વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની ત્રીજી સૌથી વિશ્વાસપાત્ર સરકારના કેપ્ટન

    0
    414

    દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકારો તેમની સરકારને દેશવિરોધી તેમજ પ્રજા વિરોધી ગણાવી રહ્યા છે. પરંતુ હાલમાં કરવામાં આવેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ચાલી રહેલી NDA સરકાર વિશ્વની ત્રીજી સૌથી વિશ્વસનીય સરકારોમાંથી એક છે. આ સરવેના આંકડા એમ જણાવવામાં આવ્યું છે કે દેશના દર ચારમાંથી ત્રણ નાગરિકોને તેમની સરકાર પર અતૂટ વિશ્વાસ છે.

    સરવેમાં આગળ જણાવવામાં આવ્યું છે કે દેશના નાગરિકોને દેશની આર્થિક પરિસ્થિતિ, રાજકીય જાગૃતિ અને ભ્રષ્ટાચાર અંગેના મામલાઓ સાથે કામ પાર પાડવા માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓથી સંતોષ છે. આમ અહીં એ સાબિત થાય છે કે દેશના લોકોને મોદી સરકારના નોટબંધી કે પછી GST જેવા આર્થિક સુધારાથી કોઈજ વાંધો નથી અને તે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના એ અંગેના વિરોધાભાસી દાવાને પણ ખોટો પાડે છે.

    ઉપરોક્ત સરવે ધ ગેલઅપ વર્લ્ડ પોલ (GWP) દ્વારા વિવિધ દેશોમાં કરવામાં આવ્યો હતો. સરવેમાં દરેક દેશના 1000 લોકોને માત્ર એક જ સવાલ પૂછાયો હતો કે શું તેઓ પોતાની સરકાર પર વિશ્વાસ કરે છે કે કેમ? આ સરવે મુજબ 82-82 ટકા સાથે સ્વિત્ઝરલેન્ડ અને ઇન્ડોનેશિયા ટોચના બે ક્રમે રહ્યા હતા અને  ભારત 73% સાથે બીજા ક્રમે રહ્યું હતું. આ ત્રણ દેશો બાદ લિસ્ટમાં અનુક્રમે લક્ઝમબર્ગ, નોર્વે, કેનેડા, તૂર્કી, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ,  નેધરલેન્ડ્સ, જર્મની, ફિનલેન્ડ અને સ્વિડનની સરકાર રહી હતી.

    સૌથી વિશ્વાસપાત્ર સરકારોના ટોપ 10 ના લિસ્ટમાં વિશ્વની મહાસત્તાઓ જેવીકે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયાની બાદબાકી જરૂર આશ્ચર્ય પમાડે છે. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધનો વધતો લોકમત તેમજ યુકેમાં થેરેસા મે જે થોડા સમય અગાઉ બહુમતી ન ધરાવતા હોવાથી ફરીથી સત્તા પર આવ્યા છે એ કારણો પણ આ બંને દેશોને આ લિસ્ટના ટોપ 10 માં ન લાવી શક્યા હોય તેની શક્યતાઓ વધુ રહેલી છે.

    તમને ગમશે: પ્રભાસ તેની એક જીદને કારણે બોલીવુડમાં એન્ટ્રી કરી શકતો નથી

    આ અગાઉ ગયા અઠવાડિયે Pew દ્વારા પણ એક સરવે કરવામાં આવ્યો હતો જેમાં 2,464 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાં પણ 10 માંથી 9 લોકોએ નરેન્દ્ર મોદી સરકારમાં પોતાનો વિશ્વાસ મૂક્યો હતો અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરતાં ખૂબ મોટા માર્જીન સાથે નરેન્દ્ર મોદીને પહેલું સ્થાન આપ્યું હતું.

    Pew ના સરવેમાં એ સ્પષ્ટ થયું હતું કે ભારતીય અર્થતંત્ર અંગે મોદી સરકારે લીધેલા પગલાંઓને વધુને વધુ લોકોનો ટેકો મળી રહ્યો છે. 2014 કરતા આ સરવેમાં આ વર્ષે 19% વધુ લોકોએ મોદી સરકારને પોતાનો ટેકો જાહેર કર્યો છે. તો પુખ્તવયના લોકો જેમને ભારતની આર્થિક પરિસ્થિતિ ‘ઘણી સારી’ લાગી રહી છે તેમની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણગણો વધારો નોંધાયો છે.

    આમ વિપક્ષોનો એ આરોપ ભારતના નાગરિકો મોદી સરકારથી કંટાળી ગયા છે, તે આ બંને સરવેના આંકડાઓથી ખોટો સાબિત થાય છે.

    eછાપું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here