કરચોરો હવે સાવધાન થઇ જજો…

0
300
Photo Courtesy: timesofisrael.com

હવે આધાર નંબરને દરેક બેંક એકાઉન્ટ અને દરેક પ્રકારના રોકાણ જેવા કે શેરના ડીમેટ એકાઉન્ટ મ્યુચ્યુઅલફંડ રોકાણ વગેરે જોડે જોડવામાં આવી રહ્યા છે એથી અને વળી આધારને તમારા પાન નંબર જોડે પણ જોડી દેવામાં આવતા તમારી નાણાંકીય કુંડળી હવે આવકવેરા ખાતા પાસે એક બટન દબાવતા જ નીકળી જશે એથી કરચોરો અને કરચોરી પકડવું આસાન બની જશે.

Photo Courtesy: timesofisrael.com

હવે આવકવેરા ના નવા નિયમ હેઠળ આવકવેરા અધિકારીને બેન્કિંગ ઇન્શ્યોરન્સ અને સુધરાઈના ડેટાબેઝ દ્વારા તમારા સરનામાં લેવાની પણ સત્તા આપવામાં આવી છે એથી કરીને આવકવેરા અધિકારી તમે જો આ ઠેકાણે જુદાં જુદા સરનામાં આપ્યા હોય તો પણ એ સરનામાંના ઠેકાણે કરચોર ને પકડી પાડી શકાશે અથવા એ સરનામે તમને નોટીસો મોકલી શકે છે. આમ હવે આવકવેરાના સંકજામાંથી કોઇપણ કરચોર દ્વારા છટકવું મુશ્કેલ થઇ જશે.

આમાં તમે જો બીઝનેસ કરતા હોવ તો તમારા GST કાયદા હેઠળ પણ ધંધાકીય કરચોરીઓ પકડવી આસાન થઇ જશે કારણકે GST હેઠળ તમારા વેચાણ અને ખરીદી અને વ્યવસાયિક આવકની વિગતો GST નંબર સહીત GST રીટર્નમાં બતાવવાની રહે છે એથી આવકવેરા ખાતાને તમારી અંદાજીત આવકનો તાગ મેળવવાનું પણ આસાન થશે. તમે કયા કયા નામે કોની કોની સાથે ભાગીદારીમાં ધંધો કરો છો કઈ કંપનીમાં તમે ડાયરેક્ટર છો એ વિગતો પણ હાથવગી થઇ જશે બસ એણે ફક્ત એના કમ્પ્યુટરની કી જ દબાવતા જવાનું છે.

તમને ગમશે: ભારતનો હિમાલય વિર: લેફ્ટેનન્ટ કર્નલ રણવીરસિંહ જામવાલ

આવકવેરા ખાતું હવે પ્રોફેશનલ ડેટા એનાલીસ્ટની સહાય પણ લઇ રહ્યું છે જે ઇન હાઉસ હશે અને/અથવા આઉટ સોર્સ પણ કરશે. આ ડેટા એનાલીસ્ટનું કામ અ તમામ ઠેકાણેથી ભેગા કરેલ ડેટાનું એનાલીસીસ કરવાનું અને તારમ્ય પર આવવાનું કે તમે ચોરી કરી છે કે નહીં. આમ કરચોરો અહીંથી પણ છટકી નહીં શકે.

આ ડેટા એનાલીસ્ટ હવે તમારું ઓનલાઈન બિહેવિયર પણ માપી શકશે, તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને તમાર્રી વર્તણુક અંગે પણ એ જાણી શકશે એટલેકે તમે હેબિચ્યુઅલ કરચોર છોકે નહીં એ જાણવું આસાન થઇ જશે.

હવે આપણે થોડા આંકડાઓ જોઈએ..

2012-13 માં કર ભરનારાઓની સંખ્યા આશરે 4.72 કરોડ હતી જે 2016-17 માં વધીને 6.26 કરોડ થઇ ગઈ અને છતાં રૂ 10 લાખ કરતા વધુ આવક બતાવનારા માત્ર 24.4 લાખ કરદાતા છે આની સામે લક્ઝરી કાર ની વેચાણ નો આંકડો દર વર્ષે 35,000 નો છે. આમ જેમને લક્ઝરી કાર લેવાનું પરવડે છે એની આવક રૂ 10 લાખથી વધુ જ હોય એ સ્વાભાવિક છે. હવે જો આમ ડેટાનું એનાલીસીસ થાય તો જેની પાસે લક્ઝરી કાર હોય અને એની આવક રૂ 10 લાખથી ઓછી હોય તો એને સ્વાભાવિક આવકવેરા ખાતું સ્ક્રુટીની માટેની નોટીસ મોકલી શકે છે અને તપાસી શકે કે ભાઈ આવી કાર તમને આટલી આવકમાં પરવડે કઈ રીતે છે એ બતાવો!

આ બધી નોટીસો આજે નહીં આવે તો બે વર્ષ પછી આવી શકે છે કારણકે આવકવેરા ખાતાએ બે વર્ષમાં સ્ક્રુટીની માટેની નોટીસ મોકલવાની રહે છે, પરંતુ જો કરચોરી પકડાય તો એ તમારા છેલ્લા આઠ વર્ષના ચોપડાઓ તપાસી શકે છે અને આકારણી કરી તમારી પાસે કર વસુલી શકે છે.

માટે જેઓ કરચોરી કરતા આવ્યા છે એ કરચોરો એ હવે ધીમે ધીમે ચોરી ઘટાડી અને જેમ બને એમ વહેલામાં વહેલી તકે સ્વચ્છ થતા જવામાં જ શાણપણ છે. જે રોકાણો ચોપડા પર નથી એને ચોપડામાં લાવવાની કવાયત કરતા જવામાં જ મજા છે, માટે વહેલામાં વહેલી તકે કોઈ સારા CA ને પકડી સ્વચ્છ થવાની કવાયત શરુ કરી દેવામાં જ શાણપણ છે. બાકી આવકવેરા ખાતું એના પર વ્યાજ સાથે કર ઉઘરાવશે એ નક્કી જ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here