ભારતની તેલ કંપનીઓ હવે Generation Next બિઝનેસમાં ઝંપલાવશે

    0
    316

    છેલ્લા 15 વર્ષમાં ખનીજતેલનો વ્યાપાર દર વર્ષે 5 થી 7 ટકાના દરે વિકસી રહ્યો છે. તેલ વેંચતા આરબ દેશોની ભાવ વધારા અંગેની દાદાગીરી, વિશ્વભરમાં ખનીજતેલના વપરાશથી વધી રહેલું પ્રદુષણ, ખનીજ તેલનો ઘટતો જતો સ્ટોક વગેરે કારણોને ધ્યાનમાં લઈને એક મજબૂત વિકલ્પ તરીકે હવે લોકોનું ધ્યાન ઇલેક્ટ્રિક વેહિકલ્સ પર વળ્યું છે. લોકોની માનસિકતાને ધ્યાનમાં લેતા એવું કહેવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં ભારતમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સની સંખ્યા ખૂબ ઉંચા લેવલે જવાની છે. આ સમય જ્યારે આવે ત્યારે ભારતની તેલ કંપનીઓને નુકસાન ન થાય તે માટે કેન્દ્રના વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરી અત્યારથી જ પગલા લઇ રહ્યા છે.

    ગડકરીના ખુદના ગૃહ શહેર નાગપુરમાં ભારતની બે સૌથી મોટી તેલ કંપનીઓ IOC અને HPCL દ્વારા ચાર્જીંગ સ્ટેશન્સ શરુ કરવામાં આવ્યા છે. દેશમાં આ પ્રકારે ચાર્જીંગ સ્ટેશન્સ શરુ કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. જેમ આગળ જણાવ્યું એ મુજબ એક સમય એવો આવશે જ્યારે આપણા દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ખૂબ વધી જવાની છે. ભવિષ્યના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને Mahindra & Mahindra મોટે પાયે ઇલેક્ટ્રિક વેહિકલનું ઉત્પાદન ઓલરેડી શરુ કરી ચૂક્યું છે અને Maruti એ પણ ગુજરાતમાં તેના મહેસાણા નજીકના પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે તેનું વિશ્વભરનું સૌથી પ્રથમ યુનિટ પણ શરુ કરી દીધું છે.

    આમ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા જેમ જેમ વધતી જશે તેમ તેમ ઉપરોક્ત બંને તેલ કંપનીઓ પોતપોતાના પેટ્રોલ પંપમાં ચાર્જીંગ સ્ટેશનોની સંખ્યા વધારતી જશે. નાગપુરમાં ઓનલાઈન કેબ કંપની Ola દ્વારા ઓલરેડી ઇલેક્ટ્રિક કેબ સર્વિસ શરુ કરી દેવામાં આવી છે અને નાગપુરના બંને ચાર્જીંગ સ્ટેશનો પર તે પોતાની ટેક્સીઓનું ચાર્જીગ કરશે. Ola એ મોટાપાયે ઇલેક્ટ્રિક કેબ શરુ કરવા માટે Mahindra & Mahindra સાથે જોડાણ કર્યું છે અને તેણે પ્રથમ 250 ઇલેક્ટ્રિક કારનો ઓર્ડર પણ આપી દીધો છે.

    તમને ગમશે: ઓક્સફર્ડ ડિક્શનરી સમજાવે છે 7 ભારતીય વાનગીઓનો મતલબ

    IOC અને HPCL દ્વારા નાગપુર ઉપરાંત વિશાખાપટ્ટનમ અને વિજયવાડામાં પણ બહુ જલ્દીથી ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવનાર છે. આ પ્રકારની વ્યવસ્થા પોતાના રાજ્યમાં વધુને વધુ ગોઠવાય તે માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અંગત રસ લઇ રહ્યા છે. IOC નો આવનારા બે થી ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં 1000 ચાર્જીંગ સ્ટેશન્સ સ્થાપવાની યોજના છે.

    નાગપુરના એરપોર્ટ ખાતે Ola નું હાઈકેપેસીટી ચાર્જીંગ સ્ટેશન છે જ્યાં એક ઇલેક્ટ્રિક કારનું ફૂલ ચાર્જીંગ માત્ર 90 મિનીટ્સમાં કરવામાં આવે છે. પેટ્રોલ પંપની સાથે ચાર્જીંગ સ્ટેશન રાખવાથી જાનમાલની સુરક્ષાને કોઈ અસર ન થાય તે માટે સરકારી એજન્સી Petrolium and Saftey Organisation (PESO) દ્વારા નિયમો બનાવ્યા છે અને તેણે આ નિયમો હેઠળ દેશભરમાં IOC અને HPCL ને 12 ચાર્જીંગ સ્ટેશનો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે.

    ભારતમાં હવે સરકારના ભરપૂર પ્રયાસો થકી રિન્યુએબલ એનર્જી અંગે જાગૃતિ આવતી જાય છે અને જેમ જેમ સમય વીતશે તેમ તેમ હાલના ઇંધણને સ્થાને નવી વ્યવસ્થા ગોઠવાતી જશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here