સેન્સર બોર્ડે તાજેતરમાં Padmavati મૂવીના નામમાં સુધારો કરી તેનું નામ Padmavat રાખવાનું સૂચન કર્યું અને ફિલ્મ ને નવા નામ સાથે રીલીઝ કરવા સર્ટીફીકેટ આપ્યું. મોટાભાગના લોકો એવું માને છે કે ઈતિહાસ જોડે સામ્યતા ટાળવા આવું કરાયું છે પણ મારું અંગત પણે માનવું છે કે સેન્સર બોર્ડ હવે જ્યોતિષીઓ અને ન્યુમરોલોજિસ્ટના રવાડે ચઢી ગયું છે એટલે જ આવા મોં માથા વગરના સૂચનો કરે છે .

આ તો હજી શરૂઆત છે અને ભવિષ્યમાં આ વસ્તુ આગળ પણ વધી શકે છે. જેમકે Padmavat શબ્દમાં પણ ન્યુમરોલોજી પ્રમાણે સ્પેલિંગ માં બે વાર A અક્ષર (ઉચ્ચાર ‘પદ્માઆઆવત’) પણ ઉમેરાવી શકે છે એટલે ફિલ્મ મૂડી રેટીગ એજન્સીની જેમ ડબલ A રેટીગ ની જેમ જોરદાર ચાલે અને એ બાબતે પણ લોકો ટોમ મૂડી ને ગાળો આપે એટલે ઓસ્ટ્રેલિયા જોડેનો આપણો ક્રિકેટનો જૂનો બદલો પૂરો થઇ જાય. આપણે એમ સમજવું રહ્યું કે આ બધું સેન્સર બોર્ડ દેશ ની ભલાઈ માટે જ કરી રહ્યું છે . અને કોઈ ટ્રેન માં હિરોઈન નહીં પહોચી શકતી હોય તો કોઈ હીરો એને હાથ લાંબો તો કરશે પણ સાથે સાથે એના માટે ટ્રેન માં જગ્યા કરવા કોઈ સાઉથ આફ્રિકાની વ્યક્તિને ટ્રેનમાંથી નીચે ધકેલી દેશે ત્યારબાદ જ હિરોઈન ને ટ્રેનમાં ખેચી શકશે જેથી ગાંધીજી ને આફ્રિકા માં થી ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવાયા હતા એ બાબત નો દરેક મૂવી માં બદલો લઇ શકાય અને દેશ ભક્તિ પણ મૂવી જોવા જોનારાઓમાં જાગૃત થાય આવી મૂવી જ સેન્સર બોર્ડમાં પાસ થશે .
સની દેઓલ પાણી ની ડંકી તો ઉખાડી શકશે પણ આજુ બાજુ કાદવ કીચડ ના થાય અને પાણી બહુ વેડફાય નહિ એવા પર્યાવરણ નાં ધારાધોરણ ને આધીન જ ડંકી ઉખાડવા વાળા સીન કરવાની સેન્સર બોર્ડ પરવાનગી આપશે. વળી આમ કરવાથી સ્વચ્છ ભારત મિશનનો પણ પ્રચાર થઇ શકશે.
ભવિષ્યમાં એવું પણ થશે કે સ્પેલિંગમાં અક્ષરો ઉમેરવાની અને ઘટાડવાની સાથે સાથે મૂવીના પોસ્ટર પર પ્રોડક્શન હાઉસના નામના સ્પેલિંગ ની ઉપર લીબું તેમજ મરચાનું ચિત્ર લગાવું જરૂરી રહેશે જેથી કોઈ દોરા-ધાગા ફિલ્મ પર કે સેન્સરબોર્ડના નિર્ણય પર અસર કરી ના જાય. તેમજ જો કોઈ હોરર મૂવી હોય તો એ હોરર મૂવીના નામ નીચે ઘોડાની નાળનું ચિત્ર લગાવવું જરૂરી રહેશે તેમજ ફિલ્મ ની લીડીગ એક્ટ્રેસના ગળામાં હનુમાન રક્ષા કવચ અથવાતો હાથે રક્ષા પોટલી પહેરવી ફરજીયાત રહેશે અને તોજ ફિલ્મ ને સેન્સર બોર્ડ પાસ કરશે .
