વર્ષ ૨૦૧૭ માં લોન્ચ થયેલા High End Phones

  0
  366

  વર્ષ ૨૦૧૭ પૂરું થવાનું છે ત્યારે ફ્લેશબેકમાં આપણે વીતેલા વર્ષે રજુ થયેલા High end મોબાઈલ phones વિષે ચર્ચા કરીશું. વીતેલા વર્ષમાં ઘણા Phones ખુબ જ આશાઓ સાથે રજુ થયેલા પણ જમીની હકીકતમાં નિષ્ફ્ળ ગયા છે તથા મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સ ને પણ વીતેલા વર્ષમાં નફા માંથી ખુબ જ મોટું નુકશાન કરવું પડ્યું છે.

  મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સ ની વાત કરીયે તો Jio એ ભારતીય ગ્રાહકોને ખરેખર એક નવી જ આશા અને તદ્દન નવી ટેક્નોલોજીનો અનુભવ કરાવ્યો છે. સૌપ્રથમ તો 3 મહિના જેટલા સમય માટે તદ્દન મફત 4G ઇન્ટરનેટ ની સર્વિસ આપવી એ સિવાય Jio TV દ્વારા મોબાઈલ ફોન માં જ Live TV નો અનુભવ કરાવવો એ પણ ખરેખર ખુબ જ સારી સર્વિસ છે. Jio માટે સફળતા આસાન બની એનું બીજું એક કારણ તેની સરળ અને ફટાફટ થતી એક્ટીવેશન પ્રોસેસ છે. માત્ર આધારકાર્ડ અને એક ફોટોગ્રાફ અને પાંચ મિનિટ અને તમારું Jio નેટવર્કમાં સ્વાગત છે. આવનારા વર્ષે જોવાનું એ છે કે Jio દ્વારા સર્વિસીસ માં શું શું ફેરફાર થાય છે તથા ગ્રાહકોને એનો શું લાભ મળે છે.

  વીતેલા વર્ષે રજુ થયેલા Top 3 High End Phones ની વાત કરીએ.

  Apple iPhone 8 Apple iPhone 8Plus અને Apple iPhone X

  Apple આમ જુઓ તો સ્ટીવ જોબ્સની વિદાઈ બાદ Apple માટે મુશેક્લીઓ વધી રહી છે. ટેક્નોલોજીના નામે બહુ જ નાની અપડેટ્સ અને ડિઝાઇન માં દર વખતે થઇ રહેલા બદલાવ હવે ધીમે ધીમે પ્રિડિક્ટેબલ બની રહ્યા છે. આ વર્ષે જે ત્રણ iPhone લોન્ચ થયા એમાં કશુંક નવું જો જોવાનું આવે તો એ કદાચ માત્ર તેની ડિઝાઇન છે બાકી મોટા ભાગની ટેક્નોલોજી SamsungHuawei  અથવા Honour દ્વારા કશેક ને કશેક લોન્ચ કરી ચૂકાઈ છે. જોકે હા Apple દ્વારા અપાતી After Sales Service નો જોડ માંડવો લગભગ અશક્ય છે. આ વર્ષ લોન્ચ થયેલા iPhones માં કેમેરામાં ચોક્કસપણે વધુ બદલાવ આવ્યા છે જયારે iPhone X નું Face Unlock is actully Talk of The Town. જોકે સામે Samsung અને OnePlus દ્વારા પણ Face Unlock Apple IPhone X કરતા થોડા વહેલા-મોડા લોન્ચ કરી દેવાતા Apple નો દાવ ઊંધો ચોક્કસપણે પડ્યો છે. Apple iPhones હકીકતે હવે એક જરૂરિયાત કરતા વધારે Status Symbol બની ગયા હોય એવું લાગે છે.

  Samsung Galaxy Note 8

  Samsung દ્વારા ગયા વર્ષે Note 7 લોન્ચ કરાયો હતો પરંતુ તેમાં બેટરીની ખામીને લીધે ઘણા ફોન બ્લાસ્ટ થયા, ભારત સરકાર સહીત ઘણા દેશો દ્વારા વિમાનમાં ફોન નહિ લઇ જવા દેવા જેવા આદેશો પણ જાહેર થયા અને સામે Samsung દ્વારા Note 7 ને માર્કેટમાંથી ફરી લઇ લેવા જેવી ઘટનાઓ બની ત્યારે વર્ષ ૨૦૧૭ માં લોન્ચ થયેલા High End Phones માટે લોકોનો વિશ્વાશ જરૂર ડગમગ્યો હશે પરંતુ Samsung દ્વારા Note 8 ને અત્યંત સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો તથા ગ્રાહકોને એક પ્રીમિયમ ફીલિંગ અપાવવામાં પણ Samsung મહદંશે સફળ રહ્યું છે. Samsung Galaxy Note 8 માં Samsung દ્વારા ડિઝાઇન તથા કેમેરામાં ભરપૂર બદલાવ કરવામાં આવ્યા છે જયારે ફિંગરપ્રિન્ટ સેન્સર અને બેટરી લાઈફ બાબતે ચોક્કસપણે અફસોસ રહી જાય તેવી શક્યતાઓ છે. આ સિવાય Samsung દ્વારા પણ આ વખતે Note 8 ની કિંમતમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે જે ગ્રાહકો માટે એક ડિસ્ટ્રેક્શન બની શકે છે.

  OnePlus 5T

  છેલ્લા બે વર્ષમાં OnePlus એ ભારતીય માર્કેટમાં રીતસરની હરણફાળ ભરી છે. મધ્યમવર્ગ તથા ઉચ્ચ મધ્યમવર્ગને પોસાય તેવી કિંમતોમાં લગભગ દરેક તદ્દન નવી ટેક્નોલોજી OnePlus દ્વારા આપવામાં આવી રહી છે. iPhone દ્વારા ડ્યુઅલ કેમેરા માટે અધધ કહી શકાય તેવા ૮૦હજાર રૂપિયા ચૂકવવા પડે છે ત્યારે OnePlus તમને એ જ વસ્તુ માત્ર ૩૩હજાર ની કિંમતમાં જ આપે છે. આ સિવાય વિશ્વનું સૌથી ફાસ્ટ ફેઈસ અનલોક પણ તમને OnePlus 5T માં મળી જશે. વોટર રેઝિસ્ટન્ટ એક બહુ જ કોમન ફીચર બની ચૂક્યું છે. OnePlus 5T હકીકતે કેમેરા અને Dash Charging માં બાજી મારી જાય છે. OnePlus X થી શરુ થયેલું Dash Charger હજુ પણ OnePlus માટે સોનાના ઈંડા આપતી મરઘી બની રહ્યું છે. માત્ર ૩૦-૩૫ મિનિટમાં જ તમારો ફોન ફૂલ ચાર્જ કરવાની કેપેસીટી ધરાવતું Dash Charger OnePlus 5T ને એક અલગ જ લેવલ પર લઇ જાય છે.

   

  આ વખતે વાતો કરી Top High End Phones ની પણ આવતા સોમવારે બજેટ ઓરિએન્ટેડ ફોન્સની ચર્ચા કરશું.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here