સૂપ: દિશાઓના બંધનથી મુક્ત એક કમ્ફર્ટ ફૂડ

0
338
Photo Courtesy: Aakanksha Thakore

સૂપ વિષે વાત કરીએ એ પહેલા જરાક જ્ઞાનની વાત કરીએ? વિકિપીડિયામાં જણાવ્યા મુજબ, કમ્ફર્ટ ફૂડ એટલે પરંપરાગત રીતે ખાવામાં આવતો ખોરાક કે જે ખાવાથી વ્યક્તિ ઉદાસીન અથવા ભાવનાત્મક લાગણી અનુભવે છે, અથવા તો પછી એવો ખોરાક કે જે લેનારને માટે જાણીતો આહાર છે, જે લેનારને સોફ્ટ ટેક્સચર ધરાવે છે અને જરૂરી કેલરી અને પોષક દ્રવ્યો પૂરા પાડે છે.

મારા માટે, કમ્ફર્ટ ફૂડ એ એવો ખોરાક છે જે તમને ત્યારે ગમે છે જ્યારે તમે બીમાર છો અથવા થાકી ગયા છો અથવા કેટલીક ભારે સામગ્રી રાંધવાના મૂડમાં નથી કે પછી બહારની મોસમમાં તમને ગોદડામાંથી નીકળવું ગમતું નથી! જેમકે કેટલાક સૂપ અથવા વન-પોટ મિલ જેવું કંઇક.

કડકડતી ઠંડીમાં આપણે ગરમી માટે ચા,કોફી અને હોટ ચોકલેટથી માંડીને કોઈપણ ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવા તૈયાર હોઈએ છીએ, ઈનફેક્ટ આપણે ઠંડીમાં આવી જ વસ્તુને પ્રાયોરીટી આપીએ છીએ – મહેમાન હોઈએ ત્યારે પણ અને મેજબાન હોઈએ ત્યારે પણ! હવે જો કોઈ એક ટંક માટે આવી ગરમાગરમ ખોરાક જોઈતો હોય તો તે છે સૂપ.

તો સૂપની વ્યાખ્યા શું? સૂપને જો સરળતાથી સમજાવવો હોય તો એમ કહી શકાય કે તે એક પ્રવાહી છે વાનગી જે સ્વાદમાં નમકીન હોય છે અને તેને પાણી કે સ્ટોકમાં શાકભાજી કે માંસ-મચ્છીને વારંવાર ઉકાળીને બનાવવામાં આવે છે.

સૂપના ઇતિહાસની વાત કરીએ તો, સૂપના અસ્તિત્વ પુરાવા છેક ઈ.સ. પૂર્વે 20,000 સુધી મળી શકે છે. જ્યાંસુધી વોટરપ્રૂફ કન્ટેનર – જે કદાચ માટી વાસણો સ્વરૂપે આવ્યાની શોધ નહોતી થઇ ત્યાં સુધી ઉકાળવું(Boiling) એ એક સામાન્ય રસોઈ ટેકનીક ન હતી. તે સમયે પાણી ગરમ કરવા માટે ગરમ પથ્થરોનો ઉપયોગ થતો હતો. આજે સૂપને ઘણીવાર મુખ્ય ભોજન પહેલાં સ્ટાર્ટર, ફર્સ્ટ કોર્સ, અથવા ઓન્ત્રે તરીકે સર્વ કરવામાં આવે છે.

પરંપરાગત રીતે, સૂપને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે : ક્લીઅર સૂપ અને થીક સૂપ. થીક સૂપને તેના થીકનીંગ એજન્ટના પ્રકારને આધારે વહેંચવામાં આવ્યા છે:  વેજીટેબલ સૂપ્સને શાકની પ્યોરી અને સ્ટાર્ચથી થીક કરવામાં આવે છે તો ક્રીમ સૂપને બેકામેલ સોસ કે વ્હાટ સોસ થી ઘટ્ટ બનાવવામાં આવે છે. આ સિવાય બીજા પોપ્યુલર થીકનીંગ એજન્ટ્સ છે: ઈંડા, દાળ, લોટ, ચોખા,બટાટા અને ગાજર. આમ જોઈએ તો આપણા સંભાર અને રસમ પણ એક રીતે સૂપના જ પ્રકાર છે.

કેટલાક સૂપ લીક્વીડમાં શાકના મોટા ટુકડા નાખીને પીરસી દેવામાં આવે છે, તો બ્રોથ એ ફ્લેવર્ડ લીક્વીડમાં શાકને લાંબા સમય સુધી પકવીને બનાવવામાં આવે છે. જયારે પોટાજ એ થીક સૂપ કે પોરિજનો પ્રકાર છે જેમાં શાકને લાંબા સમય સુધી ઉકાળી એક ઘટ્ટ મિશ્રણ રૂપે પીરસવામાં આવે છે. ‘બીસ્ક્સ’ એ હેવી ક્રીમ સાથે બનાવવામાં આવતો સી-ફૂડ બેઝ્ડ સૂપ છે તો ક્રીમ સૂપ ડેયરી બેઝ્ડ સૂપ છે. ચાઉડર એ બીસ્ક્સની માફક એક ઘટ્ટ સૂપ છે પણ તેને સ્ટાર્ચની મદદથી ઘટ્ટ કરવામાં આવે છે. ગાઝ્પેચો જેવા કેટલાક સૂપ માત્ર ઠંડા સર્વ કરવામાં આવે છે, તો અન્ય સૂપને વૈકલ્પિક રીતે ઠંડા સર્વ કરી શકાય છે.

