ગર્ભ સંસ્કાર તેમજ અધિજનનશાસ્ત્ર – તંદુરસ્ત સંતાન પ્રાપ્તિ માટે સેક્સ અને આયુર્વેદ

    9
    37

    મોટા ભાગના લોકોના લગ્ન શિયાળામાં  થાય છે એટલે શિયાળામાં લગ્ન જયંતીઓ અને તાજા તાજા લગ્નની શુભેચ્છાઓ અને હનીમુનોના ફોટાઓથી કોઈનીય ફેસબુક વોલ ખાલી નથી રહેતી. સંસારિક જીવનની (સેક્સ્યુઅલ લાઈફ જ કહોને!) શરૂઆત અને મુંજવણભર્યા રોમાંચથી શરુ થતી આ જીંદગીમાં સેકસ્યુઅલ ઉપરાંત તંદુરસ્ત સંતાન પ્રાપ્તિ અંગેનું જ્ઞાનઘણા બધા લોકોને હોતું નથી. ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ માત્ર સમાગમ ના ફોટા  અને વિડીઓ જોઈ લીધેલા જ્ઞાનની વાતો તો આપણે નથી જ કરવી. અધૂરામાં પૂરું અમુક લેખકો અને સેકસ કોલમિસ્ટ અજંટા ઈલોરાની ગુફાઓ અને ખજુરાહો મંદિર તેમજ કામસૂત્ર ના ઉદાહરણો ઠોકે જ રાખે અને લખે એવું કે આપણને લાગે કે પ્રાચીન કાળમાં સાલું લોકો સેક્સ સિવાય કાઈ કરતા જ નહીં હોય એટલેજ આવા શિલ્પોની ભરમાર છે. બટ માઈન્ડ વેલ! જેમ આજના જમાનામાં કેટલાક લોકો સેક્સ મેનીયાક છે તેમ પ્રાચીન કાળમાં પણ અમુક લોકો સેક્સ મેનીયાક હતાજ.

    અજંટા ઈલોરાની ગુફાઓ, ખજુરાહો મંદિર તેમજ કામસૂત્ર એ આવા સેક્સ મેનીયાકોના મગજની જ પેદાશો છે નથીંગ એલ્સ. એ કાંઈ આપણો ભવ્ય વારસો પણ નથી, હા જીવન ની એક જરૂરીયાત છે કુદરતી હાજતની જેમ જ. પણ એ શિલ્પો જોઈ ઘરે ટ્રાય કરનાર ઘણા ના છુટા છેડા થઇ ગયા હશે. વિકૃત સેક્સ તામસિકોનો વિલાસ છે અને છટક બારી માટે વાત્સ્યાયન જેવાના ઉદાહરણો અપાય છે…. આવા વિચારો પણ તમને કદાચ આવતા હશે પણ આ બધું જરાક વધારે થઇ ગયું એમ તમને નથી લાગતું??

    ઓકે વાતને ટ્રેક પર લાવું… શિયાળાના લગ્ન બાદ ઘણી સ્ત્રીઓને અનાયાસે પ્રેગ્નન્સી રહી જતી હોય છે તો ઘણા દંપત્તિ પ્લાનિંગ પણ કરતા હોય છે. આયુર્વેદ અનુસાર મોટે ભાગે દિવાળી બાદ ૨૦-૩૦ દિવસ સુધી હળવો ખોરાક અને વિરેચન લીધા પછી શ્રેષ્ઠ પ્લાનિંગ કરી શકાય. ચોમાસામાં કરેલું પ્લાનિંગ કદાચ નબળું બાળક લાવી શકે એ અહીં નોંધવું ઘટે.  શિયાળામાં પ્લાનિંગના ફાયદા આ રહ્યા: 1.બન્ને (કપલ)ની રોગ પ્રતિકારક શક્તિ આ ઋતુમાં સંપૂર્ણ હોય છે અને ધાતુઓ પણ બળવાન હોય છે 2. શિયાળાના પ્લાનિંગના મોટા ભાગના બાળકો જુન પછી જ જન્મે છે જેથી દાખલ થવામાં બીજા ૬-૮ મહિના રાહ જોવી પડે. આવા બાળકોની બુદ્ધિ શક્તિ તેમની બેચના અન્ય બાળકો કરતા વધુ હોવાની કેમકે તેમની પરિપક્વતા ૬-૮ મહિના વધુ છે.

