વેલકમ ટુ ડિજીટલ બોલીવુડ!

0
453
Photo Courtesy: criptotendencia.com

જે સફળ વ્યક્તિ અથવાતો સંસ્થા સમય સાથે ચાલે છે અને પોતાને અપડેટ કરતા રહે છે તેમની સફળતા અનંતકાળ સુધી ટકી રહે છે. બોલીવુડ પણ હોલીવુડની રાહે હવે ડિજીટલ થઇ રહ્યું છે. આપણી ફિલ્મોની પ્રોડક્શન વેલ્યુ તો ડિજીટલ યુગમાં વધી જ છે પરંતુ હવે મોટા મોટા બોલીવુડ ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સ ડિજીટલ માધ્યમને પણ અપનાવી રહ્યા છે અને તેને લગતું કન્ટેન્ટ બનાવી રહ્યા છે.

Photo Courtesy: criptotendencia.com

આ એક એવા યુગની શરૂઆત છે જેમાં સફળ બોલીવુડ કર્તાધર્તાઓ નાના અને માઈક્રો પડદા માટે કશુંક સર્જન કરવા જઈ રહ્યા છે. ડેઈલી સોપની જેમ એકતા કપૂરે અહીં પણ નેતૃત્વ લીધું છે અને ગયે વર્ષેજ તેણે Alt Balaji નામની એક એપ શરુ કરી છે જેમાં યુવાનોને આકર્ષે તેવું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. યશરાજ ફિલ્મ્સ પણ ફિલ્મો બનાવવા ઉપરાંત YouTube પર અત્યારે ખાસીએવી લોકપ્રિય થઇ ચૂકેલી YFilms ચલાવી રહી છે. આ તો હજી શરૂઆત છે અને હવે અન્ય જાણીતા બોલીવુડ નામો પણ ડિજીટલ વર્લ્ડમાં એન્ટર થવાના છે.

આ નામોમાં પહેલું નામ છે વિક્રમ ભટ્ટનું. વિક્રમ ભટ્ટ પણ પોતાની એપ ‘VB-Theatre on the web’ લાવી રહ્યા છે. આ એપ આ મહીને જ લોન્ચ થવાની છે અને તેમાં વિક્રમ ભટ્ટ ઓરીજીનલ સિરીઝ ‘Untouchables’ શરુ કરશે. આ સિરીઝ ક્રિશ્ના ભટ્ટ દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે અને ખુદ વિક્રમ ભટ્ટ તેમાં અદાકારી કરશે. આ સિરીઝ પત્યા બાદ ‘Twisted 2’ સિરીઝ આ જ એપ પર શરુ થવા જઈ રહી છે.

તમને ગમશે: બની બેઠેલી યુનિવર્સીટીઓમાં એક પત્ર દ્વારા UGC લાવ્યું ભૂકંપ

ત્યારબાદ વારો આવે છે કરન જોહરનો. કરન જોહરનું પ્રોડક્શન હાઉસ આમતો ધર્મા પ્રોડક્શન્સના નામે વિખ્યાત છે પરંતુ ડિજીટલ વર્લ્ડ માટે તેને અનુરૂપ એક નવા નામ સાથે કરન જોહરે એક કંપની સ્થાપી છે જેનું નામ છે Dharma 2.0. આ કંપનીનું મુખ્ય કાર્ય એડ્સ બનાવવાનું છે. આ ઉપરાંત ફિલ્મ પ્રોડક્શન તેમજ ડિજીટલ પ્રોડક્શનમાં એક સરખું અને ઉચ્ચ કક્ષાનું સ્તર સ્થાપિત કરવા પ્રત્યે પણ આ કંપની કામ થશે. એવું કહેવાઈ રહ્યું છે કે આ કંપનીનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે કારણકે ધર્મા પ્રોડક્શન્સ પાસે ટેલેન્ટેડ લોકોની ભરમાર છે.

અલગ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા ઝોયા અખ્તર હવે Amazon Prime  પર પોતાની વેબસીરીઝ Made in Heavan લઈને આવી રહ્યા છે. આ વેબસીરીઝ દિલ્હીના બે વેડિંગ પ્લાનર્સ પર આધારિત છે. Netflx અને Amazon Prime જેવી વિદેશી વેબ કન્ટેન્ટ પ્રોવાઈડ કરતી કંપનીઓ હવે ભારતમાં પણ રસ દાખવી રહી છે આથી ઝોયાની જેમ અન્ય ભારતીય ડિરેક્ટર્સ પણ તેમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

Netflixની જેમ એક સ્વાયત્ત ડિજીટલ પ્લેટફોર્મ ખડું કરનારી પ્રથમ ભારતીય કંપનીઓમાંથી એક Eros પણ છે. એવું કહેવાય છે કે માર્ચ 2018 સુધીમાં Eros પાસે 6 થી 8 મિલિયન પેઈડ સબસ્ક્રાઈબર્સ હશે. આ તમામ સબસ્ક્રાઈબર્સ માટે દર બે મહીને Eros નવી વેબસીરીઝ લાવવાનું પ્લાન કરી રહ્યું છે.

આમ બોલીવુડ હવે ડિજીટલ યાત્રાના મંડાણ કરી ચૂક્યું છે જે ભવિષ્યમાં બોલીવુડનો ચહેરો બદલી નાખવા માટે સક્ષમ છે. આશા કરીએ કે આ પ્રકારે દર્શકોને નવું અને ઉંચી કક્ષાનું મનોરંજન મળી રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here