ફિલ્મમાં પ્રાણીઓ પર અત્યાચાર નથી થયો તેમજ ફિલ્મના પાત્રો કાલ્પનિક છે સાથે સાથે આ ફિલ્મ નો ઉદ્દેશ કોઈની ધાર્મિક માન્યતાઓને આહત કરવાનો નથી વગેરે વગેરે પ્રકારના ડિસ્કલેમર સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ ઈઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક જેવું ફટાફટ ગોગડીયા ઉચ્ચારોમાં બોલાતું ડિસ્કલેમર પણ મુકવાનું રહેશે. આટઆટલા ડિસ્કલેમર મુકે છે તો પછી મ્યુચલફંડવાળું ય શું કામ બાકી રહી જાય? ફિલ્મની શરૂઆતમાં આવતો રાહુલ દ્રવિડ અને મુકેશ હરાને એમનો એમજ રહેશે કે તમાકુ થી કેન્સર થાય છે તમાકુ અને નિકોટીનનું તત્વ ફિલ્મમાંથી સેન્સર બોર્ડ ઘટાડી દેશે એવું કરવા માટે જો કોઈ મોટો કરોડપતિ બીઝનેસમેન ફિલ્મમાં મોઘી સિગાર પીતો બતાવશે તો એ ફિલ્મ સેન્સરમાંથી પાસ નહીં થાય. આ ઉપરાંત બીઝનેસમેન ગમે તેટલો મોટો બતાયો હોય પણ એ બીડી જ પી શકશે અને આલ્કોહોલની બોટલો બ્લર કરવાની જગ્યાએ ત્યાં ફ્રૂટી કે લીબું શરબત અથવા બોટલ પર દિલ્લી કી મશહુર શિકજી લખેલું હશે તોજ ફિલ્મ સેન્સર બોર્ડ માં થી પાસ થઇ શકશે .
સેન્સર બોર્ડ એવા એવા લોજીક થી ફિલ્મો પાસ અથવાતો નાપાસ કરે છે કે કેટલાક ડફોળ વિધાર્થીઓ દ્વારા પોતાના પેપર ચેક કરવા માટે સેન્સર બોર્ડને સોપવા અરજી કરવામાં આવશે કેમકે સેસન્સર બોર્ડ વિધાર્થીએ ગમે તેવું પેપર લખ્યું હોય એમાં થોડા આડા અવળા અક્ષર ઉમેરી ને ગમે તેવા જવાબો લખ્યા હોય તોય જો તમને પણ પાસ કરાવી શકે છે કેમકે ઘણા એવા મૂવી પણ સેન્સર બોર્ડ પાસ કરી ચુક્યું છે જેને પાસીગ માર્ક એટલે કે કૃપાગુણ પણ આપી શકાય એવા નહતા.
ટૂંકમાં સેન્સર બોર્ડનું સલમાન ભાઈના ડાયલોગ જેવું છે કે “મૈ દિલમે આતા હું સમજ મેં નહીં.” તો તમને પણ સમજણ પડી હોય કે ઉપર દર્શાવેલા કારણો સિવાય Padmavati મૂવી નાં નામ માંથી ‘આઈ’ ક્યાં ગયો પાછળ કોઈ જેન્યુઈન રીઝન હોઈ શકે છે, તો અમને જણાવજો. આમ કરવાથી તમને અયોગ્ય, અયોગ્ય કે કોઇ અન્ય પ્રકારનું વળતર આપવામાં નહીં આવે એની ખાસ નોંધ લેશો.
આભાર .
લિ. વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.
eછાપું
નાનપણ માં અમુક બાળકો લાઈફ માં દમ ખમ વગર ના હોય ઈ પછી જયારે વરસાદ આવે ને વાદળો ના ગડગડાટ થાય ત્યારે જોવો જોવો ભગવાન પાદે છે એવી વ્યર્થ હસાવા ની કોશિષ કરતા હોય છે
આ લેખ વાંચી ને આજે ઈ ભોટવા બાળકો ની યાદ આવી ગઈ ..