આવો જાણીએ One Plus 5T સ્માર્ટફોન વિષે

    0
    325

    ગયા ગુરુવારે બજારમાં આ વર્ષનો કદાચ most anticipated સ્માર્ટફોન જેને કહી શકીએ તેવો One Plus 5T લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનનું પહેલી નજરે આકર્ષક લાગે તેવું ફિચર છે તેનું ‘edge to edge’ ડિસ્પ્લે અને કંપનીનું iPhone કરતા પણ વધારે સમૃદ્ધ user experience પર ભાર મૂકવાની યોજના.

    One Plus 5T માં 6 ઇંચનો AMOLED ડિસ્પ્લે છે જે One Plus 5 કરતા સહેજ મોટો છે અને તેમાં અતિશય સેન્સેટીવ સેન્સર છે જે યુઝરને અદ્ભુત નેવિગેશન કરવાની સુવિધા આપે છે. આ સ્માર્ટફોનમાં જે 1080×2160 પિક્સલનું રેઝોલ્યુશન ધરાવે છે તેમાં પહેલા કદીયે જોવા ન મળ્યો હોય તેવો 18:9 નો રેશિયો જોવા મળે છે.

    એક અનોખું ફિચર આ ફોનમાં એ છે કે તેની પાસે ‘Gaming DND’ ની સુવિધા છે જેનાથી યુઝર નોટીફીકેશન્સ ગેમ બંધ કર્યા વગર જ પોસ્ટપોન કરી શકે છે. One Plus 5T ની બેટરી 3300 mAh કેપેસીટી ધરાવે છે જે એક ફૂલ ચાર્જીંગમાં લગભગ આખો દિવસ ફોનને એક્ટીવ રાખી શકે છે. One Plus 5T સ્માર્ટફોન Oxygen ઓપરેટીંગ સિસ્ટમ ધરાવે છે જે Android Nougat પર કાર્ય કરે છે.

    તમને ગમશે: NASA દ્વારા અવકાશમાં મોકલાયેલ સૌથી પાવરફૂલ સુપરકમ્પ્યુટર અને તેના કર્તા ડૉ ગોહ ઈન્ગ લીમ

    હવે One Plus 5T ખરીદવા ઈચ્છતા કોઇપણ ગ્રાહકને જે ફિચર અંગે જાણવાની સૌથી વધારે ઉત્સુકતા છે તેની વાત કરીએ અને એ ફિચર છે આ ફોનનો કેમેરા. One Plus 5T માં ફ્રન્ટ કેમેરા 16 megapixel નો છે જેમાં Sony IMX sensor  આવેલું છે. આ સ્માર્ટફોન એક સેકન્ડરી કેમેરા પણ ધરાવે છે જેમાં 1080p રેઝોલ્યુશન છે અને 30 ફ્રેમ્સ પર સેકન્ડના હિસાબે વિડીયો શૂટ કરી શકે છે. આ સ્માર્ટફોનનું શ્રેષ્ઠ ફિચર કદાચ એ છે કે તે 720p રેઝોલ્યુશન સાથે ટાઈમ-લેપ્સ વિડિયોઝ 120 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડની સ્પિડથી રેકોર્ડ કરી શકે છે.

    One Plus 5Tના પ્રોસેસરની ચર્ચા કરીએ તો તેમાં Snapdragon 835 પ્રોસેસર છે અને Adreno 540 ગ્રાફિક્સ પણ છે. જો કે આ ફોનમાં microSD કાર્ડ માટે કોઈજ સ્પેસ આપવામાં આવી નથી પરંતુ તેમાં બે નેનો સીમ સ્લોટ જરૂર આપવામાં આવ્યા છે. પોતાનો સ્માર્ટફોન ‘કૂલ લૂક્સ’ ધરાવે એવી ઈચ્છા ધરાવનારાઓ માટે ખરાબ સમાચાર એ છે કે One Plus 5Tમાં હેડફોન જેક જાળવી રાખવામાં આવ્યો છે.

    One Plus 5T નું જો કોઈ અતિશય આકર્ષક ફિચર હોય તો તે છે ફેસ અનલોક ફિચર. પંડિતોનું માનવું છે કે આ ફીચર iPhone X કરતા ફાસ્ટ અને વધારે સરળ છે અને કદાચ તે iPhone X કરતા One Plus 5Tને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવે છે. જો કે આ સ્માર્ટફોન હજી પણ ફિંગરપ્રિન્ટ અનલોકર ધરાવે છે પરંતુ તેને ફોનની પાછળની તરફ ધકેલી દેવામાં આવ્યું છે જે આજકાલનો ટ્રેન્ડ છે.

    One Plus 5T ના 6GB RAM વાળું મોડલ રૂ. 32,999 માં ઉપલબ્ધ છે જ્યારે One Plus 5 5Tના 8GB RAM 128GB વર્ઝનની કિંમત રૂ. 37,999 જાળવી રાખવામાં આવી છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here