ફૂડ બ્લોગર : અ ફર્સ્ટ હેન્ડ એક્સપીરીયન્સ

  1
  355

  કેમ છો ફ્રેન્ડસ! આજે થોડી ફૂડ બ્લોગર તરીકે થોડી પર્સનલ વાત થઇ જાય? અરે! ચિંતા ના કરો… જોડે જોડે હું તમને મસ્ત મસ્ત રેસીપી પણ આપીશ જ. પણ આજે મારો મૂડ વાતો કરવાનો છે, જ્ઞાન અને ઉપદેશ આપવાનો નહિ.

  વિવિધ વેબસાઈટ્સ અને મેગેઝીનમાં કોલમ લખવા ઉપરાંત ઉપર જણાવ્યા અનુસાર હું એક ફૂડ બ્લોગર પણ છું. આજ-કાલના આ નવા ટ્રેન્ડ વિષે આમ તો તમને ખબર જ હશે, છતાં પણ જણાવી દઉં કે હું ફૂડ, ક્વીઝીન, ફૂડ ટ્રેન્ડ, રેસીપી વગેરે વિષે લખું છું.જેને લીધે બે રીએક્શન મને જનરલી મળે છે: એક, મારી પાસે બહુ જ ટાઈમ છે અને બે, ‘રાતે જમવામાં શું બનાવું?’ વાળો સવાલ હું પૂછતી નથી. આ ઉપરાંત જો કોઈને ખબર પડે કે હું રેસ્ટોરન્ટ રીવ્યુ પણ લખું છું તો તો પતી ગયું! પછી તો કોઈના લગ્ન કે ફેમીલી ગેધરિંગમાં એક જ વાત હોય, ‘ખાવાનું બરાબર છે ને? ટેસ્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કહી દેજો, રીવ્યુ ના લખતા હો!’ પણ હકીકતમાં મારી હાલત સાવ અલગ જ હોય છે.

  સૌથી પહેલા તો, મારે પણ ‘રાતે જમવામાં શું બનાવું?’ સવાલ, પૂછું નહીં તો, વિચારવો તો પડે જ છે. કેમકે, બીજા બધાની જેમ જ મારે પણ લોકોના મૂડનું ધ્યાન રાખવાનું હોય છે, પ્લસ એક વર્કિંગ મોમ હોવાને લીધે, સાંજે કંઇક ફટાફટ બને એવું વિચારવું પડે, નહીતર સુપરમેનને મારે 24×7 મારા ઘરમાં જ રાખવો પડે! હા, અમે અઠવાડિયે એક વાર નવી રેસીપી ટ્રાય કરીએ છીએ, જે બનાવવા માટે મારે જાત જાતનું પ્લાનિંગ કરવું પડે છે, એમાં વાપરવામાં આવતા ફળ કે શાકભાજી થી લઈને બનાવવામાં લાગતો ટાઈમ, જરૂરી સાધનો, કોઈ વસ્તુ કે સામગ્રીનું રીપ્લેસમેન્ટ વગેરે. ઉપરાંત જયારે રેસીપી તૈયાર થાય ત્યારે એ પહેલીવાર બનાવી હોય એટલે એનું એક પ્રોપર ફોટો સેશન થાય, વ્યવસ્થિત રીતે વાનગીને ગાર્નીશ કરીને, જરૂર પડે તો પ્રોપ્સ પણ મૂકવાના અને છેલ્લે 5 થી 7 ફોટો લેવાના, એને યોગ્ય રીતે એડિટ કરવાના પછી એને સોશિયલ મીડિયા પર મૂકવાના. ઇન શોર્ટ મગજમાં રમતી એક રેસિપીને આકાર લેતા લગભગ 5 દિવસ થી એક અઠવાડિયા જેટલો ટાઈમ લાગે, એ પછી એ રેસિપીમાં બધાના ઓપિનિયન લઈને સુધારા-વધારા કરવાનાઅને લગભગ એવરેજ 3 થી 4 ટ્રાયલ પછી એક પરફેક્ટ રેસીપી મળે. ઘણી વખત એ વાનગી પરફેક્ટ થાય જ નહિ, ગમે એટલા ટ્રાયલ કરો!

