તજ તમારા વજનને ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ બનશે?

    0
    589

    શરીરમાં રહેલા પેલા ‘એક્સ્ટ્રા પાઉન્ડ્સ’ ને ઘટાડવા કોણ નથી ઇચ્છતું? પણ કાયમ આપણને સમય નડી જતો હોય છે અને જો સમય ન નડતો હોય તો આપણું આળસ આપણને જરૂર નડે છે. પરંતુ કેટલાક એવા ખાદ્ય તત્વો જરૂર છે જે આપણને આપણા રસોડામાં જ મળી રહે છે અને તે આપણને પેલા વધારાના વજનને ઘટાડવામાં આસાનીથી મદદ પણ કરતા હોય છે. આવું જ એક તત્વ છે તજ. જીહા, અત્યારસુધી આપણે તજ ને માત્ર એક મસાલો અથવાતો તેજાનો તરીકે ઓળખતા હતા પરંતુ આજે આ લેખ વાંચીને તમારી તજ પ્રત્યેની સમગ્ર દ્રષ્ટિ બદલાઈ જવાની છે.

    એક નવા અભ્યાસ અનુસાર તજમાં એવા તત્વો છે જે તમારા શરીરના મેટાબોલીઝમને સુધારે છે કારણકે તે ચરબી ધરાવતા સેલ્સને બાળી નાખે છે.પરંતુ આપણને સવાલ તો થાય જ કે એમ કેવી રીતે તજના ખોરાકમાં વપરાશ માત્રથી આપણું વજન ઘટી જશે? એક્ચ્યુલી Cinnamaldeyde એક જરૂરી તૈલી તત્વ છે જે તજને તેનો સ્વાદ આપે છે અને તે જ માત્ર ચરબીયુક્ત સેલ્સ પર જ કાર્ય કરીને મેટાબોલિક હેલ્થને સુધારે પણ છે. ઉપરોક્ત તૈલી તત્વ દ્વારા ચરબીયુક્ત સેલ્સ પર થતી સમગ્ર પ્રક્રિયાને thermogenesis કહેવામાં આવે છે.

    યુનિવર્સીટી ઓફ મિશિગનના રિસર્ચ આસિસ્ટન્ટ પ્રોફેસર જુન વુ કહે છે કે હજારો વર્ષોથી તજ એ આપણા રોજીંદા ખોરાકની બનાવટનો ભાગ રહ્યા છે અને લોકોને તેનો સ્વાદ સામાન્યત: ભાવતો હોય છે. તજનો ખોરાકમાં થતો વપરાશ જ આપણને જાડા થવાથી રોકવા માટે છે. જે લોકો ઓબેસિટીથી પીડાય છે અને તેઓ એ અંગેની કોઈ ટ્રીટમેન્ટમાંથી પસાર થતા હોય તો તેમના માટે મેટાબોલિક હેલ્થ ઈમ્પ્રુવ કરવા માટે જો ખોરાકમાં તજ લેવાનું પાલન કરવામાં આવે તો તેમને જરૂર ફાયદો થતો હોવાનું જુન વુ ઉમેરે છે.

    તમને ગમશે: ભારત માટે આનંદના સમાચાર લઈને આવ્યું ઈરાનનું ચાબહાર પોર્ટ

    આ ઉપરાંત બહારથી મળતા મસાલા તેમજ ખોરાકમાં પણ થોડાવત્તા અંશે તજનો ઉપયોગ તો થતો જ હોય છે આથી ટ્રીટમેન્ટ લેતા દર્દીઓને પણ તજ ઉપયોગમાં લેવા માટે આસાનીથી સમજાવી શકાય છે. આ અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે જે જે હ્યુમન સેલ્સને cinnamaldehyde સાથે ટ્રીટ કરવામાં આવ્યા હતા તેમાં ઘણા જીન્સ અને એન્ઝાઈમ્સમાં સુધારો જોવા મળ્યો હતો જે લીપીડ મેટાબોલીઝમમાં ઉમેરો કરતા હોય છે.

    રિસર્ચર્સ દ્વારા એવી કોશિશ પણ કરવામાં આવી હતી કે થર્મોજેનેસિસને એક્ટીવ કરી શકે તેવા ફેટ સેલ્સમાં ત્વરિતતા લાવવાના રસ્તાઓ શોધવામાં આવે અને જુન વુનું કહેવું છે કે તજમાં આ પ્રકારના રસ્તાઓ પણ જોવા મળ્યા હતા.

    તો રાહ શેની જુવો છો? આજથી જ તમારા રોજના ખોરાકમાં કોઈને કોઈ રીતે તજ ને સામેલ કરો અને વધતી જતી ચરબીને નિયંત્રિત કરો.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here