આપણે ત્યાં ક્રિકેટનો મહાક્રેઝ છે અને આપણા ક્રિકેટરો આપણા માટે ભગવાનથી ઓછા નથી હોતા. આથી કોઈ રેકોર્ડ કરવાથી આપણો કોઈ ક્રિકેટર ચૂકી જાય તો આપણને અંગતરીતે દુઃખ થતું હોય છે. પરંતુ રેકોર્ડ્સના શહેનશાહ એવા યુક્રેનના સર્ગેઈ બુબકા એવું કહે છે કે કોઇપણ ખેલાડી જ્યારે રેકોર્ડ બનાવે છે ત્યારે તે રેકોર્ડ એનો અંગત રેકોર્ડ નથી હોતો, એ રેકોર્ડ એ જે રમત રમતો હોય છે તેનો હોય છે. ટૂંકમાં ખેલાડી રમતા રમતા જે વિક્રમ બનાવે છે તે સીધી કે આડકતરી રીતે એ રમતને તે અર્પણ કરી દેતો હોય છે.

સર્ગેઈ બુબકા ની આ વાત ભારતના અને વિશ્વના સ્પોર્ટ્સ રેકોર્ડ્સના સંદર્ભમાં ઘણી મોટી કહી શકાય, કારણકે આપણે ત્યાં નાનો કે મોટો કોઇપણ ખેલાડી કાયમ કોઈને કોઈ રેકોર્ડ પાછળ દોડતો હોય છે અને તેને મેળવ્યા બાદ પોરસાતો હોય છે. સર્ગેઈ બુબકા આમ કહી શકે છે કારણકે તેમણે પોતાનો જ રેકોર્ડ 35 વખત તોડ્યો છે. આપણને ખ્યાલ જ છે કે સર્ગેઈ બુબકા પહેલા USSR માટે અને સોવિયેત રશિયાના વિઘટન બાદ યુક્રેન માટે પોલ વોલ્ટમાં હિસ્સો લેતા હતા.
સર્ગેઈ બુબકાએ જે રોકોર્ડ બનાવ્યો હતો તે હવે તેમની પાસે નથી. અમુક વર્ષો અગાઉ ફ્રાન્સના પોલ વોલ્ટ ખેલાડી રેનો લાવેલીનીએ તોડી નાખ્યો હતો. આ જ બાબતને નોંધીને તેઓ કહે છે કે, “એકવખત નિવૃત્ત થયા બાદ જો કોઈ તમારો રેકોર્ડ તોડે તો એ તમારા કંટ્રોલની બહાર હોય છે પરંતુ રેકોર્ડ તો બનીને જ રહે છે. જ્યારે રેનો લાવેલીનીએ મારો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો ત્યારે મને અત્યંત ખુશી થઇ હતી અને મેં તેને જાહેરમાં પણ વ્યક્ત કરી હતી. આ ઘટનાએ મને સમજાવ્યું હતું કે તમે રમો છો કે પછી નિવૃત્ત થાવ છો તમારા રેકોર્ડ્સ તો રમત જોડે જ રહે છે બસ તેમાં સુધારા વધારા થતા રહે છે.”
તમને ગમશે: આ વખતની Republic Day પરેડ ઐતિહાસિક હશે
સર્ગેઈ બુબકા અત્યારે પણ એથલેટીક્સ સાથે મેનેજમેન્ટ સ્તરની સેવા આપીને જોડાયેલા રહ્યા છે. તેઓ કહે છે કે અહીં પણ તેઓ પોતાના છેલ્લા કામ કરતા નવું કામ વધારે ખંતથી કરે છે જેથી તે કામ અગાઉના કામ કરતા વધુ સારું થાય અને આ રીતે તેઓ પોતાનો જૂનો રેકોર્ડ રમતને મેનેજ કરતા પણ વારંવાર તોડી રહ્યા છે.
સર્ગેઈ બુબકા હવે મેરેથોન દોડવા માંગે છે. જો કે તેઓ માને છે કે તેઓ દસ કે વધુમાં વધુ પંદર કિલોમીટરથી વધુ દોડી શકવાના નથી પરંતુ તેમ છતાં તેઓને આ ચેલેન્જ સ્વીકાર્ય છે અને તેઓ આમ કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.
eછાપું
તમે પુસ્તક ની વાત કરો છો. આજની પેઢીતો આ લીંક ખોલવાની પણ તસ્દી નથી લેતી.
એ છોડો લાઇબ્રેરીમા ફ્રી મા વાંચવા પણ કોણ જાય છે?
આજકાલ લોકો પાસે વાંચન માટે સમય નથી. એમ પણ કહી શકીયે કે વાંચન લીસ્ટ ની પ્રાયોરીટી મા લાસ્ટ પણ નથી. એટલે કે લીસ્ટ મા પણ નથી. એનુ મેઇન કારણ માર્કેટીંગનો અભાવ. બીજુ બોગસ્યા લેખકો. અને એમા પણ બે આંખની શરમ ને કારણે હોય કે કોઇ અન્ય કારણે પણ સારા લેખકો એમના માટે સારા રીવ્યુ લખે છે. ભલે પછી પુસ્તક સાવ બોગ્ગસ લખ્યુ હોય.
મારા જેવા નવા વાંચન ના શોખીનો ને ખબર જ નથી પડતી કે કયુ પુસ્તક વાંચવુ. પુસ્તક મેળામા જઈયે અને પાંચ પુસ્તક ખરીદીયે તો એમા સાડા ચાર પુસ્તક તો બોગ્ગસ જ નીકળે. એટલે ફરી વાર ખર્ચો કરતા પણ વિચાર કરવો પડે.
જોકે આ મારા અંગત વિચારો છે. બીજાના અલગ પણ હોઇ શકે. હુ ખોટો પણ હોઇ શકુ છુ અને કાલે મારા વિચાર અલગ પણ હોઇ શકે છે. આ અહી લખવાનો મારો ઉદ્દેશ એટલો જ છે કે લાગતા વળગતા સુધી તમે આ વાત પહોચાડો.
અંતે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ
ભગવાન કરે તમને એવી અભુતપુર્વ સફળતા મળે આ કાર્ય મા કે જ્યારે હુ લેખક બનુ અને પુસ્તક લખુ ત્યારે મને આ સમસ્યા ન નડે.
લેખક બનવાની ઉતાવળ નથી કેમકે હમણા હુ વાંચનમા બીઝી છુ.