ગમતું પાત્ર જો જીવનભરના સાથ માટે મળી જાય તો કોને ન ગમે? પછી તે સ્ત્રી હોય કે પુરુષ સંપૂર્ણ જીવન પોતાના મનગમતા વ્યક્તિ સાથે ગાળવા મળે એના માટે સ્ત્રીઓ પણ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરતી જ હોય છે. પરંતુ પુરુષો માટે જેમ કોઈ સ્ત્રીને પોતાના તરફ આકર્ષવા માટે કશુંક કરવું પડતું હોય છે એમ સ્ત્રીઓમાં પણ કેટલાક લક્ષણ હોવા જરૂરી છે જેનાથી પુરુષો તેનાથી આકર્ષિત થતા હોય છે. એક બાબત જરૂર નોંધજો કે પુરુષોને આકર્ષવા માટે માત્ર good looks જ કામ નથી કરતા.
તો પછી એવા કયા લક્ષણ છે જેનાથી કોઈ સ્ત્રી, કોઈ યુવતી એક પુરુષ કે યુવાનને પોતાના પ્રત્યે આકર્ષિત કરી શકે છે? એવા એક નહીં પરંતુ પૂરેપૂરા 15 લક્ષણો છે જે એક પુરુષ સ્ત્રીમાં જોવા માંગતો હોય છે અને તેના થકી તે કોઈ સ્ત્રી તરફ એ આકર્ષિત થતો હોય છે.
એ 15 લક્ષણ જેનાથી પુરુષ સ્ત્રીથી આકર્ષિત થતો હોય છે

તો એ 15 લક્ષણ કયા છે એ જાણવાની તમારી ઉત્કંઠાને અત્યારેજ પૂરી કરી દઈએ અને વારાફરતી તમને આ તમામ લક્ષણો જણાવી દઈએ.
લક્ષણ 1: દયાભાવના
કોઈ સ્ત્રીમાં દયાભાવના હોય તો પુરુષને તે ગમતું હોય છે. પછી તમે આ દયાભાવના કોઈ વ્યક્તિ તરફ, પશુ કે પક્ષી તરફ પણ દાખવો તો પુરુષને એમ લાગે છે કે આ વ્યક્તિ સાથે રહેવાથી તેને જરૂર પડે હુંફ મળી રહેશે.
લક્ષણ 2: સત્યનો સ્વીકાર
જ્યારે સ્ત્રી પુરુષ સાથે હોય અને અચાનકજ તેનાથી કોઈ ભૂલ થઇ ગઈ, જેમ કે ટેબલ પર મુકેલી ચ્હા કે પછી કોફી વગેરે ઢોળાઈ જાય, તો તેણે પોતાની ભૂલ તરત સ્વીકારી લેવી જોઈએ. સંબંધ ભલે ગમે તેટલો જૂનો હોય પરંતુ ભૂલ સ્વીકારવાની હિંમત જો સ્ત્રી દાખવે તો તે પુરુષને ગમતું હોય છે.
લક્ષણ 3: નખની સંભાળ
તમે ગમે તેટલા નખ રંગશો, તમે ગમે તેટલું ધ્યાન રાખશો કે તમારા નખનો રંગ તમારા આજના ડ્રેસ સાથે મેચ થાય પણ પુરુષને વ્યવસ્થિતપણે કાપેલા અને મેનીક્યોર કરેલા નખ વધુ પસંદ પડે છે તેનું જરૂર ધ્યાન રાખજો
લક્ષણ 4: હકારાત્મકતા
સ્ત્રીનું કાયમ ફરિયાદો કરવી, રોદણાં રોવા અથવાતો નકરાત્મક જ રહેવું પુરુષને નથી ગમતું. આથી હકારાત્મક સ્વભાવ ડેવલોપ કરવો જરૂરી છે. પુરુષ પોતે જ્યારે કોઈ પ્રોજેક્ટ માટે કે પછી પોતાના ભવિષ્ય માટે હકારાત્મક હોય તો સ્ત્રીઓએ તેની સાથે ખાસ હકારાત્મક રહેવું જરૂરી છે.
લક્ષણ 5: તમારી નાણાકીય પરિસ્થિતિ
જ્યારે પણ તમે બહાર જમવા જાવ કે પછી કોઇપણ નાનામોટા આઉટીંગ માટે જાવ ત્યારે તેનો ખર્ચ પુરુષ કરે તે basic courtesy અંતર્ગત આવે છે. પરંતુ પુરુષને સ્ત્રી પોતે પણ નાણાકીય રીતે સ્થિર હોય તે ગમે છે, પોતાના લાભ માટે નહીં પરંતુ એ સ્ત્રી માથું ઉંચું રાખીને જીવે છે એ જોઇને તેને આનંદ થાય છે.
લક્ષણ 6: સ્વમાન
સ્ત્રી નાણાકીય રીતે સ્થિર હોય તે ઉપરાંત તે સ્વમાની અથવાતો સ્વાભિમાની હોય તે લક્ષણ પણ એક પુરુષને સ્ત્રી પ્રત્યે આકર્ષી શકે છે. લાચાર, બિચારી અથવાતો કોઈનું કહ્યું જ કરતી, પછી તે માતાપિતા હોય કે કોઈ સંબંધી, સ્ત્રી પુરુષને સામાન્યરીતે ગમતી નથી.
