ઉંચે લોગ ઉંચી પસંદ એટલે ડાયાબીટીસ

    6
    699

    ભારત આજે છ કરોડ જેટલા ડાયાબીટીસ ના દર્દીઓનું ઘર બન્યું છે. વિશ્વમાં આપણો એમાં ટોચમાં આવતો નંબર છે. એની દવાઓનો ખર્ચો જો ગણીએ તો દર વર્ષે ૧૦ નર્મદા ડેમ બાંધી શકીએ!! (ખાલી આલુ નાખવાથી સોનું નથી નીકળતું ..પૈસા આમ પણ બચાવાય)

    આ રોગ ને “રાજરોગ” તરીકે મુલવવામાં આવે છે. સુખી સાધન સંપન્ન, પેટ નું પાણી ય ન હલાવે, રાજા જેવું ભોગી વિલાસી જીવન જીવનાર અને મગજ થી પણ શ્રમ ન કરનારને ડાહ્યાબીટીસ ભરપુર લવ કરે છે. અપર મિડલ ક્લાસ કે જે આર્થિક રીતે વધુ સુખી હોય, ચરબી વધુ પડતી થઈ જાય અને દિવસે ઊંઘવાની ટેવ હોય તો ડાહ્યાબીટીસ જલ્દી થઈ શકે છે. મહેનતનું મહત્વ ઘટી જવાથી તૈયાર ખોરાક ખાવાથી અને જીવન વધુ ટેન્શનવાળું બની જતા આ રોગ વધ્યો હોવાનું મનાય છે.

    આ બીમારીને ડાહ્યાબીટીસ એવું વારંવાર લોકો મશ્કરીમાં પણ કહેતા હોય છે કેમકે કેટલાક દોઢડાહ્યા માટે લોહીમાં સુગર લઇ ફરવું એ એક સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. “અમારે તો ફલાણા ડોક્ટરની દવા ચાલે ને અમારા એમને તો ભૂખ્યા ના રહેવાય નાસ્તો કરવો જ પડે” આ પ્રકારની એક નવી ફેશન આવી ગઈ છે.

    યાદ રાખો- ડાયાબીટીસ એ જ પ્રમેહ એ સાચું નથી કેમકે પ્રમેહ 20 પ્રકારના હોય છે અને બીજું મધુમેહ એ જ ડાયાબીટીસ નથી કેમકે મધુમેહ ન મટી શકે એવો રોગ છે માટે છેતરાશો નહીં અને ભરમાશો નહીં. અને બીજી એક વાત “પ્રભુત આવીલ મુત્રતા“ જ્યાં સુધી વધુ પ્રમાણમાં ડહોળો અને મીઠો પેશાબ ન થાય ત્યાં સુધી તમે આયુર્વેદ ના મતે પ્રમેહ ના રોગી નથી.

    ડાયાબીટીસના બીજા સામાન્ય લક્ષણ જોઈએ.

    Your waist is larger than your hips. (નિતંબ કરતાં કમર મોટી)

    You find it difficult to lose weight. (વજન ઘટાડવા માં વિઘ્ન)
    You crave for sweets. (ગળ્યા માટે લોલુપ્તા)
    You feel infinitely better after you eat. (ભોજન પછી જ તૃપ્તિ)
    You get irritable if you miss a meal.
    (ભુખ્યા રહેવા થી ચીડચીડુ થઈ જવાય)

    You cry for no reason. (વિના કારણે રોતાં રહેવું)
    You feel a bit spacey and disconnected. (ખાલીપો અને અતડાપણુ અનુભવવું)
    You get anxious for no apparent reason (વ્યાજબી કારણ વિના ચિંતા થવી)
    You wake up frequently during the night. (વારંવાર રાત્રે ઉંઘ ઊડી જવી)
    You feel hungry all the time (હંમેશા ભુખ અનુભવવી)
    You get very sleepy in the afternoon (બપોરે આંખો ઘેરાવવી)

    માત્ર લોહીમાં સાકર વધવીને અમે ડાયાબીટીસનાં રોગી એમ સિક્કો મારી ફરવું યોગ્ય નથી

    કેમ??

