iPhone ધારકો માટે WhatsApp લાવ્યું નવું YouTube અપડેટ

0
291
Photo Courtesy: youtube.com

WhatsApp સતત પોતાની સર્વિસમાં સુધારાઓ કરતું રહે છે અને આને કારણેજ તે વિશ્વનું સૌથી વધારે યુઝર્સ ધરાવતું મેસેન્જર સેવા બની ગયું છે. WhatsAppની આ જ સુધારાવાદી નીતિને લીધે હવે iPhone યુઝર્સ તેમના મનપસંદ YouTube વિડિયોઝને પોતાની WhatsApp ચેટ વિન્ડોમાં જ જોઈ શકશે.

Photo Courtesy: youtube.com

અત્યારસુધી જેમ અન્ય સ્માર્ટફોન્સમાં બનતું આવ્યું છે તેમ iOS યુઝર્સને પણ જો તેના મેસેજમાં આવેલી YouTube લીંકનો વિડીયો જોવો હોય તો તેને ટેપ કરીને YouTube એપ પર જઈને જોવો પડતો હતો, પરંતુ WhatsApp હાલમાં તેના બીટા વર્ઝનમાં ખાસ iOS યુઝર્સ એટલેકે iPhone ધારકો માટે એવું એક્સ્પરીમેન્ટ કરી રહ્યું છે કે જેનાથી મેસેજમાં આવેલો વિડીયો WhatsApp એપમાં રહીને જ આરામથી જોઈ શકાય.

WABetaInfo નામની વેબસાઈટ જે WhatsAppના બીટા પ્રોગ્રામો પર નજર રાખતી હોય છે તેના જણાવ્યા અનુસાર હવે iPhoneના યુઝર્સે Apple App Store માં જઈને WhatsApp નું નવું વર્ઝન અપડેટ કરવાનું રહેશે જે નવી સુવિધા અંગેના ફેરફાર કરી આપશે અને ત્યારબાદ આ નવું ફીચર તેમના iPhone માં એક્ટીવેટ થઇ જશે.

નવી વ્યવસ્થા અનુસાર iOS યુઝર્સ આજથી જ પોતાને જ્યારે પણ YouTube લીંક કોઈ મિત્ર કે સંબંધીના મેસેજમાં મળે ત્યારે તે તેને એક બબલ બટન (bubble button) તરીકે જોવા મળશે અને ત્યારબાદ તેણે આ બબલ બટન પર ટેપ કરવાનું રહેશે અને આમ કરવાથી તેણે એ વિડીયો જોવા માટે YouTubeની એપ પર જવાની જરૂર નથી પણ તે જે-તે મેસેજમાં રહીને જ એ વિડીયો જોઈ શકશે. WABetaInfo નું તો એમ પણ કહેવું છે કે જો યુઝર એ ચેટ વિન્ડો બંધ કરી અને બીજી વિન્ડો પર ચેટ કરવા જશે તો પણ સાઈડમાં પેલો YouTube વિડીયો સ્ટ્રીમ થવાનું ચાલુ રહેશે જેવું હાલમાં આપણે YouTube એપ પર જોઈ શકીએ છીએ. જો કે આ સુવિધા અંગે હજી સુધી કન્ફર્મેશન મળવાનું બાકી છે.

જેમ કાયમ બનતું હોય છે એમ WhatsApp દ્વારા કાં તો iOS અને કાં તો Android માટે કોઈને કોઈ અપડેટ પહેલી લાવવામાં આવતી હોય છે. એમ YouTube વિડીયો અંગેની આ અપડેટ હાલપૂરતી માત્ર iOS એટલેકે iPhone યુઝર્સ માટેજ આપવામાં આવી છે. Android અને Windows ફોનધારકોએ હજી પોતાના WhatsApp મેસેન્જરમાં આ સુવિધા આવે તેની રાહ જોવાની છે.

એક માહિતી અનુસાર WhatsApp ના માત્ર ભારતમાં 200 મિલિયન માસિક એક્ટીવ યુઝર્સ છે અને દુનિયામાં આ સંખ્યા 1.2 બિલીયન યુઝર્સની થવા જાય છે.

eછાપું

તમને ગમશે: દેશને ડેટા સેન્ટરમાં ફેરવી શાસનનો ચહેરો બદલી નાખતી મોદી સરકાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here