ભારતના સ્ટાર્ટઅપ માં એક ચાઇનીઝ કંપનીને ખૂબ ઇન્વેસ્ટ કરી રહી છે

  0
  320

  ભારતમાં શાયોમી (Xiaomi) મોબાઈલ ફોન્સ ખૂબ પ્રખ્યાત છે અને હાલમાં જ તેણે દિલ્હી નજીક નોઈડામાં ભારતમાં તેનો ત્રીજો પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. આ જ શાયોમીના સ્થાપક લેઈ જુન ભારતમાં શરુ થઇ રહેલા વિવિધ સ્ટાર્ટઅપ ના મોટા ફાઈનાન્સર તરીકે ઉભરી રહ્યા છે. તેમની વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરતી કંપની શુનવેઈ હાલમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સના શરૂઆતના તબક્કામાં નિવેશ કરતી સૌથી મોટી કંપની બની ગઈ છે. આ ત્યારે બની રહ્યું છે જ્યારે Tencent અને અલીબાબા ઓલરેડી ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે કરોડો ડોલર્સ ઠાલવી રહ્યું છે. શુનવેઈ કેપિટલ દ્વારા છેલ્લા દસ મહિનામાં ભારતની આઠ સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કંપની તેનો ચીનનો અનુભવ ભારતમાં કામે લગાડી રહી છે. આ એક એવી રણનીતિ છે કે તે પોતાના મોબાઈલ ઈન્ટરનેટથી થતો લાભ ઇન્વેસ્ટ કરવામાં લગાવે. ભલે ભારતમાં શુનવેઈનું રોકાણ મોટું લાગતું હોય પરંતુ તેના સ્થાપકો લેઈ જુન અને ટક લ્યે કોહ માટે આ અત્યંત નાની રકમ છે. શુનવેઈની રણનીતિ એવી છે કે હાલમાં એવા બિઝનેસ મોડલ્સ એટલેકે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવું જે અત્યારે નાના હોય પરંતુ તે મોટા બિઝનેસને કોઈને કોઈ પ્રકારે સપ્લાય દ્વારા મદદ કરતા હોય અને તેમનામાં સમય જતા વિશાળ બિઝનેસ બનવાની ક્ષમતા હોય.

  હાલમાં શુનવેઈ દ્વારા Cashify માં રોકાણ કરવામાં આવ્યું છે જે તેના ગ્રાહકોને જૂની ઈલેક્ટ્રોનિક આઈટમ વેંચે છે અને એ ઉપરાંત જાણીતી કન્ટેન્ટ પબ્લીશીંગ કંપની પ્રતિલિપીમાં પણ શુનવેઈ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે.

  તમને ગમશે: આવો પંચકર્મ ને સાચા અર્થમાં જાણો

  શુનવેઈના બે સ્થાપકોમાંથી એક એવા ટક લ્યે કોહનું માનવું છે કે ભારતમાં અત્યારે મોબાઈલ ઈન્ટરનેટ બજાર સ્થિર થવાની કોશિશ કરી રહ્યું છે. આ એક એવી તક છે જ્યારે તેઓ તેઓ તેની ઘણી બધી શાખાઓમાં કાર્ય કરીને આવનારા પાંચ થી છ વર્ષ બાદ તેનાથી થનારા લાભનો ફાયદો લઇ શકે. 2018ના અંત સુધીમાં શુનવેઈ ભારતના સ્ટાર્ટઅપ્સમાં લગભગ 10 મિલિયન ડોલર્સનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આટલું જ નહીં પણ જો અધવચ્ચે તેને લાગશે કે ભારતમાં લાભ થાય તેવા સ્ટાર્ટઅપ વધી રહ્યા છે અને તેમાં રોકાણ કરી શકાય છે, તો તે પોતાના રોકાણની ઉપર જણાવેલી મર્યાદા વધારી પણ શકે છે.

  કોહનું કહેવું છે કે એક ચાઇનીઝ વેન્ચર ઇન્વેસ્ટર તેને કોઈ મજબૂત તક જોવા મળે તો તેઓ જરૂર રોકાણ કરવા માટે આતુર હોય છે. ભારતનું બજાર એ લગભગ ચાઇનીઝ બજાર જેવો જ મૂડ ધરાવે છે, આથી તેઓએ ચીનમાં રોકાણની જે ભૂલો કરી હતી તેમાંથી શીખીને તેઓ ભારતમાં એ પ્રકારની ભૂલો નહીં દોહરાવે.

  શુનવેઈ દ્વારા રોકાણ કરવામાં આવેલા એક સ્ટાર્ટઅપ માલિકે પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું હતું  કે ભારતમાં રહેલા અન્ય ઇન્વેસ્ટરો હાલમાં મોટી કંપનીઓ દ્વારા શરુ કરવામાં આવી રહેલા સ્ટાર્ટઅપમાં રોકાણ કરીને સુરક્ષિત રહેવાનું પસંદ કરી રહ્યા છે. જ્યારે શુનવેઈ એવું નથી કરતી. તે જ્યારે કોઈ સ્ટાર્ટઅપ તાજું જ હોય, તેમાં કોઈ મોટું નામ સામેલ ન હોય પરંતુ તેમાં જો તેને ક્ષમતા દેખાય તો તેમાં એ તરત જ રોકાણ કરવા તૈયાર થઇ જતું હોય છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here