લક્ષણ 7: અન્ય સ્ત્રીઓ પ્રત્યેનું વલણ
તમારી નજીકથી પસાર થઇ જતી કોઈ સ્ત્રીના ડ્રેસની કે કોઈ અન્ય બાબતે તેની ટીકા કરવી એ પુરુષને તમારાથી દૂર કરી શકે તેમ છે. પુરુષનો ખુદનો સ્વભાવ છે કે તેને અન્યોની બહુ ફિકર હોતી નથી. આમ તમે પણ સતત કોઈ અન્ય સ્ત્રીની ટીકા કરશો તો તે તેને ગમશે નહીં. બને તો જરૂર પૂરતી જ એ સ્ત્રી વિષે ચર્ચા કરો અને જો ચર્ચા કરો તો તેમાં ટીકાનું પ્રમાણ નહિવત હોય તેનું ધ્યાન રાખો.
તમને ગમશે: એક મિસાઈલ હવે દિલ્હી અને મુંબઈને દુશ્મનોથી વધુ સુરક્ષિત બનાવશે
લક્ષણ 8: સ્ટાઈલ
ઉપર નેઈલપોલિશની વાત કરી જેમાં પુરુષ તેના રંગ કે મેચિંગની પરવા કરતો નથી તેમ જણાવ્યું છે પરંતુ કપડા બાબતે એવું સાબિત થયું છે કે પુરુષને તમે લેટેસ્ટ સ્ટાઈલના કપડા કે ડીઝાઇનના કપડા પહેરો છો એ જરૂર ગમશે. આ ઉપરાંત હેરસ્ટાઈલમાં પણ તેને મોડર્ન લૂક જ ગમે છે.
લક્ષણ 9: ફૂટવેર
પુરુષને તમે ઉંચી કે નીચી હિલના સેન્ડલ પહેર્યા છે કે પછી ચપ્પલ, શૂઝ કે ઇવન સ્લીપર પહેર્યા છે એની વધારે ફિકર નથી હોતી. પરંતુ તેને એ બાબતનું ધ્યાન હોય છે કે તમે જે કોઇપણ ફૂટવેર ધારણ કર્યું છે તેમાં તમે કમ્ફર્ટેબલ છો કે કેમ? આથી તમારા ગમતા પુરુષની હાજરીમાં અણગમતા ફૂટવેરને પહેરવાનું ટાળો.
લક્ષણ 10: તમારે કેટલા મિત્રો છે?
ફેસબુક કે વોટ્સ અપ પર નહીં પરંતુ ખરી જીંદગીમાં તમારી પાસે કેટલા મિત્રો છે તે જાણવામાં પુરુષને રસ હોય છે, કારણકે તેનાથી તેને ખબર પડે છે કે તમે કેટલા મળતાવડા છો અને તમને લોકોને મળવાનું અને તેમની સાથે વાતો કરવાનું ગમે છે કે કેમ? અને તેને આધારે તે નક્કી કરે છે કે તમારી સાથે કેટલી હદ સુધી સંબંધ વધારવો.
લક્ષણ 11: બેકલેસ અથવાતો સ્લીવલેસ ટોપ
પુરુષને આકર્ષિત કરવા માટે એક સ્ત્રી દ્વારા તેને વધુને વધુ સ્કીન દેખાડવી પડે આ એક સ્વાભાવિક રસ્તો છે, પરંતુ એક હદમાં રહીને. અહીં તમામ લક્ષણોમાં શારીરિક આકર્ષણ પ્રત્યે સૌથી ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે પરંતુ તેનો મતલબ એ નથી જ કે પુરુષ સ્ત્રીના શારીરિક સ્વભાવથી આકર્ષતો નથી. આ માટે બને તો સ્લીવલેસ અથવાતો બેકલેસ ટોપ ધારણ કરવાથી પુરુષની નજર તમારા પરથી ભાગ્યેજ હટશે.
લક્ષણ 12: ખડખડાટ હાસ્ય
જ્યારે પણ હસવાનો પ્રસંગ બને ત્યારે મુક્તમને હસો, પુરુષ સમજી જશે કે તમને કશું પણ છુપાવવાની આદત નથી અને ભવિષ્યમાં પણ તમે તમારા દિલની તમામ વાત તેને કરશોજ.
લક્ષણ 13: સેન્સ ઓફ હ્યુમર
જેમ પુરુષ સામે ખડખડાટ હસવું તમને કામ લાગી શકે છે એવીજ રીતે સારી સેન્સ ઓફ હ્યુમર હોવી પણ જરૂરી છે. એની એ વાતો વાર્તાલાપને બોરિંગ બનાવી દે છે આથી વચ્ચે વચ્ચે કોઈ એવી ઘટના બની હોય જે તમારા અને એના ચહેરા પર સ્મિત કે પછી હાસ્ય લાવી દે તેને શેર કરવી પણ જરૂરી છે. અને કોઈ જોક કહેવામાં પણ કોઈજ વાંધો નથી.
લક્ષણ 14: થાકને તમારાથી દૂર રાખો
જ્યારે પણ કોઈ ગમતા પુરુષને મળવા જાવ ત્યારે પૂરતો આરામ કરીને જાવ. જો તમે તનથી અને મનથી ફ્રેશ હશો તો જ તમારી મીટીંગ આનંદદાયક બની રહેશે. જો ઓફિસેથી સીધા કે ઘરે કોઈ મહેનતનું કામ કરીને જશો તો મેકઅપ તમારો ચહેરો તો છુપાવી દેશે પરંતુ તમારો થાકેલો મૂડ જરાય નહીં છુપાય.
લક્ષણ 15: પ્રેરણાસ્ત્રોત બનો
દુનિયા ઘટનાઓથી ભરપૂર છે અને દરેક ઘટનામાંથી કોઈને કોઈ પ્રેરણા મળતી રહે છે. જ્યારે કોઈ પુરુષ તમારી સલાહ લેવા આવે ત્યારે તેને એ સલાહથી ફાયદો થાય એ સુનિશ્ચિત કરો. તમારી કોઈ વાતથી એને પ્રેરણા મળે એમ કરો.
eછાપું
Interesting