લાખ રુપેડી નો iPhone થયો હેક! જાણો કેમ?

    0
    464

    લ્યા હજુ તો એમ થતું હતું કે લોન બોન લઇને iPhone લેવો છે ત્યાં તો ના કરે નારાયણ એવા સમાચાર આવ્યા કે સાલું બ્રેકઅપની જેમ મનડું મરી ગયું! આમ તો અમારી જેવા લોકો ખાસ કરી ને સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ લેતા હોયે છીએ ત્યારે Apple જેવા ભીમકાય ચહેરા પર ખુબ ભરોષો હોવાનો! પરંતુ રાજા રાવણ જેવા ત્રિકાળ જ્ઞાની વ્યક્તિત્વનું જો આ જગત કાંઈ સાખી ના શકતું હોય તો Apple તો ઠીક હવે મારા ભઈ.

    હજી ગયા અઠવાડિયે Apple દ્વારા iPhone X બજાર માં વેચવા મૂક્યા જે તેના ફેસ લોક માટે જાણીતો હતો એને વિયેતનામની એક સિક્યુરિટી કંપની એ હેક કરી ને તેના ટોટલી ચિઠ્ઠા ફાડી નાખ્યા!

    Appleના VP અને CEO એ બહુ ધુબાકા માર્યા હતા કે અમો એ સારા સારા આર્ટિસ્ટ, ફેશીઅલ વિજ્ઞાનિક અને નકલખોરોની રિસર્ચ ટિમ બેસાડીને આ લોક બનાવ્યું છે જેને તોડવું 99% અશક્ય છે, પરંતુ “Bkav” નામની વિયેતનામી કંપનીએ સફળતાપૂર્વક એપલના આ મોબાઈલને ચહેરા વિના અનલોક કરી બતાવ્યો છે.

    Bkavના રિસર્ચરે પોતાનો ચેહરો 3D પ્રિન્ટેડ માસ્ક દ્વારા બનાવી તથા 2D મેકઅપ અને સિલિકોનનું નાક બનાવી એક નકલી ચહેરો આબેહૂબ પોતાના જેવો બનાવી પોતાનો જ iPhone X અનલોક કરી નાખ્યો.

    દુનિયા ના ઘણા લોકોએ આ સિક્યુરિટી ફીચર બાયપાસ કરવાના પ્રયત્નો કરેલા પરંતુ Bkavની ટીમ દ્વારા એમની વેબ સાઈટ પર એવું કહેવામાં આવેલ છે કે તે લોકો એ એપલ ના ‘આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ’ ને પારખી લીધું છે અને તેમાંથી તેને આ નબળો રસ્તો શોધી કાઢ્યો છે!

    Bkavની ટીમ ને ટોટલ $150 એટલે કે અંદાજીત 10000₹ નો ખર્ચો થયો 3D પ્રિન્ટર ને બાદ કરતા. જોકે 3D પ્રિન્ટર જ કરોડો માં આવે છે.

    એપલે iPhone X ની બોહળી વખતે કીધેલ કે ઇન્ફ્રારેડ લેઝર અને બીજી અતિ આધુનિક ટેક્નોલોજી થી 30000 જેટલા ચહેરા ના સ્નાયુઓ વડે આ લોક ની ચાવી બને છે જેને તોડી પાડવી અસંભવ છે, ખેર અત્યારે તો નીચે દર્શાવેલ વિડિઓમાં તો આ વાત રાહુલ ગાંધી જેવી સાબિત થાય છે અને ભવિષ્યનું જોઈએ એપલ દ્વારા શું જવાબ આવે તે.

    જોકે એક વાત ધ્યાન માં લેવાની છે કે આ ધતિંગ કરવામાં ઘણો સમય જોઈએ અને એમ ગમ્મે તેના ફોન હેક ના થઇ શકે એન્ડ્રોઇડ ની જેમ. આ તો ગયા વખતે FBI ને iPhone 5C માં પણ ધોતિયા ઢીલા થઇ ગયા હતા એટલે એના માટે કદાચ ખુશ ખબર હોઈ શકે! અને નક્કી નહીં કદાચ ફોનના ઓપરેટિંગ સિસ્ટમ સાથે આ વિયેતનામીઓ એ ચેન ચાળા કર્યા હોય સસ્તી સહાનુભૂતિ લેવા તો?

    વિડીઓ જોઈ લો અને કમેન્ટ કરો શું લાગે છે?

    eછાપું

    તમને ગમશે: સોશિયલ મીડિયાનો વધારે પડતો વપરાશ કિશોરો માટે હાનીકારક નથી

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here