2017ની Republic Day પરેડ કયા કારણોસર ઐતિહાસિક રહી હતી

0
357

ASEAN વિસ્તારમાં ચીનનું મહત્ત્વ તો વધી જ રહ્યું છે પરંતુ તેની સાથે તેની દાદાગીરી પણ વધી રહી છે. આવા સંજોગોમાં ASEAN દેશોને ખબર છે કે ભારત એકમાત્ર એવો દેશ છે કે જે આ વિસ્તારમાં ચીનનો પ્રભાવ ઓછો કરી શકે તેમ છે અને આથીજ છેલ્લા એક થી બે વર્ષમાં Indo-ASEAN ભાગીદારી મજબૂત બની છે અને 2017ની Republic Day પરેડ દ્વારા આ ભાગીદારીને હજીપણ મજબૂત બનાવવામાં આવી હતી.

Photo Courtesy: allindianews.com

25 જાન્યુઆરી 2017 ના દિવસે દિલ્હીમાં Indo-ASEAN શિખર બેઠક મળી હતી જેમાં ભારત ઉપરાંત 10 ASEAN દેશો આવનારા 25 વર્ષમાં આ જોડાણ રક્ષા, વ્યાપાર અને સામાજીક આદાનપ્રદાનના ક્ષેત્રે કયા પ્રકારના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા અને તેનું એક ડિક્લેરેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમ્યાન વિવિધ ASEAN રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરી હતી. આપણે બધાએ જોયું હતું કે દિલ્હીની આ Indo-ASEAN શિખર બેઠક એ 2016માં ગોવામાં મળેલી BRICS બેઠક જેવી જ ભવ્ય હતી.

પરંતુ આપણે તો વાત કરવાની છે એ વર્ષની Republic Day પરેડ વિષે. તો વર્ષો બાદ એવું પહેલીવાર બન્યું હતું કે આ પરેડ સમયે બે થી વધારે રાષ્ટ્રાધ્યક્ષો મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા આ વખતે Republic Day પરેડ સમયે ASEAN ક્ષેત્રના તમામ 10 રાષ્ટ્રાધ્યક્ષો મુખ્ય મહેમાન બનીને હાજર રહ્યા હતા. ભારતના ઇતિહાસમાં આવું પ્રથમવાર બની રહ્યું હતું.

તમને ગમશે: ઈરાનનું ચાબહાર પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું છે એ સમજવાના સાત કારણો

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અગાઉ ત્રણ વખત એવું બન્યું છે કે Republic Day પરેડ સમયે એક થી વધારે રાષ્ટ્રાધ્યક્ષો અથવાતો વિદેશી અતિથીઓ હાજર રહ્યા હોય. 1956માં UKના ચાન્સેલર ઓફ એક્સ્ચેકર અને જાપાનના ચીફ જસ્ટીસ મુખ્ય મહેમાન હતા. ત્યારબાદ 1968માં સોવિયત નેતા એલેક્સી કોસીજીન અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો હાજર રહ્યા હતા. 1974માં ફરીએકવાર માર્શલ ટીટોએ મુખ્ય મહેમાનનું સન્માન શ્રીલંકાના રાષ્ટ્રપતિ સીરીમાઓ બંડારનાયકે સાથે શેર કર્યું હતું.

આમ ભૂતકાળમાં એક થી વધુ વિદેશી મહેમાનોને ભારતની Republic Day પરેડ માટે મુખ્ય મહેમાન બનવાનું સન્માન મળ્યું હોવાના દાખલાઓ જરૂર છે પરંતુ એવું પહેલીવાર બન્યું હતું કે એક સાથે 10 મુખ્ય મહેમાનો આ પરેડ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે બેસીને તેના સાક્ષી બન્યા હતા.

ભારત સરકારનું આ પગલું આશ્ચર્ય પમાડે તેવું જરૂર હતું પરંતુ તે તેની હકારાત્મક અને સકારાત્મક વિદેશનીતિનો હિસ્સો પણ રહ્યું હતું. પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં ચીનનો વધતો જતો દબદબો જેટલો ASEAN દેશોને નડી શકે છે એટલોજ ભારતને પણ નડી શકે તેમ છે. પરંતુ સકારાત્મક રીતે આ વિસ્તારમાં ચીનની લીટી ભૂંસવાની કોશિશ કર્યા વગર પોતાનું મહત્ત્વ વધારીને ભારત વિશ્વકક્ષાએ પોતાનું સન્માન જ વધારવા જઈ રહ્યું છે એમ જરૂરથી કહી શકાય.

આ વિસ્તારમાં ભારતના મહત્ત્વને ધ્યાનમાં લઈને જ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને એશિયા-પેસિફિક ક્ષેત્રને ‘ઇન્ડો-પેસિફિક’ ક્ષેત્ર એવું નવું નામ આપ્યું છે. આમ હાલમાં વિશ્વમાં ભારતની વધતી જતી શાખ કોઇપણ ભારતીયને ગર્વ અપાવે તેવી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here