આજે રીલીઝ થયેલી CD નો એક્સક્લુઝિવ રિવ્યુ

    0
    343

    જેમ ફિલ્મો રીલીઝ થાય અને રિવ્યુ થતા હોય છે તો કોઈ તીખી તમતમતી CD રીલીઝ થાય ત્યારે પણ રિવ્યુ થવા જોઈએ. પેન ડ્રાઈવના જમાનામાં અને એક્સટર્નલ હાર્દિક ડિસ્ક સોરી હાર્ડ ડિસ્કના જમાનામાં CD લોન્ચ કરવી એ અત્યાર નાં યુગમાં ફ્લોપી વાપરવા જેવું છે. તેમ છતાં દોસ્તો આજે રિલીઝ થયેલી CD હિટ જઈ શકી હોત જો એમાં સેન્સર બોર્ડ દ્રારા આટલી કાતર ફેરવવામાં ના આવી હોત. CDમાં ઘણી ભૂલો છે ટાઈમીગ બ્લર કરવાનું રહી ગયું છે જેથી કોઇપણ મુવીમાં રેકોર્ડિગ ટાઈમીગ બતાવે તો મુવી ચાલતી નથી. તદ ઉપરાંત આ ઘણી જ લો-બજેટ CD છે. જે રૂમમાં શુટીગ કરાયું એ રૂમ નું ભાડું લગભગ મારું માનવું છે ત્યાં સુધી ૧૫૦૦ રૂપિયા સુધીનું જ હશે તેમજ 4K અને HD નાં જમાનામાં કેમ પ્રિન્ટ માં મુવી રીલીઝ કરાયું છે.

    આ ઉપરાંત લાલ ચોકડી ચોકડી વાળો બરમુડા એ તો માયા સારાભાઈનાં શબ્દોમાં કહું તો એક્સ્ટ્રીમલી વિરમગામી ડાઉન માર્કટ અને મિડલ ક્લાસ લાગે છે. આ બધાની જગ્યાએ જેન્યુઈન જોકી વાપરી શકાયા હોત અથવાતો VFX ગ્રાફિક્સ  બાહુબલી જેવું યુઝ કરી શકાયું હોત. આ ઉપરાંત રૂમમાં કોઈ ઘડિયાળ મૂકી એના પર પણ ફોકસ કરી શકાયું હોત કે પછી કોઈ કેલેન્ડર પર ઝૂમ કરીને તારીખ બતાવી હોત તો વધારે ઓથેન્ટિક લાગત. ઓડિયોના મુદ્દે પણ આ CD ઘણી માર ખાઈ જાય છે.

    અહીં ખરેખર તો ડીજીટલ ડોલ્બી સાઉન્ડ રાખવા જેવો હતો પરંતુ એ ન હોવાના કારણે પણ CDનો અવાજ સરખો સંભળાતો નથી. અથવા CDનો ઓરિજનલ સાઉન્ડ બંધ કરીને પાછળ ગીત વગાડવા જેવું હતું “ઇતની શક્તિ હંમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના, હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલ કર ભી કોઈ ભૂલ હો નાં”. આ CD કરતા તો તાજ હોટલવાળી CD વધારે ક્લીયર હતી એવું હોલિવુડ સાઈડની મુવી જોઇને બોલિવુડની મુવીઝનું કમ્પેરીઝન કરતા ઘણા રિવ્યુબાજો કરશે એ વાત ચોક્કસ છે.

    CD વધારે લોકો જોઈ શકે એ હેતુથી CDનું ટાઈમીગ ઓછું રાખવામાં આવ્યું છે જે એનો પ્લસ પોઈન્ટ છે. કારણકે આમ કરવાથી તેના વધારેમાં વધારે શો ચલાવી શકાશે અને આ CD પણ 100 કરોડની ક્લબમાં સામેલ થશે એવું મારું માનવું છે.

    CDમાં બેકગ્રાઉન્ડમાં દેખાતા પડદા ધોયેલા નથી અને CDમાં કેરેક્ટર પંખા ની સ્વિચ ચાલુ કરવામાં ઘણો ટાઈમીગ બગાડે છે એ ટાઈમીગ માં ડાયરેકટર ઘણું બધું બતાવી શક્યા હોત એવી નિરાશા પણ અહીં વ્યાપ્ત છે. આમ તો આ CD ને ઓવરઓલ પાંચ માંથી બે જ સ્ટાર મળતા પણ CDના સ્ટાર કલાકારે છેલ્લે મિડીયા ઇન્ટરવ્યુ કરીને થાય એ ઉખાડી લો એવો જે સની લીયોનીની CDમાં સની દેઓલ જેવો ડાયલોગ માર્યો એના કારણે એક માર્ક એક્સ્ટ્રા. આમ હું આ CDને પાંચમાંથી ત્રણ સ્ટાર આપું છું.

    દોસ્તો હજુ પાંચ દિવસ પછી કોઈ એ મનાલીની CD બહાર પાડવાની ધમકી આપી છે એની રીલીઝ ડેટ નક્કી ના હોઈ પાંચ દિવસ સુધી આજ CD અને નવું કોઈ મુવી પણ રીલીઝ થતું નાં હોઈ પટકથા, ગ્રાફિક્સ, રેકોર્ડિગ,સાઉન્ડ અને માણસ પોતે બધું ખરાબ ક્વોલીટી નું હોવા છતાં આ સી.ડી ઇઝીલી ૧૦૦ કરોડ ક્લબ માં સામેલ થશે .

    લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

    eછાપું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here