  બીજી વાત, હું રેસ્ટોરન્ટનો રીવ્યુ મારા પોતાના માટે કે મારા ફેમીલી મેમ્બર્સ કે ફ્રેન્ડસ માટે કરું છું, જેથી કરીને એ લોકોને કોઈ એક જગ્યાએ જવું કે નહિ, ત્યાં એ લોકોને એ વાનગી ભાવશે કે નહિ એ ખબર પડે, હા મારી, મારા સર્કલની અને બીજી કોઈપણ વ્યક્તિની પસંદ અલગ હોઈ શકે છે, એનો અર્થ એ નહીકે હું જે કહું એ બ્રહ્મસત્ય. અને રીવ્યુનો મતલબ એવો પણ નહિ ને કે મને જે ખરાબ લાગ્યું એ જ લખું, સારું હોય તો પણ જણાવવાની જવાબદારી મારી જ છે. ઉપરાંત ફૂડ રીવ્યુ રેસ્ટોરન્ટ કે ફૂડ ઇવેન્ટના હોય, ફેમીલી ગેધરિંગના નહિ.

  આ સિવાય લોકોને એવું હોય છે કે કશે પણ જઈએ ફૂડ બ્લોગર ને લોકો ડિસ્કાઉન્ટ આપે જ. હકીકતમાં એવું નથી હોતું, જો એવું હોત તો તો અમદાવાદની કેટલી રેસ્ટોરન્ટએ દેવાળું ફૂંક્યું હોત!

  એટલે જ મારે તમને સહુને એમ કહેવું છે કે કાલે કોઈક તમને એમ કહે કે એ ફૂડ બ્લોગર છે તો પ્લીઝ એમ ના સમજતા કે એની પાસે આખી દુનિયાનો સમય છે, કેમકે એનો પોતાની રેસીપી અને ફૂડ રીલેટેડ માહિતી ભેગી કરવામાં જે સમય જાય છે એ કોઈપણ બીજા કામના પ્લાનિંગ જેટલો જ જાય છે.

  સો… આજની મસ્ત મસ્ત રેસીપી જોઈ લઈએ?

  Chocolate Strawberry Pie:

  સામગ્રી:

  1 પેકેટ+5 નંગ ઓરીઓ બિસ્કીટ

  ૧૦૦ ગ્રામ બટર

  ૩૦૦ ગ્રામ+૩૦૦ ગ્રામ વ્હીપ ક્રીમ

  ૩૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ, ટુકડા કરેલી

  ૩૦૦ ગ્રામ વ્હાઈટ ચોકલેટ, ટુકડા કરેલી

  3 tbsp સ્ટ્રોબેરી પ્યુરી

  ફ્રેશ સ્ટ્રોબેરી ગાર્નીશિંગ માટે

  રીત:

  1. સૌથી પહેલા, ફૂડ પ્રોસેસરમાં ઓરીઓ બિસ્કીટ લઇ, તેનો ભૂકો કરી લો.
  2. હવે તેમાં પીગલેલું બટર ઉમેરી બરાબર ભેળવી લો.
  3. એક લૂઝ બોટમ પાઈ મોલ્ડ કે કેક મોલ્ડને ગ્રીઝ કરો. હવે તેમાં આ ઓરીઓ અને બટરનું મિશ્રણ બરાબર દબાવીને પાથરી દો. આ મિશ્રણને ફ્રીજમાં સેટ થવા દો.
  4. હવે એક ૩૦૦ ગ્રામ વ્હીપ ક્રીમ માં ડાર્ક ચોકલેટને ઉમેરી, ડબલ બોઈલર પદ્ધતિથી, ચોકલેટને બરાબર ઓગળી જાય, એ રીતે ગરમ કરો. આ મિશ્રણને ગનાશ કહે છે.
  5. એવી જ રીતે બીજા ૩૦૦ ગ્રામ ક્રીમમાં વ્હાઈટ ચોકલેટનું ગનાશ બનાવો.
  6. વ્હાઈટ ચોકલેટ વાળા મિશ્રણમાં સ્ટ્રોબેરી પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરી દો.
  7. બંને ગનાશ, સહેજ ઠંડા પડે એટલે મીડીયમ સ્પીડ પર લગભગ 1 થી 2 મિનીટ માટે ફેંટી લો.
  8. હવે ફ્રિજમાંથી તૈયાર કરેલો બેઝ કાઢી તેના પર એક ચમચી ચોકલેટ ગનાશ અને એક ચમચી સ્ટ્રોબેરી ગનાશ પાથરીને માર્બલ ઈફેક્ટ આપો.
  9. ઉપર ફ્રેશ સ્ટ્રોબેરીથી સજાવીને ફ્રીજમાં લગભગ 3 થી 4 કલાક માટે સેટ થવા દો.
  10. સેટ થઇ જાય એટલે ફ્રેશ સ્ટ્રોબેરી અને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here