દાવોસ WEFમાં ભારતીય અર્થતંત્રને વેગ આપશે નરેન્દ્ર મોદી

0
346
Photo Courtesy: moneycontrol.com

ભારતીય અર્થતંત્રને બને તેટલો ટેકો આપવા અને તેને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તમામ પ્રયાસો કરી રહી છે તેનો એક વધુ દાખલો સ્વીત્ઝરલૅન્ડના દાવોસ ખાતે જોવા મળશે. દર વર્ષે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની બેઠક મળે છે જેમાં વૈશ્વિક આગેવાનો અને વ્યાપાર ક્ષેત્રના માંધાતાઓ ભેગા થાય છે અને વૈશ્વિક અર્થકારણ અંગે ચિંતન અને મનન કરે છે. વીસ વર્ષમાં એવું પહેલીવાર બનશે કે ભારતના વડાપ્રધાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હિસ્સો લેશે.

Photo Courtesy: moneycontrol.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસ માત્ર એક આર્થિક બેઠકમાં હિસ્સો લેવા પૂરતા જ જઈ રહ્યા છે એવું નથી. આ વખતે તેમની સાથે અત્યારસુધીમાં દાવોસમાં જોવા મળેલું સૌથી વિશાળ પ્રતિનિધિ મંડળ પણ જઈ રહ્યું છે. આ વિશાળ પ્રતિનિધિ મંડળમાં છ કેન્દ્રીય મંત્રીઓ, બે મુખ્યમંત્રીઓ તેમજ ભારતીય ઉદ્યોગજગતના ઘણાબધા મોટા માથાઓ સામેલ થઇ રહ્યા છે. આ તમામ WEFમાં હાજર વિશ્વના આર્થિક આગેવાનો સાથે ચર્ચા કરીને ભારતના અર્થતંત્ર તેમજ વ્યાપારને કેમ ગતિ મળે અને તે કેવી રીતે મજબૂત થાય તે અંગે રસ્તા શોધશે.

દાવોસ ખાતે હાજર રહેનારા વૈશ્વિક CEOsમાં Google, Nike, Microsoft, Volkswagen, Citibank, Sony, Mitsubishi, Philips, Uniliver અને HSBC ના CEOs સામેલ હશે. આ તમામ CEOs ને વડાપ્રધાન મોદી તેમના દાવોસ રોકાણ દરમ્યાન આયોજીત ડીનરમાં આમંત્રણ આપશે.

તમને ગમશે: કોંગ્રેસ – ભગવાન કરે રાહુલ ગાંધીને આવી મોરલ વિક્ટરીઓ મળતી રહે

ભારતના પ્રતિનિધિ મંડળમાં હિસ્સો લેનારા કેન્દ્રીય મંત્રીઓમાંથી નાણામંત્રી અરુણ જેટલી વિશ્વમાં ભારતની ભૂમિકા અંગે ચર્ચા કરશે, જ્યારે રેલવેમંત્રી પીયુષ ગોયલ સત્તા મળ્યા બાદના રાજકારણ વિષે બોલશે, વાણીજ્યમંત્રી સુરેશ પ્રભુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે ભારતના સંબંધો વિષે સંબોધન કરશે, ઉત્તરપૂર્વના વિકાસ અંગેના મંત્રી જીતેન્દ્ર સિંહ નબળા શહેરોના પ્રમોશન અંગે પોતાના વિચારો રજુ કરશે જ્યારે વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર દક્ષીણ એશિયાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષામાટે પરમાણુ શસ્ત્રોનો ભય શું હોઈ શકે તે અંગે ચર્ચા કરશે.

ભારતનું પ્રતિનિધિ મંડળ દાવોસમાં ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોના મહત્ત્વ, કૃષિને ડિજીટલ બનાવવી, ભારતમાં રેલવે ઉદ્યોગને આગળ વધારવો, ડિજીટલ વિશ્વમાં કૌશલ્ય વિકાસ અને ડિઝાઈનિંગને ભારતમાં કેવી રીતે પ્રોત્સાહન આપવું તે અંગે ખાસ મંત્રણાઓ આયોજીત કરશે.

દાવોસ જનારા વડાપ્રધાનના વિશાળ પ્રતિનિધિ મંડળના ભાગરૂપે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુ પણ હશે. આ ઉપરાંત ભારતીય ઉદ્યોગપતિઓની યાદી નીચે મુજબ છે.

મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, એન ચંદ્રશેખરન, રાહુલ અને સંજીવ બજાજ, ઉદય કોટક, ચંદા કોચર, આનંદ મહિન્દ્રા, નરેશ ગોયલ, સલીલ પારેખ, સજ્જન જીન્દાલ, સુનીલ અને કેવિન મિત્તલ, રવિ અને પ્રશાંત રુઇઆ, અઝીમ પ્રેમજી આદિત્ય મિત્તલ અને લક્ષ્મી મિત્તલ, સુંદર પીચાઈ અને ઈન્દ્રા નુઈ.

આટલું વિશાળ પ્રતિનિધિ મંડળ દાવોસ લઇ જવા પાછળ મોદી સરકારનો ઈરાદો છે કે તે ભવિષ્યમાં દેશમાં થનારા ઉત્પાદન માટે તૈયાર થાય, આવનારી પેઢી માટે ઔદ્યોગિક રણનીતિ તૈયાર કરે, સ્માર્ટ મોબાઈલની ડીઝાઇન તૈયાર કરે અને એશિયાને ધ્યાનમાં લઈને થનારા બદલાવ પર વિચાર કરે.

નરેન્દ્ર મોદી ખુદનો ઈરાદો એવો છે કે દાવોસની WEFમાં ભારત ઉત્પાદનક્ષેત્રે રોજગારીનું ભવિષ્ય સુધારી શકે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેની નીતિને ફરીથી બનાવી શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here