    આપ યાંત્રિક સમાગમ માણો છો કે તૃપ્તીમય તે પ્રથમ તો સંતાન ઉત્પત્તિ માટે અત્યંત મહત્વનું છે. મેળવણ દૂધમાં નાખવાથી દૂધ તો ફાટી જાય છે પણ પછી તેનું પનીર બનાવવું છે દહીં એ પ્રક્રિયા પર નિર્ભર છે. આપણે ગુજરાતીઓ સેક્સ કરતા સેન્સેક્સમાં વધુ પાવરધા છે એવા મહેણાં ટોણા કાયમ મરાય છે. હા સ્ત્રી હમેશા શરમાય છે, એ એનું ઘરેણું છે પણ શરમાવું અને નિષ્ક્રિય થઇ રતિક્રીડા દરમ્યાન ફક્ત પડ્યા રહેવું એ બે પરિસ્થિતિઓ વચ્ચે ખાસ્સોઓ… ફેર છે… એક શાસ્ત્રમાં લખ્યું છે કે, “પહેલાં તો ના ના નહી એમ કહીને રસ દર્શાવતી નથી. પછી અભિલાષા જાગે છે. ત્યારબાદ લજ્જાશીલ બને છે અને પછી તો ધીરજ છોડી દઇને, એકાંતમાં મનગમતી પ્રેમભીની ક્રિડામાં તલ્લીન બની જાય છે. કુલીન સ્રીની રતિક્રીડા આવી રમ્ય હોય છે !” શા માટે સ્ત્રીએ એકાકાર ના થવું?? સમાગમ એ એક યજ્ઞ સમાન છે જ્યાં તમે સંતાન ની ઉત્પત્તિ માં યજ્ઞ કરતા હોવ ત્યારે બન્નેએ ‘સમ+ભોગ’ કરવો જ રહ્યો.

    એકાકાર થઇ જેમ ગંગાને શિવજી એ ઝટામાં ધારણ કરી એમ પોતાના પાત્રને પ્રેમ પૂર્વક ધારણ કરતા હોય એમ તૃપ્ત થવું. તુરંત ગર્ભ ધારણ કરનાર સ્ત્રીમાં એ જ વખતે થતી તૃપ્તિ કે હાશકારો એ પ્રથમ લક્ષણ છે. જે સ્ત્રીને એનો અણસાર આવી જાય એના માટે એ જ સોનોગ્રાફી ને એજ પ્રેગા ન્યુઝ.

    હવે તંદુરસ્ત સંતાન પ્રાપ્તિ માટે આયુર્વેદને અનુસરીને  શું કરવું અને કેમ કરવું… માસિક આવે એ દિવસથી જ સ્ત્રીએ એક ટાઇમ દૂધ ભાત સાકર ખીર ઘી વધુ ખાવા. સ્ત્રીની ધાતુ અને બીજના પોષણ માટે આ જરૂરી છે. પછી ચોથા દિવસે માથાબોળ સ્નાન કરી ઇચ્છિત વ્યક્તિને કે તેના ફોટાને જોવો. સવારે બન્ને વ્યક્તિઓએ વહેલા ઉઠવું અને ઈશ્વરની પ્રાર્થના એક સાથે કરવી, ગમતા વસ્ત્રો આભૂષણો ધારણ કરવા. સતત ખુશ, પ્રસન્ન અને આખો દિવસ આનંદ માં રહેવું. ઓફીસ કે બીજા કોઈ કારણ થી દિવસ સારો ન જાય તો રતિક્રીડાથી દૂર રહેવું. ટેન્શન, ગુસ્સો, હતાશા વગેરે છોડવા સવારે હળવો નાસ્તો લેવો અને બપોરે પુરુષે ખીર, દૂધપાક, પેંડા, અડદની દાળ વગેરે જમવું. સાંજે પણ આવું જ જમવું પણ પેટ ભરી ને નહીં અને વહેલું સુર્યાસ્ત પહેલા જમી લેવું. બપોરે સ્ત્રીએ ખીર-દૂધ ભાત ખાવા અને સાંજે ચોખા-મગ-અડદની ખીચડીમાં તલ નું તેલ નાખી ખાવું. સાંજે જમીને દેવ દર્શને જવું કે પછી ફરવા જવું. રાત્રે બન્નેએ સ્નાન કરી સુગંધિત સ્પ્રે હળવી માત્રામાં લગાવવા. સફેદ પાતળા વસ્ત્રો પહેરવા બેડરૂમમાં ચાદર અને પડદા સફેદ રાખી શકાય. બેડરૂમમાં આછો પ્રકાશ કે દીવો કરવો પલંગ પર પણ સ્પ્રે છાંટી શકાય.

    હવે મુખ્ય વાત. બન્ને એ નાગરવેલનું મીઠું પાન ખાવું કે એલચી, તજ, મુખવાસ ચાવવા.  ખાસતો માવો ખાવાવાળી પબ્લિકને જોઈ મને કાયમ વિચાર આવે કે આમની પત્નીઓને ઘ્રાણેન્દ્રીય સહનશીલતાનો એવોર્ડ આપવો જોઈએ. શૈય્યા પર પ્રથમ પુરુષે જમણો પગ અને સ્ત્રીએ ત્યાર બાદ ડાબો પગ મૂકી આરોહણ કરવું, આ એક શાસ્ત્રોક્ત રેફરન્સ છે. આ સમયે બન્નેએ જીવનના સારા પ્રસંગો વાગોળવા ઉત્તમ તેજસ્વી બાળકની કલ્પના કરવી. આ સમયે પુરુષે ડાબા પડખે અને સ્ત્રીએ જમણે રહી એક બીજાનું સંવાહન કરતા રહેવું. મોટેભાગે પુરુષના જમણા શુક્રપીંડો વધુ કાર્યરત હોય છે અને સંતાન પ્રપ્તિ માટે ફલીતાંડ માટે સરળતાથી શુક્ર નીચે ગમન કરી શકે તે માટે આ ક્રિયા સુચવેલી છે. ત્યારબાદ શાંતિથી, વિશ્વાસ અને શ્રધ્ધાથી આ મંત્ર બોલવો (શ્રદ્ધા અને વિશ્વાસ ખાસ)

