બિચારો ટોમ મૂડી નિર્દોષ છે; ડાબેરી મિત્રોં એમને પ્લીઝ છોડી દો

    0
    347

    ક્રેડીટ એજન્સી Moody’s એ લગભગ 14 વર્ષ બાદ ભારતનું રેટીગ વધાર્યું જે બાબતને ઓલમોસ્ટ બધા ભારતીયો તેમજ સ્ટોક માર્કેટે પણ વધાવી લીધી અને કેટલાક અખબારોએ તો આ સમાચારને મુખપૃષ્ઠ પર સ્થાન આપ્યું. સરકાર પણ પોતાના સારા કામો ને કારણે Moody’s ભારત નું રેટીગ વધાર્યું છે એમ કહીને પોતાની પીઠ થાબડી રહી હતી અને જે યોગ્ય પણ હતું. પરંતુ આ રેટિંગ્સને કારણે Moody’s અને મૂડી વચ્ચે આપણા ડાબેરી ભાઈઓમાં જબરી કન્ફયુઝન ઉભી થઇ ગઈ.

    જેમ Moody’s લોકોના મૂડ ગમે ત્યારે બદલાઈ શકે એમ આ રેટિંગ્સના જાહેર થયા બાદ CPMના નેતા સીતારામ યેચૂરીએ લગભગ કહી જ દીધું કે બોસ જો અમે તો પહેલા જ કીધું હતું ભારત હવે મૂડીવાદી દેશ બનતો જાય છે અને મૂડી એ રેટીગ વધાર્યું એ એનો બોલતો પુરાવો છે. પોતાના સુપ્રિમોનું આવું ‘વેધક’ સ્ટેટમેન્ટ સાંભળી CPM ના ચેલા-ચપાટાઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ અને જાણે Moody’s એ ‘Modi’s’ હોય એવી રીતે એનો વિરોધ કરવા લાગ્યા. પરંતુ અહીં એક તકલીફ ઉભી થઇ, સીતારામ યેચૂરી સાહેબ તો ભણેલા ગણેલા છે પણ તેમના અંધ ચેલાઓ તો કદાચ એટલાબધા ભણેલા નહીં હોય પણ આપણા બોસે કીધું એટલે વિરોધ કરવો એ આપણા ફરજનો હિસ્સો બની જાય છે એમ માનીને એમણે સોશિયલ મીડિયામાં Moody’s વિરુદ્ધ વિરોધ ઠાલવી દીધો.

    પણ વિરોધ ઠાલવ્યો ત્યાં સુધી વાંધો નહોતો પણ CPM સમર્થકોને ખબર જ નહતી કે ખરેખર આ Moody’s કોણ છે એટલે બચારો ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટોમ મૂડી એમના હાથે ચઢી ગયો. એમાં પણ એ દિવસે ટોમ મૂડીનો બર્થ ડે હતો એટલે એને એવું લાગ્યું કે ભારતમાં પેલા પોઝીટીવ રેન્કિંગ બદલ ‘ભક્તો’ એને ખાસ બર્થ ડે વિશ કરી રહ્યા છે. CPMનાં સમર્થકો ટોમ મૂડીને મલયાલમ ભાષામાં ‘સ્વસ્તિ’ ઠપકારી રહ્યા  અને આ કારણે ટોમ મૂડી અચાનક ટ્વીટર પર પણ ટ્રેન્ડ પણ થવા લાગ્યો.

    આ જોઇને ટોમ મૂડી તો બાપડો ખુશખુશાલ થઇ ગયો હશે કે ભારતમાં એના કેટલા ચાહકો છે? બીજી બાજુ CPM વાળા પણ ખુશખુશાલ છે કે જોયું ભારત નું રેટીગ સાવ મફતમાં વધારી આપનાર ટોમ મૂડીના ફેસબુક પેજ પર એના બર્થ ડેની પોસ્ટની જ કોમેન્ટોમાં અમે કેવું જોરદાર લખી આવ્યા? પણ કદાચ સાથે એમને એ ડર પણ લાગ્યો હશે કે મૂડી તો ખુશ હશે જ પણ ભારતને આટલું ખુશ જોઈ ને એની રેટીગ એજન્સી Moody’s ફરી પાછું ભારતનું રેટીગ નાં વધારે સારું ન કરી આપે તો સારું.

    હવે મને એ બીક છે કે મોદીનો વિરોધ કરવા મૂડીનો વિરોધ કરતા કેરળના લોકો પોતાના ધંધાનાં સળગાવી દે કેમકે એમાં તો એમની મૂડી જ લાગેલી છે .તો તમે પણ આ બધું છોડી ને તમારો મૂડ સુધારવો હોય તો eછાપું વાંચતા થઇ જાવ કેમકે આવી મૂડ સુધારા ની વાતો વાંચવા માં તમારી જરાય મૂડી ખર્ચાવાની નથી અને આવું વાંચવામાં તમને ટોમ એન્ડ જેરી સોરી મૂડી જેવી મજા આવવાની છે.

    લેખ પૂરો કરીએ એ પહેલા બે વખત વર્લ્ડ કપ જીતનાર ખૂદ ટોમ મૂડીનું રિએક્શન પણ જાણી લઈએ?

    લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here