Hike નાં રૂપિયાવાળા મેસેજ તમને પણ આવે છે?

    0
    313

    લોકો કરોડપતિ થવા માટે કેટલી મહેનત કરતા હોય છે કેટલું ખોટું સાચું કરતા હોય છે અરે કોન બનેગા કરોડપતિ પણ રમતા હોય છે પણ લોટરી ની ટીકીટ પણ ખરીદતા હોય છે અને થાય એટલા ગતકડાં કરતા હોય છે. પણ એક HIKE કરીને એપ આવે છે એના ઇન્સટોલ કરવાથી કેટલાય લોકોને આપણા મેસેજ જાય છે કે ફલાણા ઢીકણા ભાઈએ/બહેને તમને 10,000 અથવા તો 1,00,000/- રૂપિયા મોકલાવ્યા છે બોલો લોકો કેવા દયાળુ થઇ ગયા છે અને લોકો આને કળયુગ કહે છે? અરે આ તો સતયુગ કહેવાય જેમાં રોજ આવા રૂપિયા મોબાઈલ મેસેજ માં આવે જ રાખે છે.

    રૂપિયા મળે છે કે નથી મળતા એ તો ભગવાન જાણે પણ રોજના આવા મેસેજ તમને બધાને મળતા હશે. હવે વિચારો કે આવા મેસેજ સાચા નીકળે તો આ શિયાળા માં કેટલાય સિંગલ લોકો મીગલ થઇ જાય કેમકે જયારે છોકરી જોવા જાય અને પરિવાર પૂછે કે છોકરો શું કરે છે ત્યારે ગર્વ થી કહી શકે અમારો છોકરો હાઈકનાં મેસેજનું કરે છે રોજનાં એના ઇનબોક્સમાં 10,000 રૂપિયાની આવક છે તરત જ છોકરીવાળા હા પાડી દેશે રોજના દસ હજાર રૂપિયા કમાતો છોકરો ક્યા મળવાનો થેક્સ ટુ HIKE!

    થોડા વખતમાં તો લોકો આવા મોબાઈલ મેસેજ બતાવીને ઈનબોક્સનાં મેસેજ મોર્ગેજ કરી એના ઉપર બેન્ક ની લોન લેતા થઇ જશે અને લોન અગેન્સ્ટ ધી હાઈક મેસેજ એવી સર્વિસ પણ ચાલુ થઇ જશે. આટલી ઠંડીમાં લોકો કામ પર બહાર જવાની જગ્યાએ રોજનાં દસ હજારવાળા મેસેજનું જ કામ કરતા થઇ જશે એ વાત અલગ છેકે આવું કરવા માટે ઘરમાં પણ ઓઢવાનામાંથી મોબાઈલ મચડવા સુતા સુતા પણ શ્રમ કરવો પડશે પણ લોકો આટલો શ્રમ તો કરી લેશે.

    તમને ગમશે: ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે

    કેટલાય વિપક્ષો આક્ષેપ લગાવશે કે આ સરકાર ની ચાલ છે. કાળાધન ને હાઈકનાં ધનમાં કન્વર્ટ કરીને લોકો નાં ખાતામાં નાખવાનું અને સફેદ કરવાનું આ ૨૦૧૯ નાં લોકસભા ઈલેકશન પહેલાનું મોટું સ્કેમ છે પણ આપણે શું આપણા ખાતામાં ભલે પૈસા ન આવતા હોય મોબાઈલ ઇનબોક્સમાં રોજના દસ હજાર રૂપિયા આવ્યા એ અંગે નો SMS તો આવે જ છે ને?

    અત્યારે ભલે હું ઈછાપું માટે લખતો હઉ પણ હાઈક નાં મેસેજ વાળા રૂપિયા આવી ગયા પછી હું પણ ફોર્બ્સ મેગેઝીન માટે લખતો થઇ જઈશ અને કરોડપતિ રાઈટર થઇ જઈશ. કદાચ મારું આખું તખલ્લુસ પણ બદલાઈ જશે તમે હાઈકનાં મોબાઈલ મેસેજનાં રૂપિયા થી શું કરવાના છો એ અમને કોમેન્ટ માં જણાવજો બુર્જે ખલીફામાં કોઈ આંખો ફ્લોર ખરીદવાના હવ તો પણ કહેજો .

    લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here