Reliance Jio હજી કેટલા ભાવ ઘટાડશો?

0
344
Photo Courtesy: zeenews.india.com

Reliance Jio એ જ્યારે તેની ફ્રી યોજના પૂરી કરીને નવા પ્લાન જાહેર કર્યા ત્યારે ટેલીકોમ પ્રાઈસ વોર હવે થોડો સમય થંભી જશે એવું લાગતું હતું. પરંતુ બે દિવસ અગાઉ Reliance Jio દ્વારા લાગુ પાડવામાં આવેલા નવા ટેરીફથી એ પ્રાઈસ વોર નવેસરથી ચાલુ થવાના અંદેશ તો જવા દો, એ વોર શરુ પણ થઇ ગઈ છે. નવી પ્રાઈસ વોર શરુ થવા પાછળ કારણ છે Reliance Jio નો નવો 149 રૂપિયાનો પ્લાન. આ પ્લાન અને Reliance Jioના અન્ય નવા પ્લાન્સ વિષે જાણીએ એ પહેલા એ જોઈએ કે આ નવા પ્લાન્સનો અન્ય ટેલીકોમ કંપનીઓએ શો જવાબ આપ્યો છે.

Photo Courtesy: zeenews.india.com

Reliance Jioના આ નવા પ્લાનને જવાબ આપવા એરટેલે તેના રૂ. 448ના પ્લાન જેમાં રોજનું 1GB ઈન્ટરનેટ યુઝ કરવા મળતું હતું તેની વેલીડીટી 70 દિવસથી વધારીને 82 દિવસ કરી છે અને રૂ. 509 માં હવે એરટેલ યુઝર્સ 91 દિવસ 1GB ઈન્ટરનેટનો વપરાશ કરી શકશે. વોડાફોન પણ હવે રૂ. 448માં 70 દિવસની અને રૂ. 509માં 84 દિવસની વેલીડીટી વધારી આપવાનું છે. પરંતુ આ વેલીડીટી Reliance Jio અને એરટેલની સરખામણીમાં હજીપણ ઘણી ઓછી કહી શકાય તેમ છે.

હવે જાણીએ Reliance Jio ના 9 જાન્યુઆરી 2018થી લાગુ પડનાર નવા પ્લાન્સ વિષે

રૂ. 149: 28 દિવસ સુધી ચાલનારા આ નવા પ્લાનમાં રોજની 1GB મળશે. Reliance Jio દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાલમાં સમગ્ર ભારતમાં આનાથી સસ્તો કોઇપણ પ્લાન નથી.

રૂ. 349: આ પ્લાન પહેલા રૂ. 399 માં અવેલેબલ હતો અને આ પ્લાનમાં તમે કુલ 70GB 70 દિવસમાં વાપરી શકો છો.

રૂ. 399: જૂના પ્લાનને ચાલુ રાખવામાં આવ્યો છે પરંતુ હવે આ પ્લાન પસંદ કરનાર Reliance Jio યુઝર રોજની 1GB 70 ને બદલે 84 દિવસ સુધી યુઝ કરી શકશે.

રૂ. 449: પાંચસોથી પણ ઓછી કિંમતમાં તમે ત્રણ મહિનાથી પણ વધુ એટલેકે 91 દિવસ સુધી રોજ 1GB ઈન્ટરનેટનો વપરાશ આ પ્લાન હેઠળ બેધડક કરી શકો છો.

Reliance Jio ના 1.5GB વાળા બે નવા પ્લાન્સ

જો તમને 1GB માં પણ સંતોષ ન થતો હોય તો રોજની 1.5GBના બે નવા પ્લાન્સ Reliance Jio એ શરુ કર્યા છે.

રૂ. 198: કુલ 28 દિવસ સુધી દરરોજ તમે 1.5GB ડેટા નો યુઝ કરી શકો છો.

રૂ. 398: દરરોજ 1.5GBની લીમીટમાં તમે 70 દિવસ સુધી ડેટા યુઝ કરી શકો છો.

આ ઉપરાંત રૂ. 448ના પ્લાનમાં 84 દિવસ માટે હવે 126GB મળશે તો રૂ. 498 વાળા પ્લાનમાં 91 દિવસ માટે 136GB જેટલો ભારે ડેટા તમે વપરાશમાં લાવી શકશો.

તમને ગમશે: બે વર્ષમાં વીજળી બીલના અધધધ રૂ. 5,000 કરોડ બચાવતી રેલ્વે

આમ જુઓ તો કોઈને પણ સંતોષ થાય એવા Reliance Jio ના આ ડેટા પ્લાન્સ છે પરંતુ કંપનીને હજીપણ સંતોષ નથી. કંપની સાથે જોડાયેલા એક સૂત્રનું માનવું છે કે આ તો હજી શરૂઆત છે અને વર્ષ 2018માં આનાથી પણ મોટી જાહેરાતો થવાની શક્યતા છે. જો આમ બનશે તો અન્ય ટેલીકોમ કંપનીઓનું શું થશે એ તો ભગવાન જ જાણેને?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here