પર રોલિંગ કરે છે, નીચે બેસી જાય છે અને ઘણીવાર તો એકબીજા પર પણ રોલિંગ કરે છે. ટૂંકમાં તેમના સ્ટંટ આપણને ખૂબ મજા કરાવે છે.

  ગેમના મોટાભાગના બેકગ્રાઉન્ડ મિનીયન્સ ફિલ્મ પર આધારિત છે અને જો આપણે ગેમનું વર્ઝન અપગ્રેડ કરીએ તો આ મિનીયન્સના અનોખા કપડા પણ આપણે મેળવી શકીએ છીએ. વિલનો જેવાકે વેક્ટર વગેરેને મ્હાત કરીને આપણે આ ગેમમાં અનોખા ગ્રાફિક્સનો આનંદ લઇ શકીએ છીએ. તો તૈયાર થઇ જાવ આ ફ્રી ગેમ માણવા માટે.

  Download Despicable Me: Android | iOS

  7. Six guns: Gang showdown (સિક્સ ગન્સ: ગેન્ગ શોડાઉન)

  જાણીતી મોબાઇલ ગેમ ડિઝાઈન કરતી કંપની ગેમલોફ્ટ દ્વારા આ ગેમ ડિઝાઈન કરવામાં આવી છે અને તે તમને વાઈલ્ડ વેસ્ટની દુનિયામાં લઇ જશે. આ રમત કાઉબોય્ઝથી ભરપૂર છે અને તેમની સાથે ડરામણા વેમ્પાયર્સ અને બેન્ડીટ્સ પણ છે જ.

  ગેમમાં કુલ 40 મિશન્સ છે જેમાં આપણે ડાકુઓથી માલસામાન બચાવવા માટે ઘોડાઓની રેસ લગાવવાની છે. આપણું મુખ્ય લક્ષ્ય રસ્તામાં મળતા આપણા દુશ્મનોને એલીમીનેટ કરવાનું છે. આ ગેમ સંપૂર્ણપણે એક્શન અને એડવેન્ચરથી ભરપૂર ગેમ છે અને જેમજેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ આપણને વિવિધ કપડા અને વેપન્સ મળતા જશે. સૌથી મસ્ત બાબત એ છે કે ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે.

  Download Six guns: Gang showdown – Android | iOS

  8. Plants Vs Zombies 2 (પ્લાન્ટ્સ વર્સીઝ ઝોમ્બીઝ 2)

  દરેક ઉમરની વ્યક્તિને ગમે તેવી આ ગેમ છે અને તેને માત્ર મોબાઇલ જ નહીં પરંતુ PC પર પણ રમી શકાય છે. આ એક આર્કેડ ગેમ છે અને અહીંના પ્લાન્ટ્સ એટલે કે છોડને જો જીવવું હશે તો તેમણે તેના દુશ્મન ઝોમ્બીઝ સામે લડવું પડશે. આ ઝોમ્બીઝ વારંવાર તેમના પર હુમલાઓ કરી દેતા હશે અને તે આપણા ઘરમાં ઘૂસીને આપણા મગજ પર કબ્જો કરી બેસે એ પહેલા જ આપણે તેમનો નાશ કરવાનો છે.

  આ પ્લાન્ટ્સ પાસે વોટરમેલનના બોમ્બ કે પછી મકાઈની મિસાઈલ લોન્ચ કરવાની તાકાત પણ છે જેનાથી ઝોમ્બીઝનો નાશ થઇ શકશે. ગેમમાં આપેલા લેવલ્સ અત્યંત રસપ્રદ છે અને તે તેમને સતત મનોરંજન પણ આપતા રહેશે.

  Download Plants vs Zombies 2: Android | iOS

  9. Hill Climb Racing 2 (હિલ ક્લાઈમ્બ રેસિંગ 2)

  ભરપૂર મનોરંજન પૂરું પાડતી આ ગેમમાં તમારે માત્ર ટેકરીઓ પર ચડતા રહેવાનું છે અને તમને સમયાંતરે જુદાજુદા કપડાઓ અને કાર મળતા રહેશે. આ કાર પાછળની તરફ ફ્લીપ પણ થઇ શકે છે અને જો તમે ઈચ્છો તો તે હવામાં પણ ઉડી શકે છે અને કોઈના હાડકાં તોડી શકવા માટે સમર્થ છે. અને હા આમ કરવા જતા આપણને કોઈજ પ્રકારનું નુકશાન થતું નથી. ફરીએકવાર, આ એક એવી ગેમ છે જે ફ્રી છે પરંતુ તમે જો ઈચ્છો તો ઇન એપ પરચેઝ પણ અવેલેબલ છે.

  Download Hill Climb Racing 2: Android | iOS

  Brain It On! – Physics Puzzles (બ્રેઈન ઈટ ઓન – ફિઝીક્સ પઝલ્સ)

  આ તમારી બૌદ્ધિક ક્ષમતાને ચકાસનારી ગેમ છે. વિવિધ પ્રકારના આકાર અને પ્રકારને તમારી આંગળી વડે બાંધીને કોઈ નવો જ પ્રકાર બનાવવો તે ક્રિયા આ ગેમમાં તમારે સતત કરતા રહેવાનું છે. જો તમે ક્રિએટીવ દિમાગ ધરાવો છો તો આ ગેમ તમને ખૂબ આનંદ આપશે. આ ઉપરાંત તમારું માનસિક સ્તર અને તમારા IQ લેવલને પણ આ ગેમ દ્વારા માપી શકશો. જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ આ ગેમ વધુને વધુ કઠીન બનતી જશે.

  Download Brain It On! – Physics Puzzles: Android | iOS

  Wi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમનો હજી તો આ પ્રથમ હિસ્સો છે. આવી વધારે ગેમ્સ સાથે અમે આવતા રવિવારે ફરી આવીશું. તો વિઝીટ કરતા રહો eછાપું અને મેળવતા રહો જ્ઞાન અને માહિતીનો ભંડાર.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here