ચાલો Emirates ના માત્ર ફર્સ્ટ ક્લાસ કેબિન ધરાવતા એરક્રાફ્ટની સફરે

0
384

Emirates ઓલરેડી મિડલ ઇસ્ટની સૌથી મોટી એરલાઈન્સ છે પરંતુ હવે તેણે માત્ર મધ્યપૂર્વની બાકીની એરલાઈન્સ જ નહીં પરંતુ વિશ્વની અન્ય એરલાઈન્સને પણ પાછી પાડી દે તેવું પગલું ઉઠાવ્યું છે. Emirates દ્વારા માત્ર બિઝનેસ ક્લાસ કેબીનો ધરાવતા એરક્રાફ્ટનો આવિષ્કાર કર્યો છે. સંપૂર્ણ સુવિધાઓ ધરાવતા આ એરક્રાફ્ટની સફરે જવું હોય તો આપણે માત્ર 7000 પાઉન્ડ પ્રતિ સફર માટે ખર્ચ કરવો પડશે.

જાણવા મળ્યા અનુસાર Boeing 777 એરક્રાફ્ટમાં Emirates દ્વારા 40 સ્ક્વેર ફૂટની લક્ઝરી કેબીનો બનાવી છે અને તેને અત્યારથી જ ‘ગેમ ચેન્જર’ તરીકે ઓળખાણ મળી ગઈ છે. આ કેબિનમાં તમને ભરપૂર એકાંત તો મળશે જ પરંતુ સાથે તમને અત્યંત સ્વાદિષ્ટ ભોજન અને તમારું ખુદનું 32” ટેલીવિઝન પણ મળશે.

ગત રવિવારે દર બે વર્ષે મળતા દુબઈ એર શો દરમ્યાન Emirates દ્વારા આ એરક્રાફ્ટને દુનિયા સમક્ષ પ્રથમવાર મુકવામાં આવ્યું હતું અને તેનો નજરો લેનારા તમામ તેની લક્ઝરી સુવિધાઓ જોઇને દંગ થઇ ગયા હતા.

જો અહીંની કેબિનોની વાત કરીએ તો ફ્લોર-ટુ-સીલીંગ સ્લાઈડીંગ ડોર્સ છે જે તમને મહત્તમ એકાંતની સુવિધા કરી આપશે આ ઉપરાંત દરેક સાઈડની દરેક કેબિનમાં એક વિન્ડો હશે અને તેની સાથે એક દૂરબીન પણ આપવામાં આવશે. જે મુસાફરોને વચ્ચેની કેબિન મળશે તેમને માટે ફાઈબર ઓપ્ટિક કેમેરા જે એરક્રાફ્ટની બહાર મુકવામાં આવ્યા છે તેનાથી આકાશનો લાઈવ નઝારો જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આટલું ઓછું નથી, દરેક કેબિનમાં વાયરલેસ રિમોટ કન્ટ્રોલથી ઓપરેટ થતો ખુદનો વોર્ડરોબ અને સમાન રાખવા માટે પર્સનલ સ્પેસ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત તમારી કેબિનનું ટેમ્પરેચર તમે માત્ર એક બટનથી તમારી અનુકુળતાએ ગોઠવી શકશો. આ ઉપરાંત કેબિનમાંથી બહાર નીકળ્યા વગર પ્રવાસીઓ વિડીયો કોલ દ્વારા ડ્રીંક અથવાતો અન્ય ખાદ્ય પદાર્થો ઓર્ડર કરી શકશે અને તેને એક ખાસ સર્વિસ વિન્ડો દ્વારા સર્વ પણ કરવામાં આવશે જેથી અન્ય પ્રવાસીઓને ખલેલ ન પહોંચે.

કેબિનની સીટો Mercedes-Benz S-Classની સીટોથી પ્રેરણા પામી છે જે સંપૂર્ણપણે રીક્લાઈન કરી શકે છે અને તમારી પસંદગી અને મૂડ અનુસાર જે-તે પોઝીશનમાં તમે બેસી અથવાતો સુઈ શકો છો.

તો તમે તૈયાર છો આ સ્વર્ગસમા Emirates ના ફક્ત બિઝનેસ ક્લાસ એરક્રાફ્ટમાં સફર કરવા માટે? કારણકે તેની પ્રથમ સફર 1 ડિસેમ્બરે બ્રસલ્સ અને જીનિવા જવા ઉપડી રહી છે.

ત્યાંસુધી જોઈએ તેનો આ વિડીયો.

 

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here