અબોર્શન માટે ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓને આધાર આપતું સ્કોટલૅન્ડ

    0
    308

    યુકેના ઉત્તરી આયર્લેન્ડમાં અબોર્શન પર કાયદેસરનો પ્રતિબંધ છે. મહિલાઓ ત્યારે જ અબોર્શન કરવી શકે જ્યારે તેના જીવ પર કોઈ જોખમ હોય. આ પ્રકારના કાયદાને લીધે ઉત્તરી આયર્લેન્ડની અસંખ્ય મહિલાઓ ગુંગળામણ અનુભવતી હોય છે અને હવે આ મહિલાઓ સમક્ષ યુકેના જ એક અન્ય દેશ સ્કોટલૅન્ડ દ્વારા મદદનો હાથ લંબાવવામાં આવ્યો છે. સ્કોટલૅન્ડ સરકારે જાહેરાત કરી છે કે ઉત્તરી આયર્લેન્ડની એ મહિલાઓ જે અબોર્શન કરાવવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે તેમના દેશના દરવાજા ખુલ્લા છે.

    સ્કોટલૅન્ડના પબ્લિક હેલ્થ મંત્રી એલીન કેમ્પબેલના જણાવ્યા અનુસાર તેમની સરકાર એ તમામ વિઘ્નોને પણ બહુ જલ્દીથી દૂર કરવા માંગે છે જેનાથી ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓને સ્કોટલેન્ડ આવવામાં તકલીફ પડે છે. એલીન કેમ્પબેલના જણાવ્યા અનુસાર ગર્ભપાત એ ભાવનાત્મક વિષય છે પરંતુ તેમને એ બાબતે ગર્વની લાગણી મહેસૂસ થાય છે કે તેમની સરકાર મહિલાઓને સુરક્ષિત આરોગ્ય સુવિધા સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહી છે. કેમ્પબેલના કહેવા અનુસાર સરકારના ઉપરોક્ત નિર્ણયને લીધે જ તેમણે એવા પગલાં લીધા છે જેને લીધે ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓ જે ગર્ભપાત કરાવવા માંગતી હોય તેમને NHS (National Health Services) સ્કોટલૅન્ડ તરફથી સરળતાથી સારવાર મળી રહે.  કેમ્પબેલે ઉમેર્યું હતું કે તેમને જાણ છે કે ઉત્તર આયર્લેન્ડથી માત્ર અબોર્શન કરાવવા માટે મહિલાઓએ સ્કોટલૅન્ડ આવવા માટે કેટલી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, અને આથી જ તેઓ એવા પગલાંઓ લેવાના વિચારી રહ્યા છે કે એ મહિલાઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ સ્કોટલૅન્ડ સરળતાથી આવી શકે.

    ગયા વર્ષે જ જ્યારે સ્કોટલૅન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જાહેરાત કરી હતી કે તેઓ આ પ્રકારની એક વિનંતી પર વિચાર કરી રહ્યા છે ત્યારે તેમનો એન્ટી-અબોર્શન ચળવળકારીઓ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રેશિયસ લાઈફ જે અબોર્શનના વિરોધમાં ઉત્તરી આયર્લેન્ડમાં ખૂબ મોટી ચળવળ ચલાવે છે તેણે દાવો કર્યો હતો કે જ્યારે પણ સ્કોટલૅન્ડમાં આ પ્રકારનો કાયદો આવશે ત્યારે ત્યાં પણ તેનો જબરદસ્ત વિરોધ થશે. સંસ્થાના ડિરેક્ટર બર્નાર્ડેટ્ટ સ્મીથે કહ્યું હતું કે અબોર્શન ઉત્તરી આયર્લેન્ડમાં ગુનાહિત પ્રવૃત્તિ ગણાય છે અને સ્કોટલેન્ડનો નિર્ણય એ કાયદો અને લોકશાહીના મૂલ્યોનું હનન કરશે.

    માત્ર સ્કોટલેન્ડ જ નહીં પરંતુ ઇંગ્લેન્ડની સરકારે પણ જાહેર કર્યું હતું કે તે ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓને ઇંગ્લેન્ડમાં નિશુલ્ક અબોર્શનની સેવા પૂરી પડશે. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં અબોર્શન કરતી ત્રણ સૌથી મોટી સંસ્થાઓએ ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓ પાસેથી કોઇપણ પ્રકારની ફી લેવાનું બંધ કર્યું છે.

    સ્કોટલેન્ડનું કહેવું છે કે મહિલાઓને ઉત્તરી આયરલેન્ડમાં ત્યારે જ અબોર્શન કરવાની મંજૂરી મળે છે જ્યારે તેના જીવ પર કોઈ જોખમ હોય, પરંતુ કેટલાક એવા સંજોગો જેવા કે બળાત્કાર, લોહીના સંબંધ હોય તેવા વ્યક્તિ સાથેના સંભોગ કે પછી ગર્ભમાં કોઈ નાની-મોટી ખામી હોય અને આવનારા બાળક પર કોઈ જોખમ હોય ત્યારે મહિલાની શારીરિક કરતા માનસિક પરિસ્થિતિ પર વધારે જોખમ હોય છે અને આ માટે જ તેઓ ઉત્તરી આયરલેન્ડની મહિલાઓની મદદે આવ્યા છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here