    એ જાણવા આયુર્વેદનો ધાતુ વાદ સમજવો પડશે…

    આયુર્વેદમાં જઠરાગ્ની થી અન્ન નું પાચન થઇ રસ ધાતુ, રક્ત, માંસ, મેદ-અસ્થી-મજ્જા શુક્ર ધાતુ બને છે. જો રસ ધાતુનું પૂરેપૂરું પાચન ન થાય તો બનતો કાચો મીઠો આમ લોહીમાં ફરતો થઇ જાય છે, માટે આ અવસ્થા રસ ધાતુ કે જઠરાગ્ની ની ખામી છે.

    આવી પરિસ્થિતિમાં કારેલાના રસથી નાહી નાંખો કે જાંબુ ઉપર સુઈ રહો, કોઈ જ ફેર પડતો નથી. એની ચિકિત્સા એકમાત્ર લાંઘણ, સુંઠના પાણી થી જ જીતી શકાય અને આ અજીર્ણ ૬ મહિનાથી હોય તો રીપોર્ટ માય(=માં પણ) આવે એમાં નવાઈ નથી.

    વહેતું પાણી રોકાઈ જાય તો ગંધાઈ ઉઠે એમ એકમાંથી બીજામાં એમ રૂપાંતર પામતી વહેતી ધાતુઓ પણ રોકાતા આવા રોગો થાય છે.

    માત્ર લોહીમાં સાકર એ સિગ્નલ નથી પણ સાચું સિગ્નલ છે “મંદ ઉત્સાહ”

    જ્યારે તમે કોઈ પણ વાતમાં શરીર કે મનથી ઉત્સાહ બતાવતા જ નથી તો તમે પ્રમેહ ના રસ્તે ટોલટેક્ષ ભરી આગળ વધી રહ્યા છો.

    માત્ર ગળ્યું ખાવાથી ડાયાબીટીસ થતો નથી પરંતુ આગળ કહ્યું એમ ભૂંડની જેમ ચિંતા કર્યા વગર એક જ સ્થાને પડ્યા પાથર્યા રહેવાથી અને બપોરે ઊંઘવાથી પણ થાય છે. આ શબ્દો આકરા છે પણ મારા નથી.

    બીજું દહીં – ક્રીમ પનીર ચીઝ દરેક માં નાખવું, ઉપવાસ માં ભારે ફરાળ પણ ડાયાબીટીસ આમંત્રી શકે છે.

    ત્રીજું : લોટ-મેંદાની વાનગીઓ બ્રેડ પાઉં બિસ્કીટ, ફાઈન આટો(મોંઢામાં એટલો ચોંટે છે તો આંતરડામાં કેટલો ચોંટતો હશે???), નવું અનાજ (યાદ કરો ઘરનો અનાજ નો કોઠાર, જેમાં નીચેથી અનાજ કઢાતું આજે ઉપરથી કઢાય છે; નીચે થી કાઢતા એક વર્ષ જુનું અનાજ આવે) તેમજ દૂધ અને ગોળ-ખાંડ નો વધુ પડતો ઉપયોગ.

    દૂધ ના ભોજન: આશ્રમો બાંધતા ઋષિ મુનીઓ પણ જાણતા કે આ રોગ અમને થઇ શકે એટલે કારણ વગર એ દૂધ અને શેરડીના પદાર્થો ન ખાતા. માત્ર હરડે અને આમળાં ખાતા અને ગાયને જવ ખવડાવી એનું છાણ ધોઈ એમાંના જવની રોટલી ખાતા. (આ ક્રિયામાં જવનો ચીકણો અને ગળ્યો ભાગ પ્રાણીઓના જઠરાગ્ની થી પચી જાય છે અને અંદર લુખ્ખા લોટ જેવું રહી જાય છે. હાથી આખા કોઠા ખાય છે અને આખા જ બહાર કાઢે છે પણ બહાર નીકળેલું કોઠું તોડતા અંદર થી ખાલી હોય છે) દૂધના ભોજન સતત ફરતા રહેતા ઋષીઓ લેતા જેમને ફરતા રહેવાથી આ રોગ થશે નહીં એનો ખ્યાલ હતો.

