Gym માં સમય બરબાદ કરવાથી પાતળા નહીં થવાય

0
302
Photo Courtesy: womansday.com

જીવનમાં ફિટનેસ પહેલેથી જ મહત્ત્વ ધરાવે છે, પરંતુ છેલ્લા એક થી દોઢ દાયકામાં એટલીસ્ટ ભારતમાં લોકો ફિટનેસ પ્રેમી જરૂર બન્યા છે. એમાંય પાતળા થવાની ઈચ્છા આજે લગભગ દરેક ભારતીય ધરાવે છે. આ દાયકાની શરૂઆતથી ભારતમાં યોગ પ્રત્યે પણ લોકોની વિચારસરણી બદલાઈ છે અને હવે તો ભારતની જ સંસ્કૃતિનો એક ભાગ એવો યોગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસાર પામી ચૂક્યો છે. યોગ ઉપરાંત આપણા દેશમાં ફિટનેસ પામવા જીમ્નેશિયમના એટલેકે Gym ના આંટાફેરા મારનારા લોકો પણ ઘણા છે.

Photo Courtesy: womansday.com

Gym માં જઈને ચરબી ગાળવી અથવાતો અહીં જઈને ફિટનેસ નિષ્ણાત પાસેથી ટ્રેઈનીંગ લઈને શરીર ઉતારવામાં કોઈજ વાંધો નથી, પરંતુ ફિટનેસ એક્સપર્ટ ડોક્ટર અસીમ મલ્હોત્રાનું કહેવું છે કે રોજ ભારેખમ કસરત કરવા કરતાં જો તમે રોજ શું ખાવ છો તેના પર વધારે ધ્યાન આપવામાં આવે તો તમારું શરીર અથવાતો એને ઘેરી વળેલી ચરબી ચમત્કારિક રીતે ઘટી શકે છે.

ડૉ. મલ્હોત્રા કહે છે કે જો સરખા પ્રમાણમાં શાકભાજી, ફળો, માછલી, દૂધની બનાવટો અને હેલ્ધી ફેટ ધરાવતા પદાર્થો ખાવામાં આવે તો કોઈને પણ Gym જવાની જરૂર નથી અને તમે આપોઆપ પાતળા થવા લાગશો. જો કે ડૉ. મલ્હોત્રા કસરતના મહત્ત્વને સાવ નકારી પણ નથી રહ્યા. તેમનું કહેવું છે કે રોજ અમુક સમય ઝડપથી ચાલવાથી કે પછી અડધો કે પોણો કલાક વિવિધ યોગાસનો કરવાથી અને ઉપરોક્ત બેલેન્સ્ડ ખોરાક લેવાથી કમર પાતળી થઇ શકે છે અને તે પણ માત્ર ત્રણ અઠવાડિયાની અંદર જ.

હા અહીં પાતળા થવા માટે કસરતને બદલે બેલેન્સ્ડ આહાર લેવાની સલાહ આપી છે એટલે આપોઆપ ગળ્યા પદાર્થો જેવા કે કેક વગેરે ઉપરાંત ઠંડા પીણા ન લેવાની સલાહ તેમાં સામેલ થઇ જ જાય છે. રોજીંદા ભોજનમાં ખાંડનું પ્રમાણ ઘટાડવાથી જે સારી અસર શરીર પર પડે છે તેવી અસર તો કોઈ દવા પણ કરતી નથી તેવું નિષ્ણાતોનું કહેવું છે. આ ઉપરાંત પેક્ડ ફૂડ અને ઠંડા કે વાસી પદાર્થો ખાવાથી પણ દૂર રહેવું જોઈએ. ઘણીવાર રાત્રે વધેલા ખોરાકને સવારે ગરમ કરીને ખાવાની આદત પણ આપણા દેશમાં ઘણી જોવા મળે છે, પાતળા થવા માટે આ આદતને પણ છોડવાની ડોક્ટરો સલાહ આપે છે.

ડૉ. મલ્હોત્રાનું કહેવું છે કે જંક ફૂડ ખાવું અને પછી પાતળા થવા એની અસર દૂર કરવા માટે બે કલાક Gym માં ગાળવા એ સમયની બરબાદી સિવાય બીજું કશું જ નથી. બેલેન્સ્ડ ફૂડ ખાવાથી માત્ર પાતળા જ નહીં થવાય કે પછી તમારી કમર આકર્ષક થશે એટલુંજ નહીં પરંતુ તેનાથી તમારું હ્રદય પણ મજબૂત બનશે અને હ્રદયરોગ તમારાથી જરૂર દૂર રહેશે તેમ છેલ્લે ડોક્ટર મલ્હોત્રાએ ઉમેર્યું હતું.

eછાપું

તમને ગમશે: વર્લ્ડ બેન્ક ના તાજા રિપોર્ટથી ‘મોદીનોમિક્સ’ના ટીકાખોરોની બોલતી બંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here