ડિજીટલ વ્યવહારો સરળ બનાવતી એપ્સ

    1
    336

    ભારતમાં ડિજીટલ વ્યવહારોને ગતી ૮ નવેમ્બર ૨૦૧૬ રાત્રે ૮ વાગ્યે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાનું ચલણ રદ્દ કરતા જ મળવાની શરુ થઇ ગઈ હતી, એના પાછળ ઘણા મહત્વના કારણો છે પણ અહીંયા કામ લાગે તેવા બે કારણ એ છે કે એક તો મોટાભાગના યુવાનો પહેલી વખત કોઈ આર્થિક પરિવર્તનનો હિસ્સો બનવા જઈ રહ્યા હતા અને બીજું કે તેઓ હવે વડીલો અથવા તો પોતાનાથી ઉમરમાં બમણા લોકોને ડિજિટલ અથવા ઓનલાઇન પેમેન્ટ/ટ્રાન્ઝેક્શન માટે વધુ આસાનીથી અને વધુ સારી રીતે મનાવી શકે તેમ હતા. આ એક વર્ષના સમયમાં અઢળક એપ્લિકેશન્સ આવી જે તમને ડીજીટલી Transacations કરવામાં મદદ કરી શકે, ત્યાં સુધી કે લગભગ દરેક બેન્કની Application પણ હવે સંપૂર્ણરીતે કામ કરે જ છે. આપણે આજે અહીંયા થર્ડ પાર્ટી Applications વિષે વાતો કરશું.

    ભારતમાં ડિજીટલ વ્યવહારોને સરળ બનાવતી ટોપ એપ્સ

    1. Paytm

    ૮ નવેમ્બરની ઐતિહાસિક જાહેરાતના બીજા જ દિવસે Paytm દ્વારા ભારતના લગભગ દરેક ન્યુઝપેપરમાં વિશાળ જાહેરાત અપાઈ હતી અને એ જ દિવસથી જાણે Paytm ને લોટરી લાગી હોય એમ વપરાશકર્તા મળ્યા હતા. Paytm દ્વારા તમે મોબાઈલ રિચાર્જ, મોબાઈલ બિલ પેમેન્ટ, ઇલેક્ટ્રીકસીટી બિલ પેમેન્ટ, ગેસ બિલ તથા લગભગ દરેક બિલ પે કરી શકો છો. આ સિવાય મોટેભાગે દૈનિક વપરાશમાં આવતી વસ્તુઓની ખરીદી માટે પણ જનરલ સ્ટોર્સ ઉપર Paytm ઉપલબ્ધ હોય ત્યાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. મુવી ટિકિટ્સ, બસ-રેલવે-ફલાઇટ ટિકિટ્સ વગેરે બુક કરવા પર પણ સમયાંતરે તમને સારું એવું ડિસ્કાઉન્ટ ડિજીટલ કેશબેક ના સ્વરૂપે મળતું હોય છે. હવે તો Paytm Mall પણ શરુ થઇ ગયો હોય તમે દૈનિક વપરાશની વસ્તુઓ પણ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. Paytm નો માત્ર એક જ ડ્રોબેક છે જે છે તેની માસિક ૨૦૦૦૦ રૂપિયા સુધીની લિમિટ્સ પણ જો તમે KYC એટલે કે Know Your Customer દ્વારા વેરિફિકેશન કરાવી લો તો તમને એ લિમિટપણ વધારી અપાય છે તથા અન્ય ઘણા ફાયદાઓ પણ મળી શકે છે. Paytm દ્વારા તમે પોતાના તથા અન્ય બેન્ક એકાઉન્ટમાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો જોકે તે માટે Paytm દ્વારા તગડો ચાર્જ વસૂલાય છે માટે શક્ય હોય તો Paytm સિવાય નીચે આપેલી બીજી Applications દ્વારા તમે ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