    મધુમેહની સારવારમાં ત્રણ બાબતનું સંયોજન અનિવાર્ય છે. આ ત્રણનું સંયોજન એટલે દવા, ખોરાક અને કસરત. વૈદ્યરાજ સુશ્રુતના મતે આ રોગમાં જવનો ખોરાક, જમીન ખોદવા જેવી મહેનત કરવી(પેનક્રિયાસ પર અસર કરનાર કસરત) અને શિલાજિત જેવી દવાઓનો ઉપયોગ કરવાનું વિધાન ૧૦૦% વૈજ્ઞાનિક છે.

    અતિશય વાંચવું અને ગોખવું પણ માનસિક કસરત છે એટલે જ બ્રાહ્મણો આટલા લાડવા ખાતા તોય ડાયાબીટીસ નતો થતો અને આજે એક રીસેપ્શન ની લાડુડી જોઈ પગ અને લેંઘા પાણી પાણી થઈ જાય છે!! ગોળી ગળો અને સાજા થાવ. તેવી બાબત ત્યાં નથી અથવાતો જ્યાં માત્ર ઈન્સ્યુલીન લઈને પેનક્રિયાસને હંમેશા નિષ્કિય કરી નાખવાની વાત પણ નથી જ. ભૂખ લાગે અને પણ ગોળી ગળવી પડે અને પચાવવાના ઇન્જેક્શન લેવા પડે, પચ્યા પછી ગેસનું એસીડીટીનું ને પેટ સાફ કરવાનું ચૂરણ લેવું પડે તો આ જનઔષધી સ્ટોરમય જીવન એ જીવવા લાયક છે ખરું?

    ડાયાબીટીસમાં ભૂખ્યા રહેવાની વાત તદ્દન ગાંડપણ ભરી છે. કારણકે મેહેષુ સંતર્પણમ એવ કાર્યમ્ તેમ પેટ ભરવું જોઈએ. પણ જવ, ચણા જેવા ખોરાકોથી જેમાં કાંતો માત્ર પ્રોટીન હોય છે તેનાથી. આ પ્રકારના ખોરાકમાં સ્ટાર્ચ કે સ્યુગર હોતી નથી અને લાંબે ગાળે પચે તેવા હોય છે. એટલે રોટલી, દાળ, થોડી ભાજી, કારેલાં, સૂરણ કે ભાજીઓનો ઉપયોગ ખોરાક તરીકે કરો.

    દરરોજ શક્તિ પ્રમાણે મહેનત કરો. આખો દિવસ થોડી-થોડી મહેનત કરતાજ રહો. કમરથી શરીર વાળવું પડે તેવી કસરતો, યોગના આસનો કરો. આમાં પવનમુક્તાસન, પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન ખાસ કરો.

    ડાયાબીટીસ ધરાવતા દર્દીઓએ પોતાના ખાનપાન અને જીવનશૈલીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલું જ નહીં તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે ડાયાબીટીસના દર્દીએ એક વખતમાં ખાવાની કેટલી માત્રા લેવી જોઇએ. ડાયાબીટીસના દર્દીએ એ જાણવું બહુ જરૂરી છે કે કયું ભોજન/ફળ તેના માટે ઉપયોગી છે અને કયો આહાર હાનિકારક છે.

    જાણીએ, ડાયાબીટીસના દર્દીઓએ કેવો આહાર ન લેવો જોઇએ…

    ડાયાબીટીસ દરમિયાન દર્દીઓએ કેટલીક એવી વસ્તુઓ જેવી કે ખાંડ, સ્વીટ, સોફ્ટ ડ્રિંક્સ, ક્રીમ અને તળેલું ભોજન, પેસ્ટ્રી, ઠંડા-ગળ્યા તળેલા પદાર્થો, તેલ-માખણ, ગોળ વગેરેનું સેવન કરવાથી બચવું.

