જ્યારે અક્ષય કુમાર પણ અપમાનોનો સામનો કરી રહ્યો હતો

7
585
Photo Courtesy: newindianexpress.com

અક્ષય કુમાર, બોલીવુડની એક આગવી ઓળખ અને ફિલ્મોના વિષય વસ્તુ પર ભાર આપનાર કલાકારોમાં એક ઉત્તમ ઉદાહરણ. એક થી એક ચડિયાતી ફિલ્મોનું સિલેક્શન અને એમાં વળી ગયા વર્ષે મળનાર 64th નેશનલ એવોર્ડ એ અક્ષય કુમારની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવ્યા. જો કે દૂધમાંથી પોરા કાઢે એમ અક્ષય કુમારને મળેલા આ સન્માન પર આંગળી ઉંચી કરનારાઓ પણ હતા. પરંતુ અક્ષય કુમાર જેમ પેલું કહેવાય છે ને એમ least concerned રહ્યો હતો.

Photo Courtesy: newindianexpress.com

1991માં રિલીઝ થયેલી સૌગંધ ફિલ્મથી પોતાની વાસ્તવિક કારકિર્દી શરૂ કરનાર અક્ષય કુમારે અત્યાર સુધીમાં લગભગ 90 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ એવા આ અભિનેતાને 2008માં, કેનેડાના ઓન્ટારિયો ખાતેની યુનિવર્સિટી ઓફ વિન્ડસરે ભારતીય સિનેમામાં પ્રદાન બદલ ઓનરરી ડોક્ટરેટ ઓફ લોની પદવી એનાયત કરી. 2009માં તેને ભારત સરકાર દ્વારા પણ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પરંતુ અત્યારે પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચી ગયેલા ગયેલા આ ‘ખિલાડી કુમાર’ને તેની કારકિર્દીની શરૂઆતમાં આશ્ચર્યજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. એક જાણીતા અંગ્રેજી અખબારને હાલમાં જ આપેલા ઇન્ટરવ્યૂ આપતા તેણે જણાવ્યું હતું કે કેવી રીતે ઈન્ડસ્ટ્રીના માંધાતાઓએ અક્ષય કુમાર સાથે તેની રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફીસ પરના દેખાવને આધારે વર્તન કર્યું હતું.

તમને ગમશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની ત્રીજી સૌથી વિશ્વાસપાત્ર સરકારના કેપ્ટન

અત્યારે સતત સામાજિક વ્યવસ્થામાં મદદરૂપ થાય એવા વિષયો પર કામ કરનાર આ ઉમદા કલાકારને તેની પાછલી ચાલેલી ફિલ્મોના રિઝલ્ટ પરથી હોટલ સ્ટે અને ટ્રાવેલ પ્લાન આપવામાં આવતો. તાજી ફિલ્મનું શુટિંગ હોય તો તેની છેલ્લી અમુક ફિલ્મો ચાલી હોય તો બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરાવવામાં આવતી નહીં તો ઇકોનોમિક ક્લાસ ઝિન્દાબાદ! કોઈકવાર અમુક ફિલ્મો ન ચાલી હોય તો અક્ષય કુમાર  બસમાં પણ મુસાફરી કરીને શુટિંગમાં પહોંચતો.

જો કે સમય બદલાયો છે અને આજની તારીખમાં પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરતા અક્ષય કુમારએ પોતાની કારકિર્દીમાં અસંખ્ય ઉતાર ચઢાવ જોયા અને છતાં પોતાને ઇન્ડસ્ટ્રી માં એક અલગ સ્થાન અપાવ્યું છે.

અક્ષય કુમાર દેશ ભક્તિ અને સોશિયલ અવેરનેસ પર પણ આધારિત ફિલ્મોનો જાણેકે ચહેરો બની ગયો છે. જેમ કે, હોલીડે – અ સોલ્જર ઈસ નેવર ઓફ ડ્યૂટી, બેબી, એરલિફ્ટ, ટૉયલેટ – એક પ્રેમ કથા, વિગેરે. તેની આવનારી ફિલ્મ પેડમેન પણ નારીલક્ષી સમસ્યા પર આધારિત છે.

દુનિયાના સૌ પ્રથમ ઓછી કિંમતના સેનેટરી નેપ્કિન્સ બનાવવા માટેના મશીનની શોધ કરનાર, પદ્મશ્રી અરુણાચલમ મુરૂગનાંથમએ કરેલા સામાજિક સુધારાના મુદ્દાને આપણી સમક્ષ રજૂ કરવામાં અક્ષય કુમાર તેમનાં પત્ની ટ્વિંકલ ખન્ના સાથે આ પેડમેન ફિલ્મ લઇને આવી રહ્યાં છે. જીવનના સંઘર્ષમાં ઘણું સહન કરી ચૂકેલા અને ઘણું શીખી ચૂકેલા એક ઉમદા અભિનેતા એટલેકે અક્ષય કુમાર ના અભિનય દ્વારા ફરીએકવાર આપણને એક રેવોલ્યુશનરી સ્ટોરી જોવા મળશે જે બોલીવુડ ચાહકો માટે એક ટ્રીટ સાબિત થશે એમાં શંકાને કોઈજ સ્થાન ન હોઈ શકે.

eછાપું

7 COMMENTS

  1. सरस लेख.
    भविष्यमाँ पण आवी माहिति आपता रहेशो.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here