દરેક વ્યક્તિ સરેરાશ 7 એક્ટીવ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવે છે

  0
  595

  હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિ પછી તે કોઇપણ ઉંમરનો હોય તે ઓછામાં ઓછું એક સોશિયલ મીડિયા એકાઉન્ટ જરૂર ધરાવે છે. આ સરવેમાં ભાગ લેનારા 98% લોકોએ આપેલા ઉત્તર દ્વારા આ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આ સરવેમાં એમ પણ જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ સરેરાશ 7.6 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એકાઉન્ટ્સ ધરાવે છે. એ જાણવાથી જરાય આશ્ચર્ય નહીં થાય કે 16-34 વર્ષની ઉંમરના વ્યક્તિઓ સૌથી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવે છે જે ઉપરોક્ત સરેરાશ કરતા પણ વધુ એટલેકે 8.7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ હોય છે.

  જ્યારે 55 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ સરેરાશ કરતા ઘણા ઓછા એટલેકે 4.6 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવતા હોવાનું પણ આ સરવેના પરિણામોથી જાણવા મળ્યું હતું. અત્રે યાદ રહે કે ઉપરોક્ત તમામ આંકડા એક્ટીવ યુઝર્સના જ છે. વૈશ્વિક રીતે જોવા જઈએ તો લેટિન અમેરિકામાં આ સરેરાશ સૌથી વધુ 8.8 અને ત્યારબાદ આપણા એશિયામાં 8.1 રહી છે. આ અભ્યાસમાં એ તારણ પણ નીકળ્યું છે કે વિશ્વભરમાં એક વ્યક્તિ ચોવીસ કલાકમાં સરેરાશ 2 કલાક અને 15 મિનીટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાનો સમય ગાળે છે.

  એવું નથી કે લોકોને સોશિયલ મીડિયા માત્ર નવા મિત્રો બનાવવા કે પછી મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે જ કરવો છે, ઉપરોક્ત સરવેમાં એક નિષ્કર્ષ એવો પણ નીકળ્યો છે કે હવે યુઝર્સ ન્યૂઝ અને ઇન્ફોર્મેશન માટે પણ આ સેવાઓનો લાભ લઇ રહ્યા છે.

  તમને ગમશે: હોલિવુડના ઢગલો સેક્સ સ્કેન્ડલ્સ બહાર આવી શકે છે: LAPD

  વિડીયો શેરીંગ કરતા સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક રસપ્રદ આંકડો પણ બહાર આવ્યો છે. ફેસબુક યુઝ કરતા 56% લોકોનું કહેવું હતું કે તેઓએ છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછો એક વિડીયો જોયો હતો. જ્યારે ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર આ સંખ્યા વધીને 4 થઇ ગઈ હતી. જો ઓનલાઈન ખરીદીની વાત કરીએ તો હજી પણ સોશિયલ મીડિયા ગ્રાહકોને વિવિધ પ્રોડક્ટ્સ તરફ આકર્ષવામાં એટલું સફળ નથી ગયું તેમ આ સરવે જણાવે છે. વિવિધ સોશિયલ મીડિયા એપ અથવાતો વેબસાઈટ પર જોવામાં આવતા ‘Buy’ બટન પર માત્ર 13% લોકો જ ટેપ અથવાતો ક્લિક કરે છે અને આ ગ્રાહકોમાં પણ મોટાભાગના 13-24 વર્ષના યુવાનો અથવાતો કિશોરો જ છે. જેમજેમ ઉંમર વધતી જાય છે તેમતેમ સોશિયલ મીડિયા પરથી ખરીદી કરનાર લોકોની સંખ્યા ઘટતી જતી હોવાનું પણ આ સરવેમાં કહેવાયું છે.

  સોશિયલ મીડિયા પર જો વાતચીત અને સંપર્ક જાળવવાની વાત આવે તો તેની સરેરાશ આશ્ચર્યજનક રીતે સૌથી વધુ મિડલ ઇસ્ટ અને આફ્રિકામાં જોવા મળી છે જે 97% છે જ્યારે તેનું સૌથી ઓછું પ્રમાણ 78% યુરોપમાં જોવા મળ્યું છે. આ વિભાગમાં પણ યુવાનો અને કિશોરોએ 95% સાથે મેદાન માર્યું છે જ્યારે 55 વર્ષથી ઉપરના 78% યુઝર્સ સંપર્ક કરવા કે પછી ચર્ચા કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here