    શુગર – ડાયાબીટીસ દરમિયાન સફેદ ખાંડ, મધ, ગોળ, કેક, જેલી, મુરબ્બો, ઠંડી મલાઈ, પેસ્ટ્રી, ડબ્બાબંધ રસ, ચોકલેટ, ક્રીમ અને કુકીઝ જેમાં શુગરની માત્રા વધુ હોય છે તેને નજરઅંદાજ કરવી.

    તળેલા ખાદ્ય પદાર્થો – તળેલા અને સાંતળેલા ખાદ્ય પદાર્થો ખાવાને બદલે તમે જો તે ખાવા ઇચ્છતા જ હોવ તો તેને શેકીને ખાઓ નહીં તો તેની તમારું શુગર લેવલ વધી શકે છે.

    સોડિયમની વધારે માત્રા – જો તમે ઇચ્છો છે કે તમારું ડાયાબીટીસ નિયંત્રણમાં રહે તો તમારે એવી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ જેમાં સોડિયમની માત્રા વધુ હોય. આ માટે તમે વસ્તુઓ ખરીદતી વખતે તેના પેકિંગ પર આપવામાં આવેલી સોડિયમની માત્રા અચૂક વાંચો. સોયા સૉસ, નમકીન જેવી વસ્તુઓમાં સોડિયમની માત્રા ઘણી વધારે હોય છે.

    મેંદાયુક્ત વસ્તુઓ – ઘણાં ખાદ્યપદાર્થો એવા હોય છે જેની પર અનાજની માત્રા નોંધવામાં આવી હોતી નથી. આવામાં જરૂરી છે તમે પાસ્તા, સફેદ બ્રેડ, મેંદાનો લોટ, પિઝા જેવી વસ્તુઓના સેવનથી બચો.

    ન ખાવા જોઇએ તેવા ફળ – ડાયાબીટીસ દરમિયાન ઋતુગત ફળો ખાવા સારી વાત છે પણ ઘણાં ફળો એવા હોય છે જે ડાયાબીટીસના દર્દીઓએ ન ખાવા જોઇએ. જેમ કે દ્રાક્ષ, સફરજન, સ્ટ્રોબેરી, તરબુચ વગેરે.

    સલાડ ખાવું પણ આવું સલાડ ન ખાવું – ડાયાબીટીસના દર્દીઓએ સલાડ અને લીલાં શાકભાજી પુષ્કળ માત્રામાં લેવા જોઇએ. પણ કેટલાક લોકો સલાડ સજાવવા માટે કે તેને વધુ ટેસ્ટી બનાવવા માટે સૉસ, મસાલા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે જે ડાયાબીટીસ ના દર્દીઓ માટે નુકસાનદાયક છે. તમે જો સલાડ ખાવા ઇચ્છતા જ હોવ તો આવી નુકસાનકારક વસ્તુઓ ઉમેર્યા વગર જ ખાઓ.

    કાર્બોહાઇડ્રેટ્સયુક્ત શાકભાજીઓ – ડાયાબીટીસના દર્દીઓએ કાર્બોહાઇડ્રેટયુક્ત શાકભાજીનું સેવન કરવું જોઇએ નહીં. જેમ કે બટાકા, ગાજર, સફરજન, વટાણા, બીટ વગેરે.

    ખજૂર અને મધ (Honey ) ફળ શર્કરા= fructose છે. Diabetic દર્દીઓએ લેવાં કે નહી એમાં ઘણા મતમંતાતર છે. Best way એ છે કે, દર્દી એ ખાલી પેટે Blood sugar test કરી તુરંત પાંચ પેશી ખજૂર અથવા બે ચમચી મધ ખાવુ, એક કલાક બાદ Blood sugar ફરી કરી લેવુ 20 mg dl થી વધારે ફરક (પહેલા અને પછીના સુગર લેવલ નો તફાવત) આવે તો એ દર્દી ને અનુકુળ નથી. શરીરની પોતાની choiceની માહિતી મળશે જે અલગ અલગ દર્દીઓ માં individual metabolizing ઉપર આધારિત હોય છે.