સૂપ બનાવવામાં સહેલા હોય છે અને પોષક તત્વોથી ભરેલા હોય છે.

શિયાળામાં સામાન્ય રીતે એવા સૂપ વધુ બનાવવામાં આવે છે જે આપણને બહારની ઠંડી સામે રક્ષણ પૂરું પાડે અને શરીરમાં ગરમાવો લાવી દે. આવા સૂપમાં સામાન્ય રીતે સ્પાઈસી ક્લીઅર સૂપનો અને હેવી ક્રીમ બેઝ્ડ સૂપનો સમાવેશ થાય છે, જેમકે હોટ એન્ડ સાર, ક્રીમ ઓફ સ્પીનાચ કે પછી નૂડલ સૂપ.

રોસ્ટેડ હલાપીનીઓ એન્ડ કોર્ન સૂપ:

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

4 હલાપીનો મરચા (અથવા ભાવનગરી મરચા)
1/3 કપ સમારેલી ડુંગળી
2 કળી લસણ સમારેલું,

1 ટેસ્પૂન તેલ

3 ટેબલસ્પૂન બટર

¼ કપ મકાઈનો લોટ (પીળો)

2 ½ કપ વેજીટેબલ સ્ટોક

½ કપ દૂધ

1 ટેબલસ્પૂન ક્રીમ (મલાઈ) સજાવટ માટે

મીઠું અને મરી સ્વાદ મુજબ

 

રીત:

 1. મરચાને લંબાઈમાં અડધા કાપી, તેના બી કાઢી નાખી, ઓવેનમાં 200 સે. તાપમાને ૧૦-૧૫ મિનીટ માટે શેકી લો. ઓવેનની જગ્યાએ ગેસ પર પણ શેકાય. ઠંડા પડે એટલે એના નાના-નાના ટુકડા કરી લો. સજાવટ માટે થોડા મરચા અલગ રાખો.
 2. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણને 1 થી 2 મિનીટ માટે સાંતળો, ત્યારબાદ તેમાં મીઠું ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
 3. આ મિશ્રણમાં બટર ઉમેરો. બટર ઓગળે એટલે તેમાં મકાઈનો લોટ ઉમેરો અને બરાબર ભેળવો અને મકાઈનો લોટ શેકી જાય ત્યાંસુધી પકવો.
 4. તેમાં સમારેલા મરચા ઉમેરો અને ધીરેધીરે વેજીટેબલ સ્ટોક ઉમેરો. ઉભરો આવવા દો.
 5. તેમાં દૂધ ઉમેરીને ઉભરો આવે એટલે ધીમા તાપે, સૂપ ઘટ્ટ થાય ત્યાંસુધી સીઝવા દો.
 6. સૂપ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી હેન્ડ બ્લેન્ડર ફેરવી સૂપને સ્મૂધ કરી દો.
 7. મરચા અને ક્રીમ વડે સજાવી, ગરમાગરમ પીરસો.

 

કોર્ન એન્ડ પોટેટો ચાઉડર

સામગ્રી

1 ટેબલસ્પૂન તેલ

1 ½ કપ સમારેલું લીલું કેપ્સીકમ

1 કપ લીલી ડુંગળી સમારેલી (આશરે 1 ઝૂડી)
2 કપ મકાઈના દાણા
1 ¼ કપ પાણી
1 ચમચી સીઝનીંગ(બેઝીલ, થાઈમ, ઓરેગાનો વગેરે)
1/8 ચમચી ખાંડેલા લાલ મરચાં
૫૦૦ ગ્રામ બટાકા, ½ ઇંચના ટુકડામાં સમારેલા
1 કપ ક્રીમ
¼ કપ સમારેલી કોથમીર
¾ ચમચી મીઠું
½ કપ છીણેલું ચીઝ

 

રીત:

 1. એક પેનમાં તેલ લો. તેમાં કેપ્સીકમ અને ¾ કપ ડુંગળી લઇ લગભગ 4 મિનીટ સુધી સાંતળો.
 2. તેમાં મકાઈના દાણા, પાણી, સીઝ્નીંગ, લાલ મરચા અને બટાકા નાંખી ઉકળવા દો.
 3. ઉભરો આવે એટલે ધીમા તાપે લગભગ ૧૦ મિનીટ સુધી અથવાતો બટાકા નરમ થાય ત્યાં સુધી ખદખદવા દો.
 4. ત્યારબાદ આંચ પરથી દૂર કરી તેમાં ક્રીમ, મીઠું અને કોથમીર ઉમેરો.
 5. સૂપને બાઉલમાં કાઢી ઉપરથી ચીઝ અને લીલી ડુંગળી ભાભારવા ગરમાગરમ સર્વ કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here