મજા પડી જાય એવી 5 અદભુત વેબસાઇટ્સ

0
328

ઈન્ટરનેટ એટલે આમ તો જ્ઞાન નો ભંડાર જ કહી શકાય તેમ છતાં અઢળક વેબસાઇટ્સ એવી છે કે જે કદાચ આપણે ક્યારેય જોતા જ નથી અથવા તો ઘણી વેબસાઇટ્સ એવી છે કે જેનો માત્ર એક જ ઉપયોગ આપણે જાણીયે છીએ. આજે અહીં આપણે એવી જ કેટલીક અલગ વેબસાઇટ્સ ની વાત કરશું કે જેમાં તમને માત્ર સર્ફિંગ કરવાથી પણ કશુંક નવું જાણવા, માણવા તથા જોવા મળે.

Photo Courtesy: pardot.com

1. WAITBUTWHY

સર્ફિંગ દરમ્યાન જોવા મળતી અન્ય વેબસાઇટ્સ કરતા Tim Urban નામના છોકરાની આ વેબસાઈટ ખરેખર તો જ્ઞાનની એક અલગ જ દુનિયા છે. અહીંયા તમે સ્પેસ થી સેક્સ અને ફૂડ થી ફરવા સુધીની લગભગ તમામ માહિતી એક આંગળીના ટેરવે મળી શકે છે. Tim ની સૌથી સારી બાબત એ છે કે એની લખવાની સ્ટાઇલ બિલકુલ આજની પેઢીને આકર્ષે તેવી છે. જરૂર પડે ત્યાં Sarcasam ના ચાબખાય પડે અને સમયાંતરે પ્રેમની હેલી પણ વરસાવ્યે જાય. તે ખુબ જ સારો Illustrator પણ હોઈ વેબસાઈટ પરના મોટાભાગના કોમિક્સ એ જાતે જ બનાવે છે અને એ જ એની વેબસાઈટને એક અલગ જ લેવલ પર લઇ જાય છે. Tim ના આર્ટિકલ્સની બીજી એક રસપ્રદ બાબત એ છે કે એ તેના વાંચકોને સતત સવાલો કરતો રહે છે અને એમના કહેવા મુજબના અમુક આર્ટિકલ્સ તૈયાર કરતો હોય છે. એક આર્ટિકલ એવો છે જેમાં એને પૂછ્યું કે જો તમે કોઈ દેશની રચના કરો અથવા તો તમે કોઈ દેશના રાજા હોય તો તમે ક્યાં ક્યાં પ્રકારના ડ્રગ્સ ને મંજૂરી આપશો. પછી બીજા એક આર્ટિકલમાં પૂછ્યું છે કે તમારી પૌત્રી અથવા તો પ્રપૌત્રી નો એક દિવસ તમારે પ્લાન કરવાનો હોય તો તમે શું કરો.. અન્ય એક પોસ્ટ કહે છે જો તમારે પોતે જ તમારા બાળકનું ભવિષ્ય લખવાનું હોય તો તમે શું લખો ? એ બાળકને કઈ વ્યક્તિ જેવું બનાવો, તેનો IQ શું રાખો વગેરે વગેરે બાબતો. સાચું કહું મને તો આ બધી વસ્તુઓ બહુ ગમે જેમાં રીડર્સ સાથે પૂરતો વાર્તાલાપ થાય અને બંને એક બીજાના વિચારો સમજી શકે.

2. Wayback Machine

તમારી સાચી ઉંમરનો અહેસાસ કરવો હોય તો આ વેબસાઈટની મુલાકાત લેવા જેવી છે. આ વેબસાઈટ પર તમારે જે તે સમય નક્કી કરી અને તમારી પસંદગીની વેબસાઈટ એન્ટર કરવાની રહે છે. Wayback Machine તમને ભૂતકાળના દિવસોની સફર કરાવી તમે નક્કી કરેલા સમયે તમારી પસંદગીની વેબસાઇટ્સ કેવી દેખાતી હતી તેનો અનુભવ કરાવશે.

