ભારતની ગ્રામીણ મહિલાઓનો સાથી ઈન્ટરનેટ સાથી કાર્યક્રમ

    0
    360

    બે વર્ષ અગાઉ તાતા ગ્રુપે Rural Enterpreneurship Development (Frend) નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે ડિજીટલ અક્ષરજ્ઞાન પૂરું પાડવાનું કાર્ય કરે છે. એક તાજા સમાચાર અનુસાર Google હવે આ સંસ્થા સાથે જોડાઈને તેને વધુ બળ પૂરું પાડશે. ગ્રામીણ મહિલાઓને ડિજીટલ જ્ઞાન મળ્યા બાદ આ કાર્યક્રમ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારી મહિલાઓને ‘ઈન્ટરનેટ સાથી’ તરીકે ઓળખવામાં આવે છે અને દેશમાં હજારો એવી ઈન્ટરનેટ સાથી છે જે આ કાર્ય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

    ભારતમાં સામાજીક અને આર્થિક પડકારો ડગલેને પગલે જોવા મળતા હોય છે. કેટલીક જગ્યાએ આ પ્રકારની સમસ્યા ખૂબ મોટા અને તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ આટઆટલા પડકારો હોવા છતાં ઈન્ટરનેટ સાથી કાર્યક્રમ ખૂબ સફળ થયો છે. તાતા ટ્રસ્ટ પણ આ પ્રમાણે પડકારોને પહોંચી વળતા ઈન્ટરનેટ સાથીઓને કમાણી માટેનું એક ટકાઉ સાધન મળતું રહે તેના સતત પ્રયાસો કરતું રહે છે.

    આ કાર્યક્રમનો લાભ મોટી કંપનીઓ અને સંસ્થાઓ લે છે. ઈન્ટરનેટ સાથી જેવા વ્યાપક નેટવર્કનો આ કંપનીઓ અને સંસ્થાઓ ઉપયોગ કરીને પોતાની સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં કેટલી અને કેવી રીતે પહોંચી છે તેની માહિતી તેઓ આ ઈન્ટરનેટ સાથીઓ દ્વારા મેળવે છે. આમ ગ્રામીણ મહિલાઓ સતત આવક મેળવતી રહે છે.

    સમગ્ર ભારતમાં 12,000 મહિલાઓએ સ્વેચ્છાએ ઈન્ટરનેટ સાથી બનવાની જવાબદારી ઉઠાવી છે અને તેમણે ઈન્ટરનેટ સાથી કાર્યક્રમના આગલા તબક્કામાં જોડાઈ જવાની તૈયારી દર્શાવી છે.

    Google દ્વારા પણ આ કાર્યક્રમની મજબૂતીને ઓળખી શક્યું છે હવે હવે તેના જોડાઈ જવાથી આ કાર્યક્રમને વધારે મજબૂતી મળશે તેમ તાતા ટ્રસ્ટનું માનવું છે. તાતા ટ્રસ્ટનું કહેવું છે કે Google ના જોડાવાથી ગ્રામીણ ભારતમાં ખૂબ મોટા પાયે આંત્રપ્રીન્યોર્શીપની ચળવળ ચલાવી શકાશે.

    ઈન્ટરનેટ સાથીનો કાર્યક્રમ 2015માં શરુ થયો હતો અને તેનું મુખ્ય લક્ષ્ય ભારતભરમાં કુલ 3,00,000 ગામડાંઓમાં ફેલાઈને ઈન્ટરનેટ દ્વારા ગ્રામીણ મહિલાઓને લાભ આપવાનું છે. જેથી તેઓ સ્વનિર્ભર થાય અને આ પ્રકારે આવકનો નવો સ્ત્રોત ઉભો થાય તો તેમનું જોઇને અન્ય મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ જાય. હાલમાં દેશના 12 રાજ્યની 12 મિલિયન ગ્રામીણ મહિલાઓ સાથે જોડાઈ જઈને આ કાર્યક્રમે સફળતાના પહેલાં ફળ ચાખ્યા છે.

    અત્યારે 30,000 થી પણ વધારે ઈન્ટરનેટ સાથી પાસે સ્માર્ટફોન અને ટેબલેટ્સ છે અને તેઓ 1,10,000 મહિલાઓ સુધી પહોંચીને તેમને અને તેમના નજીકના ગામડાઓમાં ઈન્ટરનેટ કેવી રીતે શીખાય અને તેનાથી તેનો મહત્તમ લાભ કેમ મળે તે બાકીની મહિલાઓને દર્શાવી રહ્યા છે.

    eછાપું

    તમને ગમશે: ભારત સાથે ડોકલામ મુદ્દે ચીનને જ યુદ્ધ પાલવે તેમ નથી

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here