    યાદ રાખો: Sugar free cube dangerous for health a lot of adverse effects on human body.

    આયુર્વેદની ડાયાબીટીસ માટેની દવાઓ માનું DPP-4 નામનું ઉત્સેચક જે ઈનક્રેટાઈનને નષ્ટ કરે છે તેને રોકે છે અને ઈન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે. તેમાં સુગરનું પ્રમાણ ઘણું નીચું એટલે કે હાઈપોગ્લાયસેમિક સ્થિતિમાં જતું હોવાનું જાણવા મળ્યું છે. પ્રિ-ક્લિનીકલ અભ્યાસમાં પણ દવાથી હાઈ બ્લડ સુગરમાં પણ ઘણી ઝડપથી અને નોંધપાત્ર રીતે ઘટાડો થયો હોવાનું નોંધાયું હતું. આ ઉપરાંત આ દવાથી થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ (TFT) અને કિડની ફંક્શન ટેસ્ટ (KFT) અને લિપિડ પ્રોફાઈલ ટેસ્ટમાં પણ નોંધપાત્ર રીતે સારા પરિણામો જોવા મળેલ છે. એટલું જ નહીં તે એન્ટી-ઓક્સિડન્ટ એક્ટિવિટી પણ દર્શાવે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ આયુર્વેદિક દવાથી કોઈ ન્યુરોપેથીક્લ આડઅસર થતી નથી…

     ડાયાબીટીસ ના દર્દીઓ માટે ..આ છેલ્લું યાદ રાખવાનું ટેટુ…

    જો આ રોગ થી બચવું હોય તો ફ્રીજ,ઘરઘંટી અને AC ખાસ વેચી દેવું. ઉકાળેલું ગરમ પાણી, કકરો લોટ અને સાદું હવામાન પંખાથી દુર ઊંઘનાર ને ડાયાબીટીસ સપનામાં પણ થતો નથી એ યાદ રાખજો.

    ભોજનમાં આ લેવું…

    1. ખાંડ ને બદલે દેશી બનાવટ વાળો ગોળ વાપરવો.
    2. વનસ્પતી ઘી / તેલને બદલે દેશી ગાયનું ઘી વાપરવું.
    3. મીઠું=નમક ને બદલે સંચળ અથવા સૈંધવ એટલેકે Rock Salt વાપરવું.
    4. મેંદા ની તમામ બેકરી આઇટમસ ના બદલે: જવ 100 ગ્રામ + દેશી કાળા ચણા 100 ગ્રામ + ઑટ 100 ગ્રામ + એક વર્ષ જૂના ઘઉ 700 ગ્રામ = 1 કીલોના પ્રમાણમાં લઈ લોટ કરી વાપરવું.
    5. જીંદગીમાં શરીર અને મગજ ને હરહંમેશ થાકી જવાય એ હદે દોડતા રાખવું.
    6. પેટ અને કીડની બેય સાફ રાખો, મગજ ને ગંધાવા ન દો તો ક્યારેય આ રોગ નહીં થાય.
    7. એકાદ લોન લેવી કે બચત ના પ્લાન લેવા જેથી ટેન્શન રહે.
    8. આડેધડ સ્ટીમ લેવાથી કે ભૂખ્યા રહેવાથી ડાયાબીટીસ વધે છે એ પણ યાદ રાખવું કેમકે વૈદ્ય ને પૂછ્યા વગર લીધેલી સ્ટીમ મેદ ઓગાળી ડાહ્યાબીટીસ કરે છે.
    9. ને છેલ્લે આમળાં, હળદર ને મગ બેય ટાઈમ આખું વરસ ખાવ.

    હવે એક ફેમીલી વૈદ્ય રાખો દરેક બાબતો પૂછો, વોટ્સ અપમાં આવતી દાદીમાં ને ડોશીમાં ની પોટલીઓ એમને છોડવા આપો પછી જ વાપરો તો સ્વર્ગ અહી જ છે… અહી જ છે… અને અહી જ છે…

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here