વિશ્વભરની અવકાશ સંસ્થાઓ સાથે મળીને ISRO કમાલ કરવાનું છે

    0
    393

    ભારતની અવકાશ રિસર્ચ સંસ્થા ISRO હવે અવકાશના ત્રણ મહત્ત્વના ગ્રહોના રિસર્ચ પર ખાસ ધ્યાન આપી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણ ગ્રહો છે મંગળ, શુક્ર અને સૂર્ય. એવું જાણવામાં આવ્યું છે કે ISRO આ શોધ દ્વારા એક વૈજ્ઞાનિક ડેટા ઉભો કરવા માંગે છે જેથી ભવિષ્યમાં વધુને વધુ સંશોધનકારોને મદદ મળતી રહે. અત્યારસુધી ભારતની આ વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત સંસ્થાએ ચંદ્રયાન – I અને મંગલયાન-I ને સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.

    ઉપરોક્ત ત્રણ મહત્ત્વની યોજનાઓ ઉપરાંત ISRO આવતે વર્ષે માર્ચ મહિનામાં ચન્દ્ર પર પણ એક યાન મોકલવાનું છે જેમાં એક લેન્ડર અને રોવર હોય અને તે આ ગ્રહ પર રહેલા પાણી અને હિલીયમ અંગે સંશોધન કરશે. ત્યારબાદ ISRO ‘આદિત્ય’ યાન લોન્ચ કરશે જે સૂર્યને વધુ સારી રીતે સમજવા માટે કાર્ય કરશે.

    આ બંને યાન બાદ ISROની યોજના અનુસાર તે મંગલયાન-II મોકલશે જે તેના અગાઉના માર્સ મિશનના ફોલોઅપ તરીકે કાર્ય કરશે અને ત્યારે બાદ બે અન્ય સેટેલાઈટ લોન્ચ દ્વારા તે શુક્ર ગ્રહ પર રહેલા એસ્ટેરોઈડ્ઝ તેમજ એક ટેલિસ્કોપ લોન્ચ બાદ એસ્ટ્રોસેટ-I ના ફોલોઅપનું કાર્ય પણ હાથ ધરશે.

    ISROનું કહેવું છે કે તે વૈજ્ઞાનિકોની કમ્યુનીટીમાંથી મળતા ફિડબેકને ધ્યાનમાં લઈને આવનારા મિશનોનું આયોજન કરી રહ્યું છે. ISROના કહેવા અનુસાર હાલમાં અવકાશ રિસર્ચ અંગે ખાસોએવો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. અહીં મહત્ત્વની બાબત એ છે કે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવનારા આ તમામ મિશનોમાં સહકાર આપવા માટે અન્ય દેશો પણ ખાસા ઉત્સાહિત જણાઈ રહ્યા છે. જાપાનની અવકાશ એજન્સી JAXA નું કહેવું છે કે તે ISROના મૂન એક્સ્પોરેશનમાં સહભાગી બનશે અને લેન્ડીંગ રોવર દ્વારા પરત લાવવામાં આવેલા સેમ્પલોનું તે ISRO સાથે મળીને પરીક્ષણ પણ કરશે.

    તમને ગમશે: લોકપ્રિય હોવા છતાં ઐશ્વર્યા રાય બચ્ચન હોલીવુડને કેમ ઇગ્નોર કરી રહી છે?

    આ ઉપરાંત ફ્રેન્ચ સ્પેસ એજન્સી CNES અને ISROએ સાથે મળીને સરલ અને મેઘા ટ્રોફીક્સ નામના બે સેટેલાઈટ બનાવીને લોન્ચ કર્યા છે. આ બંને સેટેલાઈટ સમુદ્રો અને ચોમાસા પર ક્લાઈમેટ ચેન્જની શી અસર પડી રહી છે તેનો અભ્યાસ કરી રહ્યા છે. CNES ટીમ ઇન્ડસને લુનાર રોવર માટે જરૂરી એવા કેમેરા પણ પૂરા પાડી રહ્યું છે. ટીમ ઇન્ડસ એક પ્રાઈવેટ સ્ટાર્ટ અપ છે જે ISRO સાથે મળીને આવનારા માર્ચ મહિનામાં લોન્ચ થનારા મૂન મિશનમાં ભાગ લેશે.

    તો ISRO અને NASA પણ ભેગા મળીને એક ઈમેજીંગ સેટેલાઈટ બનાવી રહ્યા છે જે કુદરતી સ્ત્રોતોનું મેપિંગ અને મોનીટરીંગ કરશે તે ઉપરાંત એક સમગ્ર પાક સાયકલ દરમિયાન થનારા એગ્રીકલ્ચર બાયોમાસ પર પણ નજર રાખશે.

    દુનિયાભરની અવકાશ સંસ્થાઓ સાથે મળીને સંશોધન કરવાનું કારણ ISRO એમ જણાવે છે કે સંશોધન કરવા માટેના સ્તોત્ર ઓછા છે પરંતુ તેના માટેના પડકારો અતિવિશાળ હોવાને લીધે સંયુક્ત સંશોધન ખૂબ મદદરૂપ સાબિત થતા હોય છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here