પ્રભાસ તેની એક જીદને કારણે બોલીવુડમાં એન્ટ્રી કરી શકતો નથી

  0
  366

  પ્રભાસ, જે ભારતીય ફિલ્મ ઇતિહાસમાં જે ફિલ્મનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ચૂક્યું છે તે ફિલ્મનો મહત્ત્વનો ભાગ રહ્યો છે પરંતુ તેમ છતાં તે બોલીવુડમાં એન્ટ્રી કરવામાં અત્યારસુધી નિષ્ફળ રહ્યો છે. બોલીવુડ ભૂતકાળમાં રજનીકાંત અને કમલ હસન જેવા અસંખ્ય સાઉથ ઇન્ડિયન કલાકારોને આમંત્રણ આપી ચૂક્યું છે અને આ બંને મહાન કલાકારો કોઈને કોઈ રીતે વર્ષો સુધી બોલીવુડ ફિલ્મોમાં દેખાતા રહ્યા છે, તો પછી આટલી મહાન ફિલ્મ ‘બાહુબલી’ ના બંને ભાગમાં ટાઈટલ રોલ નિભાવ્યા છતાં પ્રભાસ બોલીવુડમાં એન્ટ્રી કેમ કરી શકતો નથી? આ પાછળ તેની એક જીદને કારણ માનવામાં આવી રહ્યું છે.

   

  પ્રભાસના નામ પાછળ બે જબરદસ્ત હીટ ફિલ્મો તો છે જ તે ઉપરાંત તેને એસ એસ રાજામૌલી જેવા અદ્ભુત ડિરેક્ટર હેઠળ કામ કરવાનો પણ અનુભવ છે, પરંતુ હાલમાં જ્યારે બાહુબલીના જ એક પ્રોડ્યુસર એવા કરણ જોહરે પ્રભાસ સમક્ષ એક ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો પ્લાન રજૂ કર્યો ત્યારે પ્રભાસે માંગેલી ફી ની રકમે તેની બોલીવુડમાં એન્ટ્રી ફરીથી અટકાવી દીધી હતી.

  જાણવા મળ્યા અનુસાર પ્રભાસ પાસે જ્યારે કરણ જોહર પોતાની ફિલ્મનો પ્લાન લઈને ગયા હતા ત્યારે પ્રભાસે એ પ્લાન સાંભળ્યો તો ખરો પરંતુ કરણ પાસે તેણે 20 કરોડની ફી ની માંગણી કરી દીધી. કરણ જોહર બોલીવુડમાં હાલમાં શ્રેષ્ઠ પ્રોડ્યુસર્સમાં સ્થાન પામતા હોવા ઉપરાંત પોતે એક સારા બિઝનેસમેન હોવાની છાપ પણ ધરાવે છે. પ્રભાસની આ અયોગ્ય માંગણી જોઇને ખુદ કરણ જોહરને ગુસ્સો આવી ગયો હતો અને તેમણે એ ઘડીએ જ પ્રભાસની માંગ ઠુકરાવી દીધી હતી અને પોતાના પ્લાનને હાલપૂરતો અભેરાઈએ ચડાવી દીધો હતો. આ ઘટના બાદ પણ પ્રભાસ પોતાની ફી નહીં ઘટાડવાની જીદ પર કાયમ હોવાનું જાણવા મળ્યું છે.

  એમાં કોઈ જ શંકા નથી કે બાહુબલી એક શ્રેષ્ઠ ફિલ્મ હતી અને તેમાં રાણા દગ્ગુબાટી સાથે પ્રભાસે પણ પોતાનો જીવ રેડી દીધો હતો, પરંતુ તેલુગુ સિનેમામાં પ્રભાસે હજી પણ પોતાના બળ પર કોઈ મોટી હીટ નથી આપી. બાહુબલી એક સંયુક્ત પ્રયાસ હતો જેને ખુબ પ્રશંસા મળી હતી, આથી તેમાં પ્રભાસ ઉપરાંત અન્ય તત્વો પણ તેની મહાન સફળતા માટે જવાબદાર હતા. પ્રભાસની આવનારી ફિલ્મ સોહો પર હવે તેનો મદાર છે. જો સોહો ને પ્રભાસ એકલે હાથે જબરદસ્ત હીટ કરાવશે તો પછી તેણે કરણ જોહર પાસે માંગેલી ફી માટે હક્કદાર ગણી શકાશે. બાકી, બોલીવુડમાં પણ ટેલેન્ટની કમી નથી અને પ્રભાસ કરતાં પણ ઓછી ફી માં કામ કરી શકતા કલાકારો બોલીવુડમાં છે જ.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here