    “ૐ અહીરસી આયુરસી સર્વત્ર: પ્રતિષ્ઠાઅસી ધાત્વા ત્વાં દધાતું વિધાતા ત્વાં દધાતું બ્રહ્મ વર્ચસા ભવેત ઇતિ બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ સોમ સુર્યસ્તથા અશ્વિનૌ ભગોઅથ મિત્રા વરુણો વીરં દધાતું મેં સુતમ||

    ત્યાર બાદ પ્રહર્ષતાપૂર્વક, તીવ્ર સંતાન એષણા સાથે ચત્તા સુઈને સમાગમ કરવો. સ્ત્રી નીચે અને પુરુષ ઉપર હોય એજ આસન સંતાન ઉત્પત્તિ માટે શ્રેષ્ઠ છે અને અન્ય કોઈ પણ આસન થી શરીર માં વાયુ તુરંત વધતો હોઈ બાળક વિકલાંગ જન્મવાની સંભાવના વધુ રહે છે. ધાતુ નિષ્કાસન બાદ થોડો સમય આલિંગન માં રહી સ્ત્રીએ ૧૦ મિનીટ પગ વાળી છાતી સુધી રાખવા. એકાદ કલાક ચત્તા સુઈ રહેવું. પુરુષે ગળ્યું દૂધ પેંડો જલેબી ખાઈ રતિક્રીડા દરમ્યાન બનેલા પ્રસંગો વાગોળવા.

    એકવીસમી સદીમાં આ વાત થોડી અજીબ લાગે, પરંતુ નગ્ન સત્ય આ જ છે. આટલો ટાઈમ કોની જોડે હોય આવું બધું કરવાનો?  તો યાદ રહે કુછ પાને કે લિયે કુછ કરના ભી પડતા હૈ. બાકી યાંત્રિક સેક્સથી કંટાળી પત્ની કોક વાર એમ ના બોલી ઉઠે કે “બસ તમારે તો રોજ આ જ જોઈએ ને પછી પડખું ફેરવી ઊંઘ્યા!” આવા સંવાદો અનેક અતૃપ્ત ઝંખનાઓ પણ વંધ્યત્વના કારણ બની શકે છે. આથી નિર્ણય તમારે લેવાનો છે કે તમારું સહશયન નિશ્ચિત લક્ષ્ય માટે છે કે તેનાથી બાય પ્રોડક્ટ તરીકે સંતાનો ઉત્પન્ન કરવા માટે??  એક મત મુજબ જયારે દંપતિ સહશયનરત થાય છે અને બીજનું મિલન થાય છે ત્યારે આત્માઓ ની ગર્ભ માં પ્રવેશ માટે સ્પર્ધા યોજાય છે. જેમ સ્ક્રીન પર જોયા વગર નંબર ડાયલ કરવાથી રોંગ નંબર થવાની શક્યતા વધી જાય છે તેમ આ ધક્કામુક્કીમાં કોઈ શેતાની આત્મા કે તેના આંશિક ગુણો ધરાવતો આત્મા પ્રવેશે તેની શક્યતાઓ વધી જાય છે. તેના કરતા યોગ્ય નંબર ડાયલ કરવાથી ચોક્કસ વ્યક્તિ ને જ કોલ લાગે છે.

    શ્લોક વડે પ્રભુ ને પ્રાર્થના અને દિવ્યઆત્મા નું આહ્ વાન કરવાથી ગર્ભ માં ચોક્કસ આત્મા નો જ પ્રવેશ થાય છે. આ આહવાન માટે અધિજનનશાસ્ત્રની જરૂર છે. આવા દૈવી આત્માઓ પોતાને ત્યાં અવતરે તેના માટે શું કરવું જોઈએ??  શું જેમ ઓર્ડર મુજબ વસ્તુ મેળવી શકાય એમ ઈચ્છિત સંતાનો ઈચ્છિત ગુણ-સ્વરૂપવાળા મેળવી શકાય ખરાં??  માતા-પિતાના આચરણની, બાહ્ય વાતાવરણની ગર્ભસ્થ શિશુ પર અસર પડે ખરી??  ઉપરની વિધિ કરી જુઓ જવાબ ચોક્કસ મળશે.

    નોંધ: સહકુટુંબમાં રહેતા કપલમાં પુરુષ સ્ત્રીને એ દિવસે મોગરા ની વેણી લાવી આપી સિગ્નલ આપતો. આપ ક્યારે વેણી લાવો છો???

    eછાપું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here