    2. BHIM

    Bharat Interface for Money નામની આ Application National Payments Corporation of India દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ભારત સરકારની આ અધિકારીક ડિજીટલ પેમેન્ટ એપ્લિકેશન નોટબંધી થવાના તુરંત બાદ જાહેર કરાઈ હતી. અહીંયા સહુથી મોટી સરળતા એ રહે છે કે તમે તમારી પ્રાદેશિક ભાષામાં પણ આ Application નો ઉપયોગ કરી શકો છો એટલે જો કોઈ અલ્પશિક્ષિત હોય તો તેને પણ આ Application વાપરવામાં સરળતા રહે છે. BHIM દ્વારા થતા દરેક ફંડ ટ્રાન્સફર Unified Payments Interface એટલે કે UPI ના માધ્યમથી જ ટ્રાન્સફર થાય છે અને તે સંપૂર્ણરીતે સુરક્ષિત છે. તમારા મોબાઈલ નંબર સાથે વેરિફિકેશન પ્રોસેસ થતા જ તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટર્ડ બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ તમારી સ્ક્રીન પર આવી જશે. હવે અહીંયા બીજી એક સરળતા એ રહે છે કે તમારે કોઈને ફંડ ટ્રાન્સફર કરવું હોય તો તમને સીધા તેમના UPI ID અથવા AADHAR અથવા તો બેન્ક એકાઉન્ટ અને IFSC કોડ થી ફંડ ટ્રાન્સફર કરી શકો છો અલબત્ત જેને ફંડ ટ્રાન્સફર કરવું છે તેમના UPI ID અથવા AADHAR ID અથવા તો બેન્ક એકાઉન્ટ તથા IFSC ની માહિતી તમારે પહેલા ફક્ત એક વખત એન્ટર કરવાની છે. BHIM દ્વારા થતા દરેક વ્યવહાર નિઃશુલ્ક છે અને એ માટે આપને અથવા તો આપ જેને પૈસા મોકલાવો છો તેમને પણ કોઈ જ ચાર્જ ચૂકવવાનો નથી.

    3. Phone Pe

    BHIM નું થોડું એડવાન્સ સ્વરૂપ એવી આ Application માં પણ તમે લગભગ દરેક યુટીલીટી એટલે દૈનિક જરૂરિયાતના બિલ્સ ચૂકવી શકો છો તથા અહીંયા પણ તમે પોતાના અથવા તો અન્ય બેન્ક એકાઉન્ટમાં Fund Transfer કરી શકો છો. અહીંયા સૌથી મોટી સરળતા એ છે કે તમે દરેક ફંડ ટ્રાન્સફર માટે કોઈ અલગ ચાર્જ ચુકવતા નથી પરંતુ અમુક Transacations પર તમને કંપની સામેથી Cashback અથવા તો વળતર આપે છે જે તમે અન્ય સર્વિસીસ જેમ કે ફોન બિલની ચુકવણી કે પછી ગેસ બિલ અથવા તો ઈલેક્ટ્રીસીટી બિલની ચુકવણીમાં વાપરી શકો છો. Phonepay દ્વારા પ્રત્યેક ફંડ ટ્રાન્સફર માટે ૧૦૦૦૦ રૂપિયાની લિમિટ મુકવામાં આવી છે, આખા મહિનામાં તમે ગમ્મે તેટલી વખત ફંડ ટ્રાન્સફર કરી શકો છો પણ દરેક વખતે મહત્તમ તમે ૧૦૦૦૦ રૂપિયા જ ટ્રાન્સફર કરી શકશો.

    4. TEZ

    ગુગલ દ્વારા તાજેતરમાં જ TEZ નામની ડિજીટલ પેમેન્ટ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આ Application પણ તમે પ્રાદેશિક ભાષામાં વાપરી શકો છો. અહીંયા પણ BHIM ની જેમ જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર થી તરત જ તમારી બેન્ક ડિટેલ્સ Application દ્વારા જાતે જ ભેગી કરી લેવાશે. અહીંયા પણ BHIM ની જેમ જ UPI ID તથા બેન્ક ડિટેલ્સ દ્વારા તમે તરત જ ફંડ ટ્રાન્સફર કરી શકો છો. ગુગલ દ્વારા TEZ ના પ્રમોશન માટે દરેક રેફરલ પર તમને 51 રૂપિયા તથા Transaction પર પણ વળતર આપવામાં આવે છે.

    eછાપું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here