વર્ષની પ્રથમ અવકાશીય ઘટના માણવા તૈયાર થઇ જાવ

0
368
Photo Courtesy: elcomercio.pe

અખબારોમાં આપણે ઘણીવાર રેર અવકાશીય ઘટનાઓ વિષે વાંચતા હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ કે આ અવકાશીય ઘટના રેર છે એવી નોંધ કોણ અને ક્યાં રાખતું હશે? ચાલો એ બધી વાતોનો જવાબ કદાચ આપણને અત્યારે મળશે કારણકે આપણે પણ લગભગ દોઢસો વર્ષ બાદ થનારી એક અવકાશીય ઘટના વિષે આજે જાણવાનું છે જે આ મહિનાના સૌથી છેલ્લા દિવસે ઘટવાની છે.

Photo Courtesy: elcomercio.pe

31 જાન્યુઆરીએ અવકાશમાં ત્રણ રેર ઘટનાઓ એકસાથે બનવાની છે. આ ઘટનાઓ છે Supermoon, Bluemoon અને Lunar eclips. જેમ આગળ જણાવ્યું તેમ આ અવકાશી ઘટના લગભગ દોઢસો સદી બાદ ઘટવાની છે આથી તેનું મહત્ત્વ અત્યંત વધી જાય છે અને તેને લીધે જ તેને નિહાળવા માટે કેરળના તિરુવનંતપુરમ્ માં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

તમને ગમશે: બેંગલુરુ શહેર પાસે હવે આવી ગયો છે ખુદનો લોગો

અહીં આવેલી કેરલા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મ્યુઝીયમના (KSSTM) કેમ્પસમાં આ અવકાશીય ઘટનાને નિહાળવામાં તો આવશેજ પરંતુ તેની સાથેસાથે Breakthrough Science Society દ્વારા અવકાશ વિજ્ઞાનમાં સામાન્ય નાગરિકોમાં જાગૃતિ આવે તેના માટે ખાસ સેશન્સ પણ આયોજીત કરવામાં આવ્યા છે.

KSSTM ના ડિરેક્ટર અરુલ જેરાલ્ડ પ્રકાશે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ પ્રકારનો અવકાશીય ત્રિવેણીસંગમ આ 31 જાન્યુઆરીએ દોઢસો વર્ષ બાદ થશે અને છેલ્લે આ ઘટના 31 માર્ચ 1866માં થઇ હતી. જો કે આ ઘટના નરી આંખે જોઈ શકાય છે પરંતુ તેમની સંસ્થા સામાન્ય વ્યક્તિ વધુ સારી રીતે તેને જોઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી રહી છે કારણકે તેમ કરવાને લીધેજ સામાન્ય નાગરિકમાં અવકાશ વિજ્ઞાન અંગે જાગૃતિ ફેલાવી શકાય છે તેમ અરુલે ઉમેર્યું હતું.

KSSTMના કેમ્પસમાં આ અવકાશીય ઘટના નિહાળવાનું 31 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યાથી શરુ થઇ જશે. અમુક સમય બાદ ટી બ્રેક પડશે અને હાજર રહેલા લોકો અવકાશને નિહાળી શકશે. સુર્યાસ્ત બાદ જ્યારે અવકાશીય ત્રિવેણીસંગમની ઘટના શરુ થશે બાદમાં લોકો માત્ર તેનેજ નિહાળી શકશે.

31 જાન્યુઆરીએ સાંજે 4.21 વાગ્યે ચન્દ્ર પર ગ્રહણ લાગવાનું શરુ થશે અને સાંજે 6.21 વાગ્યે તેનું સંપૂર્ણ ગ્રહણ જોવા મળશે. રાત્રે 8.41 વાગ્યે ચન્દ્ર ગ્રહણથી સંપૂર્ણપણે મુક્ત થઇ જશે અને ધીમેધીમે તે પૂર્ણતયા ચમકવાનું શરુ કરશે. જ્યારે ચન્દ્રની પૃથ્વીની સૌથી નજીકની કક્ષા  પૃથ્વીની સૌથી નજીક એટલેકે 3.56 લાખ કિલોમીટર સુધી આવશે ત્યારે Supermoonની ઘટના આકાર લેશે. જ્યારે એક જ કેલેન્ડર મહિનામાં બે વખત full moon ની ઘટના થાય ત્યારે તેને Blue Moon કહેવામાં આવે છે અને આથીજ 31 જાન્યુઆરીની ઘટનાને પણ Blue Moon કહેવામાં આવશે.

આવતા Blue Moon આ વર્ષે 31 માર્ચ, 31 ઓક્ટોબર 2020, 31 ઓગસ્ટ 2023, મે 31 2026, 31 ડિસેમ્બર 2028, 30 સપ્ટેમ્બર 2031, 31 જુલાઈ 2034 અને 31 જાન્યુઆરી 2037 ના દિવસોએ જોવા મળશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here