હોલિવુડના ઢગલો સેક્સ સ્કેન્ડલ્સ બહાર આવી શકે છે: LAPD

  0
  370

  લોસ એન્જેલસ પોલીસ ડીપાર્ટમેન્ટના (LAPD) ચીફ ચાર્લી બેકના કહેવા અનુસાર તેમના વિભાગના નિષ્ણાતો જે હાલમાં બે ડઝનથી પણ વધારે હોલિવુડ સેક્સ સ્કેન્ડલ્સ પર તપાસ ચલાવી રહ્યા છે તેમને કદાચ મોટી સંખ્યામાં આ પ્રકારના સ્કેન્ડલ્સની તપાસ હાથ ધરવી પડે તેમ છે.  બેકનું કહેવું છે કે LAPDના ધ્યાનમાં હજીપણ વધુ હાઈપ્રોફાઈલ સેક્સ ક્રાઈમ રિપોર્ટ્સ આવનારા અઠવાડિયાઓ કે પછી મહિનાઓમાં આવી શકે છે. તેમણે આ પ્રકારના ગુનાઓથી પીડિત તમામ લોકોને આગળ આવીને ડર્યા વગર ફરિયાદ નોંધાવવાની અપીલ પણ કરી હતી.

  અત્યારે હોલિવુડ મોગલ હાર્વે વેઇનસ્ટેન સહીત LAPD પાસે હોલિવુડ અને મીડિયા સેલિબ્રિટીઝ વિરુદ્ધ કુલ 28 મામલાઓ તપાસ હેઠળ છે. જેમાં જાણીતા નામોમાં એક્ટર એડ વેસ્ટવિક, લેખક મરે મિલર અને એજન્ટ ટેલર ગ્રેશામ સામેલ છે. આ ઉપરાંત પણ વિભાગે સેક્સ ક્રાઈમના બીજા 37 મામલાઓ જે તે કાયદા અધિકારીઓની સમીક્ષા માટે મોકલી આપ્યા છે જેમના ન્યાયક્ષેત્રમાં આ મામલાઓ આવે છે.

  LAPD પાસે અત્યારે સેક્સ ક્રાઈમને લગતા એટલા બધા મામલાઓ ભેગા થઇ ગયા છે કે તેણે બે ડિટેક્ટિવ્ઝ ધરાવતી પાંચ ટીમો બનાવી છે જે માત્ર હોલિવુડ સંબંધિત સેક્સ ક્રાઈમનું ઈન્વેસ્ટીગેશન કરી રહી છે. આ ટીમમાં જુના એવા કેસો પર કામ ચલાવી ચૂકેલા નિષ્ણાતો પણ છે જે કેસો પૂરાવાના અભાવે બંધ કરી દેવામાં આવ્યા હતા.

  ચાર્લી બેકનું કહેવું છે કે તેઓ એવી તમામ વ્યક્તિઓના આરોપ પર તપાસ કરવા માટે તૈયાર છે જે એવું માને છે કે તેમના પર સેક્સ્યુલ હુમલો કરવામાં આવ્યો હોય. LAPDનું કહેવું છે કે તેમના ડિટેક્ટિવ લોકલ વકીલો સાથે અને અન્ય પોલીસ એજન્સીઓ જેવી કે NYPD સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.

  તમને ગમશે: ચાલો આપણું સોશિયલ મીડિયા સર્ફિંગ વધારે જ્ઞાનપ્રદ બનાવીએ

  જોકે આ પ્રકારના કેસની તપાસ લાંબી ચાલે છે કારણકે પોલીસ ખાતાના ડિટેક્ટિવ તમામ પીડિતો, સાક્ષીઓ તેમજ આરોપીઓને વારંવાર સવાલ કરતા હોય છે અને ત્યારબાદ જ તેઓ કેસને કોર્ટમાં રજુ કરતા હોય છે.

  તો બીજી તરફ લોસ એન્જલસ કાઉન્ટી ડીસ્ટ્રીક્ટ એટોર્ની જેકી લેસીએ આ મહીને જ જણાવ્યું હતું કે તેમણે સેક્સ ક્રાઈમ કેસ લડી ચૂકેલા નિષ્ણાત પ્રોસીકયુટર્સની એક ટીમ બનાવી છે જે આ તમામ કેસોની ચકાસણી કરશે અને તેમણે ખાતરી આપી હતી કે તમામ કેસોની એકસરખી તપાસ થશે અને દરેક કેસને તેના ન્યાયી અંત સુધી જરૂર લઇ જવામાં આવશે.

  થોડા સમય અગાઉ જાણીતી હોલિવુડ અભિનેત્રી એન્જેલીના જોલીએ ઇન્ડસ્ટ્રીના મોટા પ્રોડ્યુસર્સમાંથી એક એવા હાર્વે વેઇનસ્ટેન પર પોતાને સેક્યુઅલી પ્રતાડિત કરવાનો આરોપ મૂક્યો હતો અને ત્યારબાદ તો જાણે વેઇનસ્ટેન પર આ પ્રકારના આરોપો જાહેરમાં લગાવવાનું પૂર આવી ગયું હતું. ઘણી બધી હોલિવુડ અભિનેત્રીઓ જેવી કે ઉમા થર્મન સહીતે વેઇનસ્ટેન પર આ પ્રકારના આરોપો મૂક્યા હતા અને ત્યારબાદ LAPD હરકતમાં આવ્યું હતું અને હવે તે આ પ્રકારના તમામ આરોપોની તપાસ ચલાવી રહ્યું છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here