જ્યારે મોદીના એક ફોન કોલ દ્વારા ઓપરેશન રાહત શક્ય બન્યું

0
407
Photo Courtesy: indianexpress.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સાંભળ્યા બાદ દેશની વિદેશનીતિમાં લગાતાર સુધારો જ નથી આવ્યો પરંતુ તે pro-active પણ થઇ છે. વિદેશોમાં ભારતની આ pro-active વિદેશનીતિની ત્યારે ખાસ નોંધ લેવામાં આવી હતી જ્યારે ભારતે યમન માં ‘ઓપરેશન રાહત’ ચલાવીને માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી નાગરિકોને પણ બચાવી લીધા હતા. હાલમાં સિંગાપોર ખાતે યોજાયેલા ASEAN-India પ્રવાસી ભારતીય દિવસ દરમ્યાન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઓપરેશન રાહત એક અજાણી હકીકત જાહેર કરી હતી.

Photo Courtesy: indianexpress.com

2015માં યમન પર સાઉદી અરેબિયા અને તેના સાથી રાષ્ટ્રોએ હુમલો કર્યો હતો. આવા સમયે યમનમાં કાર્યરત હજારો ભારતીયો અને અન્ય નાગરિકો ત્યાં ફસાઈ ગયા હતા. ભારત સરકારે ભારતીયોને એમના હાલ પર છોડી દેવાને બદલે તેમને બચાવીને ભારત પરત લાવવા માટે ઓપરેશન રાહત હાથ ધર્યું હતું. વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંઘના નેતૃત્વ હેઠળ ઓપરેશન રાહત 2015ની પહેલી એપ્રિલથી અગિયાર દિવસ સુધી સતત ચલાવવામાં આવ્યું હતું.

શરુઆતમાં આ ઓપરેશનમાં ભારે તકલીફ પડી હતી કારણકે ત્યારે સાઉદી અરેબિયા દ્વારા સતત બોમ્બમારો ચાલુ રાખવામાં આવ્યો હતો. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ખ્યાલ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાઉદી રાજા સલમાન સાથે અંગતરીતે ઘણા સારા સંબંધ છે. આથી સ્વરાજે વડાપ્રધાન મોદીને કિંગ સલમાનને વાત કરીને ઘટતું કરવા કહ્યું હતું.

તમને ગમશે: SEBIના રૂપાણી વિષેના નિર્ણય પરની Business Standardની બદમાશી પકડાઈ

વડાપ્રધાન મોદીએ તરતજ કિંગ સલમાનને સીધો જ કોલ કર્યો હતો. કિંગ સલમાને વળતા જવાબરૂપે ભારતની મદદ માટે કશું પણ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમણે દરરોજ સવારે 9 થી 11 દરમ્યાન એક અઠવાડિયા સુધી યમન પર બોમ્બમારો નહીં થાય તેવી ભારત સરકારને વડાપ્રધાન મોદી દ્વારા ખાતરી આપી હતી.

ત્યારબાદ ભારત સરકારે યમન સરકારને વિનંતી કરી હતી કે તેઓ આ સમય દરમ્યાન એડન સી પોર્ટ અને સના એરપોર્ટ ખુલ્લું રાખે. યમને પણ ભારતની દોસ્તીના સંબંધને ધ્યાનમાં લઈને તેમ કરવાનું વચન આપ્યું હતું. આમ યમનમાં ફસાયેલા ભારતીય નાગરીકોને દરરોજ બે કલાક, એક અઠવાડિયા સુધી એડન અને સના દ્વારા નજીક આવેલા જિબુટી ખસેડવામાં આવ્યા અને છેવટે તમામ ભારતીય નાગરિકોને યમનથી સુખરૂપ સ્વદેશ પરત લવાયા હતા.

ભારતની આ સફળ કાર્યવાહીને ધ્યાનમાં લઈને બાદમાં અમેરિકા અને કેટલાક યુરોપીન દેશોની સરકારોએ પણ યમનમાં ફસાઈ પડેલા પોતાના નાગરિકોને યમનમાં આવેલી ભારતીય રાજદૂતની ઓફિસનો સંપર્ક કરવાનું કહ્યું હતું. ભારતે એ દેશના નાગરિકોને પણ આ જ સમય દરમ્યાન જિબુટી ખસેડ્યા હતા.

આમ કોઇપણ સરકાર જો પોતાના એક એક  નાગરિકના જીવ ની કિંમત સમજે તો જ ઓપરેશન રાહત જેવી કાર્યવાહી ચપટી વગાડતા જ થઇ શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here