100% સિંગલ બ્રાન્ડ FDI કેમ આવકાર્ય છે?

0
314
Photo Courtesy: trak.in

સરકારે હાલમાં જ સીંગલ બ્રાડ રિટેલમાં 100% FDI આવકારવાનો  નિર્ણય લીધો છે જે અનુસાર પહેલા સિંગલ બ્રાંડ રિટેલમાં 100% રોકાણ માટે ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશનની પરવાનગી લેવી પડતી હતી અને એમાં આઠ અઠવાડિયાનો સમય ઓછામાંઓછો લાગતો હતો. પરંતુ કેન્દ્રીય કેબીનેટના આ નવા નીતિગત નિર્ણયને લીધે હવે આ પરવાનગીની જરૂર નહીં પડે અને વિદેશી રોકાણકારો દ્વારા હવે સીધું રોકાણ કરી શકાશે.

Photo Courtesy: trak.in

આ પરવાનગી આપતા પહેલા રોકાણકારોએ ૩૦% ભારતમાંથી કાચો માલ ખરીદવાની શરત હતી આ શરતની  હવે પાંચ વર્ષ સુધી જરૂર નહીં રહે આમ કોઈપણ વિદેશી કંપની પોતાની સીંગલ બ્રાંડનો રીટેલ શોરૂમ ભારતમાં ખોલી શકશે

આના સૂચિતાર્થો જોતા પહેલા એ જાણી લઈએ કે મલ્ટીબ્રાંડ રીટેલ એટલે વોલ માર્ટ જેવા મોલ્સ અને સિંગલ બ્રાંડમાં કોઈ એક જ ઉત્પાદકની દુકાનો. આ નિર્ણય અમલમાં આવવાને લીધે હવે દેશભરમાં કમર્શિયલ પ્રોપર્ટીની માંગ વધશે કારણકે રિટેલમાં જે જે ચીજવસ્તુઓ સીધા ગ્રાહકને વેચી શકાય એ તમામ ચીજવસ્તુની હવે દુકાનો વિદેશી બ્રાન્ડ્સ 100% એમની માલિકીની દુકાનો તરીકે ખોલી શકશે. હવે દેશી બ્રાન્ડે વિદેશી ઉત્પાદકોની હરીફાઈનો સામનો કરવો પડશે આમ હરીફાઈ વધતા ગ્રાહકોને સારી ગુણવત્તાવાળો માલ પોસાય તેવા ભાવમાં મળવા લાગશે અને આથી આખરે ગ્રાહકોને ફાયદો થશે

તમને ગમશે: કુપોષણ વિરુદ્ધ સરકારનો રૂ. 9, 046 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર

વિદેશી રોકાણકારોએ હવે પાંચ વર્ષ ૩૦% માલ ભારતમાંથી ખરીદવાની શરત કાઢી નાખવાથી એમના માટે ‘ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ’ વધારે આવકાર્ય બનશે. આ ઉપરાંત તેઓને પોતાનો માલ દેશી ગ્રાહકોમાં લોકપ્રિય કરતા એટલેકે બ્રાંડ એસ્ટાબ્લીશ કરવા પાંચ વર્ષનો બહોળો સમય મળશે અને ત્યારબાદ માત્ર 30% દેશી માલ સોર્સ કરવાનું જરૂરી હોવાથી દેશી ઉત્પાદકોને પણ આ નવા ગ્રાહકો મળશે. આમ પાંચ વર્ષ બાદ દેશી ઉત્પાદકોને પણ ફાયદો થશે કારણકે તેમનો ઉત્પાદિત કાચો સમાન હવે મોટી બ્રાન્ડની કંપનીઓ ખરીદતી થશે. રીટેલ દુકાન ખોલવાની એટલે દુકાન સજાવટ કરવી પણ જરૂરી બનશે એથી દેશી ઇન્ટીરીયર ડેકોરેટરો અને એને લગતા ઉત્પાદકો માટે નવી તકો ઉભી થશે એથી આ ઉત્પાદકોની નફાશક્તિ અને વેચાણ વધશે

રિટેલરો હવે નાના નાના શહેરોમાં પણ પોતાની દુકાનો ખોલી રહ્યા છે કારણકે ત્યાં વિકાસની ખુબ મોટી તકો છે અને બજાર પણ વિશાળ છે એથી એ વિસ્તારોમાં રોજગારીનું પ્રમાણ પણ વધશે. દુકાન ખોલવા બહુ સમય નથી લાગતો બસ જગ્યા લો સજાવટ કરો જેમાં વધુમાં વધુ ત્રણ મહિના લાગે અને દુકાન શરુ કરો આમ આ નવી તકો ટુંકાગાળામાં ઉભી થશે

આ રીતે સરકારના આ નિર્ણયથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે ટુંકમાં ગ્રાહકોને આમાં ફાયદો જ છે. પરંતુ કેટલાક વાંકદેખાઓ સરકારના આ નિર્ણયને અગાઉ મનમોહન સિંઘ સરકાર દ્વારા મલ્ટી બ્રાન્ડ FDI સાથે સરખાવીને એવો સવાલ કરે છે કે જો તે સમયે અત્યારે કેન્દ્રમાં શાસન કરી રહેલી ભાજપને વાંધો હતો તો અત્યારે તે કેમ FDI માટે લાલ જાજમ બિછાવી રહી છે?

આ તમામ વાંકદેખાઓને એક જ વિનંતી કે મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ આ બંને વ્યાખ્યાઓ વચ્ચેનો તાર્કિક ભેદ પહેલા સમજી લે અને ત્યારબાદ જ તે અંગે ચર્ચામાં ઉતરે. બાકી સિંગલ  બ્રાન્ડ FDI થી દેશના અર્થતંત્રને શું ફાયદા થશે તે ઉપર જણાવવામાં આવ્યું જ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here