આશ્ચર્યમ! ન્યૂઝીલેન્ડનું તુઈ બર્ડ સારા સ્પર્ધકને સહન કરી શકતું નથી

  0
  535

  મોટાભાગે ન્યુઝીલેન્ડમાં જોવા મળતું તુઈ બર્ડ આપણા બુલબુલ કે કોયલની જેમ તેના મીઠા ટહુકા માટે જાણીતું છે. અમુક ચોક્કસ પ્રકારના સંજોગોમાં આ તુઈનો ટહુકો સામાન્ય કરતા વધુ લાંબો હોય છે અને તે ગાઈ રહ્યું હોય એવો આભાસ આપણને થતો હોય છે. મોટેભાગે પુરુષ તુઈ બર્ડ સ્ત્રી તુઈને આકર્ષવા માટે ગીત ગાતો હોય છે જેથી તે તેની સાથે પ્રજનન કરી શકે.

  ન્યુઝીલેન્ડમાં જોવા મળતું તુઈ બર્ડ

  પક્ષીવિદોએ હાલમાં કરેલા સંશોધન અનુસાર તુઈની પુરુષ  પ્રજાતિ તેનાથી વધુ સારું કે જોરથી ગાઈ શકતા અન્ય પુરુષ તુઈને સહન કરી શકતું નથી અને જ્યારે આવું બને છે ત્યારે તે વધારે જોરથી ગાવાની કોશિશ કરે છે. તુઈનું આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેને અન્ય પુરુષ તુઈના સારા ગાવાથી પોતાની છબી ખરડાઈ જશે તેવી બીક લાગે છે અને તેથી તે કોઈ સ્ત્રી તુઈને આકર્ષવામાં નિષ્ફળ જશે તેવો ભય તેને લાગવા લાગે છે. અહીં એ નોંધવા જેવી હકીકત એ છે કે તુઈ બર્ડ વર્ષમાં દરેક સમયે ઈચ્છે ત્યારે ગાઈ શકતા હોય છે.

  સ્ત્રી તુઈ લાંબુ અને અસરકારક ગાનારા પુરુષ તુઈની પ્રત્યે વધારે આકર્ષાતી હોવાનું પણ જાણવા મળ્યું છે. પક્ષીવિદોના મતે સ્ત્રી તુઈના માટે આ પુરુષ તુઈની એક વધારાની ગુણવત્તા છે. અન્ય સિંગિંગ બર્ડ્સ જેવા કે ઝેબ્રા ફીન્ચીઝની સ્ત્રી પ્રજાતિ તેની પુરુષ પ્રજાતિને વધુને વધુ જોરથી ગાવાની ફરજ પાડે છે, પરંતુ તુઈની માટે આવી કોઈ હકીકત હજીસુધી સામે નથી આવી તેનો મતલબ એક જ છે કે પુરુષ તુઈ અન્ય સારા પુરુષ તુઈના સારા અથવાતો જોરથી ગાવાથી ઈર્ષા પામે છે અને તે આપોઆપ વધુ જોરથી અને લાંબુ ગાવા લાગે છે.

  આ બાબતની પૂરી ચકાસણી કરવા ન્યૂઝીલેન્ડના કેટલાક પક્ષીવિદો ઓકલેન્ડની ઉત્તર દિશાએ આવેલા તાવહારાનુઈ રીજનલ પાર્કમાં ગયા હતા જ્યાં તુઈની સૌથી મોટી સંખ્યા જોવા મળે છે. અહીં આ પક્ષીવિદોએ સતત ત્રણ મિનીટ સ્પીકર પર સામાન્ય અને અઘરા તુઈ ગીતો વગાડ્યા હતા અને કેટલાક અન્ય પક્ષીઓના ગીતો પણ વગાડ્યા હતા. અઘરા ગીતોની લંબાઈ સામાન્ય ગીતોની લંબાઈ કરતા બે ગણી હતી. આ ઉપરાંત આ નિષ્ણાતોએ પોતાનું અંતર પણ આ પક્ષીઓ સમક્ષ સતત વધારે ઓછું કર્યું હતું.

  આ પ્રયોગ દરમ્યાન એવું સાબિત થયું હતું કે અઘરા અને મોટા અવાજથી વગાડેલા તુઈ ગીતોથી પુરુષ તુઈ બર્ડ્સ વધારે જોરથી ગાવા લાગ્યા હતા અને તેમના ગીતો પણ લાંબા સમય સુધી ચાલુ રહ્યા હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here