સાયન્ટીફીક રિસર્ચમાં નાના દેશોમાં સ્ત્રીઓ પુરુષો કરતા આગળ

  2
  367

  શું સ્ત્રીઓ અને વિજ્ઞાનને કોઈ દુશ્મની છે? થોડા સમય અગાઉ જ આપણે eછાપું માં જ એક આર્ટીકલ વાંચ્યો હતો જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં બાળકીઓ બાળકો કરતા વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં પાછી પડે છે. આમ જો કુમળી વયથી જ જો છોકરીઓને વિજ્ઞાન જેવા મહત્ત્વના વિષયથી દૂર રાખવામાં આવે તો તે જ્યારે સ્ત્રીઓ બનીને ઉભરશે ત્યારે કેવી હાલત થશે એ સવાલ કોઈના પણ મનમાં આવે તે સ્વાભાવિક છે.

  પરંતુ UNESCO દ્વારા કરવામાં આવેલા એક તાજા સરવેમાં આશ્ચર્ય પમાડે તેવા પરિણામો બહાર આવ્યા છે. અમેરિકામાં ભલે સ્ત્રીઓ વિજ્ઞાન અને તેના રિસર્ચમાં પુરુષો કરતા હાલમાં ઘણા મોટા અંતરથી પાછળ હશે પરંતુ નાના દેશોમાં આ સંખ્યા એટલી બધી વધુ છે કે આપણને તે ઉત્સાહિત કરી શકે છે. UNESCO ના સરવેમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા, કેનેડા કે પછી યુરોપ જેવા આધુનિક દેશો કરતા સૂદૂર પૂર્વના દેશો જેવાકે મ્યાનમાર અને મલેશિયામાં કે પછી આફ્રિકાના ટ્યુનીશિયા જેવા દેશોમાં સાયન્ટીફીક રિસર્ચમાં મહિલાઓ પુરુષો કરતા અડધાથી પણ વધારે સંખ્યામાં આગળ છે.

  ભારતના જ પડોશી દેશ મ્યાનમારની વાત કરીએ તો અહીં મોટાભાગની રિસર્ચર્સ મહિલાઓ છે જે તેમનું પ્રમાણ 80% જેટલું ઊંચું લઇ જાય છે. યાંગુન યુનિવર્સીટીમાં 2013માં કરવામાં આવેલા ઓડિટના પરિણામોમાં 45 રિસર્ચસમાંથી 31 સ્ત્રીઓ હતી. મ્યાનમારમાં મહિલા વૈજ્ઞાનિકોની ઉંચી સંખ્યા એક તરફ આનંદ અપાવે છે તો બીજી તરફ એ હકીકત પણ છે કે અહીં તમામ વૈજ્ઞાનિકો સરકારી કર્મચારીઓ હોય છે આથી તેમને આર્થિક ક્ષેત્રે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. આ સ્ત્રી વૈજ્ઞાનિકો મહીને લગભગ રૂ. 20,000 જેટલો પગાર મેળવે છે જે મ્યાનમારની આર્થિક હાલત જોતા ઘણા ઓછા કહી શકાય.

  થાઈલેન્ડમાં પણ 53.9% રિસર્ચર્સ સ્ત્રીઓ હોવાનું UNESCOના સરવેમાં જણાવવામાં આવ્યું છે અને UNESCOનું કહેવું છે કે આ આંકડા સાચા છે. બેંગકોકની ચુલાલોંગકોર્ન યુનિવર્સીટીના વાઈસ ડીન પ્રોફેસર પતચાનીતા થામયોંગકીત મહિલા છે અને તેમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણું રિસર્ચ કર્યું છે. પ્રોફેસર થામયોંગકીતને જ્યારે તેમના રિસર્ચ માટે 2008માં અવોર્ડ મળ્યો ત્યારે તેમને કોઈ વૈજ્ઞાનિકના સેક્રેટરી તરીકે ભૂલથી ઓળખ આપવામાં આવી હતી, કારણકે કોઈ એ માની જ શકતું ન હતું કે એક મહિલા પણ સંશોધક હોઈ શકે. પ્રોફેસર થામયોંગકીત પોતાની સફળતા માટે થાઈલેન્ડના રાજપરિવારનો આભાર માને છે જેમણે કાયમ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

  ટ્યુનીશિયામાં વૈજ્ઞાનિક સંશોધન કરતી સ્ત્રીઓ લગભગ 53.9% જેટલી છે. કદાચ અન્ય આફ્રિકી દેશોની જેમ જ ટ્યુનીશિયામાં આજે પણ જૂનવાણી રીવાજો પ્રવર્તમાન છે અને તેના લીધે ઘણી હોંશિયાર સ્ત્રીઓ વૈજ્ઞાનિક બનવાથી વંચિત રહી જતી હોય છે. પ્રોફેસર ઓઉમ કાલ્થોમ બેન હસીને એક એવીજ મહિલા છે જેને 12 વર્ષની ઉંમરે તેમનો પરિવાર સ્કૂલમાંથી ઉઠાડીને પરણાવી દેવા માંગતો હતો. દક્ષિણ ટ્યુનીશિયામાં જન્મેલા હસીને કહે છે કે તેઓ તેમના શહેરમાંથી હાઈસ્કૂલમાં ગયા હોય તેવા પ્રથમ મહિલા છે અને આ માટે તેમના વિજ્ઞાનના શિક્ષક જવાબદાર છે જેમણે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કન્યાઓ માટે આટલી બધી તકલીફ હોવા છતાં લાઈફ સાયન્સમાં ટ્યુનીશિયામાં 76% PhD સ્ત્રીઓ થાય છે તે પણ એક હકીકત છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here