અરબ સાગરમાં વાવાઝોડાં કેમ અચાનક વધી ગયા છે?

    0
    581

    વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં અરબ સાગર જેને અરેબિયન સી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં અચાનક જ વાવાઝોડાંની સંખ્યા વધી ગઈ છે. આ માટે વૈજ્ઞાનિકો ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવે છે અને એવું ઉમેરે છે કે અરબી સમુદ્રમાં આ પ્રકારના વાવાઝોડાં આવવાની સંખ્યા ભવિષ્યમાં વધી પણ શકે છે.

    આપણે જાણીએ છીએ કે અરબ સાગર ભારત, યમન અને ઓમાન વચ્ચે સ્થિત છે અને છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વાવાઝોડાં નિલોફર, ચપાલા અને મેઘ આ વિસ્તારોમાં ત્રાટક્યા હતા. ભારતના સદનસીબે મોટાભાગના વાવાઝોડા ઓમાન અને યમન તરફ વળી ગયા હતા. જોકે આ બંને દેશોમાં આ વાવાઝોડાંઓને લીધે ભારે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી. ચપાલા અને મેઘ બંનેએ યમનમાં જ લેન્ડફોલ કર્યો હતો અને લગભગ 26 વ્યક્તિઓના તેનાથી મૃત્યુ થયા હતા અને હજારો બેઘર પણ થયા હતા.

    વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર સામાન્યતઃ આ પ્રકારના વાવાઝોડાં મોનસૂન શરુ થવાના સહેજ અગાઉ આવવા જોઈએ પરંતુ તાજો રેકોર્ડ એમ દર્શાવે છે કે આ પ્રકારના વાવાઝોડાં હવે મોનસૂન પૂરું થયા બાદ એટલેકે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉભા થઇ રહ્યા છે.

    તમને ગમશે: જાણો કેવીરીતે તમે તમારા PCમાંથી ઈન્સ્ટાગ્રામ પર તમારા મનગમતા ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો

    ન્યૂજર્સીની પ્રિન્સટન યુનિવર્સીટીના પ્રોફેસર હિરોયુકી મુરાકામીઅને તેમની ટીમે હાલના ડેટાને 1860ના ડેટા સાથે મેચ કર્યો હતો. તેમના કહેવા અનુસાર તે સમયે કાર્બન ફૂટપ્રિન્ટ અતિશય ઓછી હતી અને આથી એમ કહી શકાય કે અરબ સાગરમાં આવી રહેલા વાવાઝોડાં પાછળ ક્લાઈમેટ ચેન્જ સિવાય અન્ય કોઈને દોષ દઈ શકાય તેમ નથી. નેશનલ ઓશિયાનીક એન્ડ એટ્મોસ્ફીયર એડમિનિસ્ટ્રેશનના જેમ્સ કોસ્સીન કહે છે કે અરબ સાગરમાં આવતા તોફાનો અને તેમની વધી રહેલી સંખ્યા ખરેખર ચિંતાજનક છે કારણકે તેના તમામ કાંઠાઓ પર મોટી સંખ્યામાં લોકો રહે છે.

    ઇઝરાયેલ અને અન્ય સ્થાનોએ પણ આ અંગે વિશેષ સંશોધનો થઇ રહ્યા છે અને તેમના કહેવા અનુસાર એટલાન્ટીક અને પેસિફિક મહાસમુદ્રોમાં પણ આ પ્રકારે બદલાવ જોવા મળી રહ્યા છે જે વાવાઝોડાં લાવવા માટે સક્ષમ છે. આ પ્રકારના વાવાઝોડાં સામાન્ય વરસાદથી ભારે પવનો સાથેના તેમજ વીજળીના કડાકા સાથેના વરસાદ લાવતા હોય છે.

    આ વૈજ્ઞાનિકોએ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના વિસ્તારોનો ખાસ અભ્યાસ કર્યો હતો અને જાણ્યું હતું કે આ પ્રકારના વાવાઝોડાંની સંખ્યા માત્ર વધી જ નથી રહી પરંતુ તેઓ પોતાનો વિસ્તાર પણ આશ્ચર્યજનકરીતે વધારી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે અરબ સાગરમાં હાલ જે વાવાઝોડાં આવી રહ્યા છે તેવા જ વાવાઝોડાં બહુ જલ્દીથી અમેરિકાના પશ્ચિમી કિનારે આવી શકે છે અને યુકેમાં તે અતિભારે વરસાદ પણ લાવી શકે છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here