3. Apartment Therapy

Do It Yourself એટલે DIY પ્રોજેક્ટ્સનો અદભુત દરિયો એટલે Apartment Therapy અહીંયા તમને ઘરે બેઠા ઘર સજાવટ અથવા તો ટેક્નોલોજીને લગતા અઢળક પ્રોજેક્ટ્સ મળશે. Science હોય કે Tech કે પછી ઘરમાં સ્પેસ સેવિંગ પ્રોજેક્ટ બધું જ અહીંયા હાજરાહજૂર તમને મળી જશે અને એ પણ વિડિઓ ટ્યુટોરીયલ સાથે એટલે ઘર બેઠા સમયનો સદુપયોગ કરવાનું એક અનેરું સાધન. આ વેબસાઈટ પર એક સિરીઝ ચાલુ છે Before એન્ડ After આ સિરીઝ ની મોટી ખાસિયત એ છે કે એમાં તમને તમારા ઘર ની દાદરા હોય કે રેફ્રિજરેટરની ઉપર રહેલી વધારાની જગ્યા, આ દરેક બાબત નો સદુપયોગ કરી અને તેને તમે કઈ રીતે ઉપયોગમાં લઇ શકો અથવા ડેકોરેશન કરી શકો તે તમે આ વેબસાઈટ પરથી જાણવા મળશે. ઘરસજાવટ માટે ઘણીબધી વેબસાઇટ્સ છે પરંતુ આ કોઈ અલગ જ વેબસાઈટ છે.

4. Lifehacker

હેકર નું નામ પડે એટલે કોઈના ફેસબુક કે વોટ્સએપ એકાઉન્ટ નહિ પણ અહીંયા આપણું પોતાનું મગજ અથવા તો બીજાનું મગજ કઈ રીતે હેક કરવું તેના વિષે ની વાતો છે. તમને ખબર છે તમે માત્ર ૧૦ સેકન્ડ માંજ કેરીની છાલ ઉતારી શકો છો કઈ રીતે એ જાણવા માટે તો Lifehacker ની મુલાકાત લેવી પડે ને ? આ સિવાય અન્યના મગજમાં આપણી વાતો, વિચારો સરળતાથી કઈરીતે ઉતારી શકાય તે માટે પણ આ વેબસાઈટ તમને મદદ કરે છે. દિવસ દરમ્યાન ૪ વખત Naps લેવાથી તમારા શરીરને શું ફાયદો થાય તે સુદ્ધા તમને અહીંયા થી જાણવા મળી શકે છે. જરા નોંધ કરજો, આ પ્રકારની વેબસાઇટ્સ બહુ ઓછી જોવા મળશે.

5. Tedtalks

આમ તો હમણાં જ ભારતમાં સ્ટાર ગ્રુપ દ્વારા TedTalks નામનો વીકલી શો શરુ કરવામાં આવ્યો પણ હકીકતે Ted Talks એ છેલ્લા ઘણા સમયથી યુવા વર્ગમાં પ્રખ્યાત છે અને એ પાછળ એમનો કન્સેપટ બહુ જ ક્લિયર છે. યુવાવર્ગને નવી નવી શોધખોળો કરવા ઉત્તેજિત કરો, નવા નવા વિચારો એમને આપો અથવા તો એમને કોઈ એક પ્રોજેક્ટ આપી દો અને જરૂરી વસ્તુઓ આપી દો પછી જુઓ આજનો યુવાન કઈ નવી વસ્તુ બનાવી શકે છે . વેબ કેમેરા ધરાવતો રોબોટ હોય કે એક સાથે અઢળક ભાષાઓ આસાની થી સમજી શકતો આજનો યુવાન ભારતીય હોય. સંગીત અથવા કવિતાની મદદ થી તમારી યાદશક્તિ વધારવાની ફોર્મ્યુલા હોય એ તમામ વસ્તુઓ તમને TedTalks પર મળશે. આ સિવાય જે-તે ક્ષેત્રમાં સર્વોચ્ચ પડે બેઠેલા લોકોનો એકદમ પર્સનમ અનુભવ અથવા તો તેઓ જ્યાં પહોંચ્યા છે ત્યાં સુધીની તેમની યાત્રા તેમના જ શબ્દોમાં સાંભળવાની અનેરી મજ્જા છે. હકીકતે છેલ્લા કેટલાક સમય માં આવેલી વેબ સિરીઝ કે ટીવી સિરીઝમાં TedTalks એ ખરેખર જોવાલાયક બની છે. અત્યારે તો સ્ટાર પ્લસ પર આવતી હોય છે પણ તમે Ted ની અધિકારીક વેબસાઈટ ની મુલાકાત લઈને પણ આ બધું જ જોઈ શકો છો.

અમારો આજનો આશય માત્ર એટલો હતો કે અમે તમને eછાપું દ્વારા કશુંક નવું કશુંક અલગ પૂરું પાડીયે જેથી તમને પણ મજ્જા પડે, તમને કશું નવું જાણવા મળે અને તમે આ આર્ટિકલ તથા આ વેબસાઇટ્સ તમારા અન્ય મિત્રો સાથે શેર કરી શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here