ટેક્સટાઈલ નિકાસને ગતિ આપવા સરકારે પ્રોત્સાહનો બમણાં કર્યા

    0
    308

    એકતરફ વિપક્ષો ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ એટલેકે GST ને ગબ્બર સિંઘ ટેક્સ ગણાવી રહ્યા છે તો બીજીતરફ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે GST કાઉન્સિલ સાથે મળીને પહેલા ટેક્સટાઈલ પ્રોડક્ટ્સના GST દરમાં ઘટાડો કર્યો અને હવે કેન્દ્રના ટેક્સટાઈલ મંત્રાલયે તેની નિકાસ માટેના પ્રોત્સાહનોને બમણાં કર્યા છે. ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંખ્યાબંધ ટ્વીટ દ્વારા 25 નવેમ્બર 2017ના દિવસે આ નવા પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે સરકારના ત્રણ-ત્રણ મંત્રાલયોની જાહેરાત બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગની વર્ષો જૂની માંગ સંતોષાઈ ગઈ છે.

    સરકારે રેડીમેડ ગારમેન્ટ્સ અને મેડઅપ્સના નિર્યાત માટે  Remission of State Levis (RoSL) હેઠળ લેવામાં આવતા રાજ્ય સરકારોના કરના વળતર માટે post GST રેટ્સ  જાહેર કર્યા છે. એક અભ્યાસ અનુસાર આ નવા રેટ્સ અગાઉના રેટ્સ કરતા લગભગ બમણા કરી દેવામાં આવ્યા છે. નિકાસ માટેની પ્રમોશન સ્કિમ MIES હેઠળ ઉપરોક્ત ઉત્પાદનો માટે હવે 4 ટકાના વળતરનો લાભ નિકાસકારોને મળશે.

    ટેક્સટાઈલ મંત્રાલયની જાહેરાત અનુસાર હવે કોટન ગારમેન્ટ્સની નિકાસ માટે RoSL હેઠળના post-GST દર મહત્તમ 1.70 ટકા રહેશે, જ્યારે MMF, સિલ્ક અને ગરમ કપડાંની નિકાસ માટે 1.25 ટકા તેમજ Apprel of blends માટે આ દર 1.48 ટકા રહેશે. મંત્રાલયનું માનવું છે કે આ પ્રકારના તેના પ્રોત્સાહક પગલાઓને લીધે ગારમેન્ટ્સની નિર્યાતમાં ઉછાળો જોવા મળશે.

    આ ઉપરાંત ધ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ પણ તેની એક્સપોર્ટ પ્રમોશન સ્કિમ MEIS હેઠળ ગારમેન્ટ્સ અને મેડઅપસના દર નિકાસના મૂલ્યના 4 ટકા કરી દીધા છે જે અગાઉ 2 ટકા હતા. આ નવા દર 1 નવેમ્બરથી અસરમાં આવશે.

    MEIS સ્કીમ હેઠળ વાણિજ્ય મંત્રાલય ઘણાબધા ઉત્પાદનોની નિકાસ પર પ્રોત્સાહનો આપતું હોય છે. તે દરેક ઉત્પાદન અનુસાર 2,3 અને 5 ટકા જેટલું ડ્યુટીમાં વળતર આપે છે. MEIS હેઠળ ટેક્સટાઈલના બે ઉત્પાદનો પર DGFT એ જાહેર કરેલા લાભ આવતા વર્ષે 30 જુન સુધી અમલમાં રહેશે.

    તમને ગમશે: મને મારી સેકસ્યુઆલિટી પર ગર્વ છે: કરન જૌહર

    આ જાહેરાત અંગે વાણિજ્ય મંત્રાલયનું કહેવું છે કે અંદાજીત વાર્ષિક પ્રોત્સાહનો વર્ષ 2017-18 માટે લગભગ રૂ. 1,143.15 કરોડ જેટલી રહેશે જ્યારે વર્ષ 2018-19 માટે આ રકમ રૂ. 685.89 કરોડ જેટલી રહે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.

    કેન્દ્ર સરકારના ત્રણેય મંત્રાલયો દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ દેશભરમાં પથરાયેલી વિવિધ ગારમેન્ટ એક્સપોર્ટ સંસ્થાઓએ તેનું સ્વાગત કર્યું છે. AEPC ના ઉપચેરમેન કે એલ મગુએ જણાવ્યું છે કે તેમની સંસ્થા ઘણા લાંબા સમયથી MEISના દર ઉપરાંત RoSL અને ડ્યુટી ડ્રોબેકના દરમાં વધારો કરવાની માંગ કરી રહી હતી. તેમના કહેવા અનુસાર MEISમાં કરવામાં આવેલો વધારો ક્રિસમસ માટે કરવામાં આવનાર નિકાસમાં મોટો ફાળો આપશે કારણકે હવે નિકાસ વધશે અને ગારમેન્ટ નિકાસકારોની મોટા પ્રમાણમાં રોકાયેલી મૂડી છૂટી થશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here