બની બેઠેલી યુનિવર્સીટીઓમાં એક પત્ર દ્વારા UGC લાવ્યું ભૂકંપ

  0
  393

  બની બેઠેલી યુનિવર્સીટીઓ એટલેકે બીજા શબ્દોમાં કહીએ તો કાયદાની દ્રષ્ટિએ જેને ‘deemed university’ કહેવાય તેવી સંસ્થાઓ પર University Grants Commission એટલેકે UGC તવાઈ લાવ્યું છે. UGCના એક પત્રથી આ તમામ deemed universites ની હવા નીકળી ગઈ છે.

  બન્યું એવું કે ગત મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ફેંસલામાં જણાવ્યું હતું કે deemed university એ ખરેખર યુનિવર્સીટી ન કહેવાય આથી તેમણે પોતાના નામ પાછળ યુનિવર્સીટી શબ્દ લગાડવાનું બંધ કરવું જોઈએ અને UGC આ અંગે કોઈ નિર્ણય લે. સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે UGC કાયદો એમ કહે છે કે જ્યારે UGC કોઈ સંસ્થાને deemed university જાહેર કરે છે ત્યારે એમ માનવામાં આવે છે કે તે સંસ્થા કોઈ એક ક્ષેત્રમાં નિષ્ણાત છે અને તે પોતાનું સ્તર ધીરે ધીરે ઉંચું લઇ જશે અને આથી તેના દ્વારા થતા રિસર્ચ પર કોઈ અસર ન પડવી જોઈએ અને તેની સાથે સાથે તેને (UGC તરફથી) કોઈ સુવિધા કે મદદ પણ મળવી ન જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટે આ પ્રકારની સંસ્થાઓને ડીગ્રી આપવાની મનાઈ નથી કરી, ફક્ત તેમના નામ સાથે યુનિવર્સીટી શબ્દ જોડવાની ના પાડી છે.

  UGC એ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સંજ્ઞાન લેતા 10 નવેમ્બરે એક પત્ર લખ્યો હતો જેમાં દેશભરની લગભગ 123 deemed universities ને કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાના નામ સાથે સંકળાયેલો યુનિવર્સીટી શબ્દ હટાવી દે. ત્યારબાદ 13 નવેમ્બરે ફરીથી લખવામાં આવેલા એક પત્રમાં  UGCએ તેમ કરવા 15 દિવસનો સમય સ્પષ્ટ કર્યો હતો. આ પત્રમાં 30 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીમાં પોતાના નિર્ણયનું અમલ થઇ જાય તે ચોક્કસ કરવાનું કહ્યું હતું.

  ગઈકાલે સમય મર્યાદા પૂર્ણ થયા અગાઉ દેશભરની મોટી મોટી deemed universities  દ્વારા પોતાના નામ સાથે જોડાયેલો યુનિવર્સીટી શબ્દ હટાવી દીધો હતો. આ યુનિવર્સીટીઓમાં મુખ્ય છે બેંગ્લોરની ક્રાઈસ્ટ યુનિવર્સીટી, પુણેની Symbiosis વિશ્વવિદ્યાભવન, ભારતીય વિદ્યાપીઠ, ડૉ. ડી. વાય પાટીલ વિદ્યાપીઠ, પ્રવર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ યુનિવર્સીટી વગેરે. આ ઉપરાંત આ લીસ્ટમાં જૈન યુનિવર્સીટી, KLE એકેડમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જે એન મેડીકલ કોલેજ કેમ્પસ બેલાગવી અને પ્રખ્યાત મનિપાલ યુનિવર્સીટી પણ સામેલ છે.

  આ તમામ સંસ્થાઓએ પોતાના નામ સાથે જોડાયેલા વિદ્યાપીઠ કે પછી યુનિવર્સીટી શબ્દ કાઢી નાખ્યા છે. મનિપાલ યુનિવર્સીટીએ તો પોતાનું નવું નામ મનિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન રાખી દીધું છે.

  એક રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ અને તેમના અવિભાવક કોઈ ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરાઈ જાય તે માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમજ UGC દ્વારા લેવાયેલા પગલાં અંગે કોઈને વાંધો ન હોવો જોઈએ, પરંતુ આ સંસ્થાઓ અત્યારે તો આઘાતમાં છે. આ સંસ્થાઓ આમ તો સુપ્રીમ કોર્ટમાં સ્ટે માટે ગઈ હતી પરંતુ ગઈકાલ સુધી તેમની અપીલની સુનાવણી ન થતા તેમણે કમને આ નિર્ણય લેવો પડ્યો છે.

  આ deemed universites નું કહેવું છે કે તેમના નામમાંથી યુનિવર્સીટી શબ્દ જતા રહેતા હવે વિદ્યાર્થીઓના ભાવિ પર કેવી અસર પડશે તેની તેમને ચિંતા છે. તેમના કહેવા અનુસાર હવે યુનિવર્સીટી ન રહેતા તેમના વિદ્યાર્થીઓની સંખ્યા પર પણ અસર પડી શકે છે.

  સંસ્થાઓની ચિંતા તેમના સ્થાને યોગ્ય જ છે પરંતુ આ બધું તેમણે વિદ્યાર્થીઓ અને તેમના અવિભાવક ગેરમાર્ગે દોરાઈ જાય એવા નામ રાખતા પહેલાં વિચારી લેવા જેવું હતું.

  eછાપું

  તમને ગમશે: સાયન્ટીફીક રિસર્ચમાં નાના દેશોમાં સ્ત્રીઓ પુરુષો કરતા આગળ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here