હજી ગયે મહીને જ eછાપું પર આપણે ચર્ચા કરી હતી કે હોલીવુડની ફિલ્મોમાં અદાકારોની પસંદગીની બાબતમાં વિવિધતા હોતી નથી. આ ચર્ચામાં એમ જાણવા મળ્યું હતું કે વિદેશી બજારને ધ્યાનમાં લઈને હોલીવુડ ફિલ્મ નિર્માતાઓ પોતાની ફિલ્મોમાં બને તેટલા ઓછા અશ્વેત કલાકારોને સ્થાન આપે છે. પરંતુ આવતા મહીને રીલીઝ થનારી ફિલ્મ Black Panther માં ઉપરોક્ત માન્યતાથી તદ્દન ઉલટી ગંગા વહી છે. The Black Panther ફિલ્મમાં માત્ર મુખ્ય જ નહીં પરંતુ તમામ કલાકારો અશ્વેત છે. મજાની વાત એ છે કે ઓછા અશ્વેત કલાકારો રાખવાનો આરોપ જે હોલીવુડ પ્રોડક્શન હાઉસીઝ પર વધુ મૂકવામાં આવે છે તેમાંથી એક એવા Marvel Studios દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લુપીતા ન્યોંગ’ઓ આ ફિલ્મ દ્વારા સુપરહીરો ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કરી રહી છે તેનું માનવું છે કે Black Panther દ્વારા અમેરિકા વિશ્વના અન્ય ભાગો સાથે પોતાને એક કરી શકશે. Black Panther જે અમેરિકાની સૌથી પહેલી બ્લેક સુપરહીરો કોમિક સિરીઝ છે તેને Marvel દ્વારા 1966માં રીલીઝ કરવામાં આવી હતી અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો.
હવે જ્યારે Black Panther સૌથી પહેલી હોલીવુડ All Black Actor Superhero movie બનવા જઈ રહી છે ત્યારે તે કદાચ ઉપરોક્ત ચર્ચા પર હાલપૂરતું પૂર્ણવિરામ મૂકી દઈ શકે છે કે હોલીવુડ માત્ર શ્વેત કલાકારો પર જ ધ્યાન આપે છે નહીં કે અશ્વેત. Black Panther નો ટાઈટલ રોલ ચેડવિક બોસમેન કરે છે જેને ‘T’Challa’ ના નામે વધુ જાણવામાં આવે છે તે નિભાવી રહ્યો છે અને તેના દુશ્મન એરિક કિલમોન્ગર સામે તે આ ફિલ્મમાં યુદ્ધ છેડવાનો છે.
લુપીતા પણ આ ફિલ્મ રિલીઝને અત્યંત મહત્ત્વની માની રહી છે. ફિલ્મના તમામ કલાકારો અશ્વેત હોવા તરફ ઈશારો કરતા તે જણાવે છે કે, “આ એક એવી ફિલ્મ છે જે તમે એકલા જુઓ કે કોઈની સાથે તમે થિયેટરની બહાર આવીને તમામ સાથે પોતાનો અનુભવ શેર કરી શકશો એ પ્રકારે બનાવવામાં આવી છે. આ ફિલ્મ એક કમ્યુનીટીના ઐક્યનો એહસાસ કરાવશે.” લુપીતા આ ફિલ્મને એક એવો દુર્લભ ચાન્સ ગણાવી રહી છે જે ક્યારેક જ અશ્વેત અદાકારોને એકજ ફિલ્મમાં આટલી મોટી સંખ્યામાં એકઠા થવાનો મોકો આપવાની છે.

Black Panther માં રાક્ષસી તત્વો સામે લડનારાઓ ને વકાંડા વોરીયર્સ તરીકે ઓળખવામાં આવે છે અને લુપીતા ન્યોંગ’ઓ જણાવે છે કે મહિલા વકાંડા વોરીયર્સ યુદ્ધ કળા જાણતી હોવા ઉપરાંત પ્રેમ અને લાગણી પણ બતાવી જાણે છે તે પ્રકારનું કેરેક્ટર ઉભું કરવામાં આવ્યું છે.
The Back Panther સુપરહીરો ફિલ્મ સમગ્ર વિશ્વમાં 16 ફેબ્રુઆરીએ રીલીઝ થશે
eછાપું
તમને ગમશે: ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે