ટીવી સીરીયલના ફેસબુકીયા વિવેચકોને પહોંચી ન વળાય

2
472
Photo Courtesy: YouTube

ભારતીય સિલ્વર સ્ક્રીન એટલે રોજ આવતી ટી.વી. સીરીયલ. દર્શકોની હંમેશાથી ફરિયાદ રહી છે કે ટીવી પર માત્ર મનોરંજન માટે સાસુ અને વહુની લડાઈની સિરિયલો આવે છે અથવા રિયાલિટી શોના નામે સ્ક્રીપટેડ પેઈડ શો ચાલે છે . જો બધા લોકોની સમાન ફરિયાદ છે તો સિરિયલ બનાવતાં કલાકારો, ડાયરેક્ટર, પ્રોડ્યૂસર, લેખકો, ગ્રાફિક ડિઝાઇનરો, એડિટરો અને અન્ય લોકોને શું વાતની ખબર નહીં હોય? કદાચ હોય તો શું કામ તે બનાવતા હશે? માનો કે એ લોકો નવું સાસુ વહુથી આગળ વધીને કંઈક નવું સાહસ કર્યું તો આપણે તાળીઓ વગાડતાં સ્વીકારી લઈશું?

જવાબ છે, ના.

કેમ કે મને અને તમને આખી દુનિયાની સિરિયલો અને ફિલ્મો જોઈ નાખી હોઈ એટલું વિશાળ જ્ઞાન છે એટલે નબળું તો આપણે ચલાવી એ જ નહીં અને ભૂલો શોધવામાં તથા કોઈને ડિમોટીવેટ કરવામાં આપણો પ્રથમ નંબર આવે એટલે સામે કદાચ કોહિનૂર કે તાજમહેલ હોય તો એનું પણ ગમે તેમ અવલોકન કરીને એમાં ભૂલ સાબિત કરવી એ આપણું મનગમતું કામ છે. કમળો હોય એને બધે પીળું જ દેખાય.

વાત કંઈક એવી હતી કે સોની ટીવી પર ઇતિહાસના બે અમર પાત્રો પર હાલમાં બે સિરિયલો પ્રદર્શિત થઇ રહી છે એક પોરસ અને બીજી પૃથ્વીવલ્લભ.

પોરસ સિરિયલ તો હાલમાં સોની ટીવી પર શરૂ થઈ છે. પોરસ માટે લગભગ અધધ 500 કરોડનો (હિન્દી સિરિયલમાં પ્રથમ વાર, ફિલ્મોની ટોટલ કમાણી કરતાં પણ વધુ) સેટ ઉભો કરવામાં આવ્યો છે અને અમુક શુટિંગ થાઈલેન્ડના લોકેશન પર કરવામાં આવ્યું છે. કલાકારોના અભિનય, અદ્ભૂત સેટ, કપડાં-મેકઅપ જોરદાર, ગ્રાફિક આંતરરાષ્ટ્રીય કક્ષાના છે અને સાથે સાથે સિરિયલ જેના પર ચાલે છે એ વાર્તા કથન પણ એટલું જ સુંદર છે. ઉપરાંત ડાયલોગની સાથે આવતાં એપિસોડ માટે સસ્પેન્સ ક્રિએટ કરવામાં પણ તાળીઓ વગાડવી પડે એમ છે. તો એમ જરૂર કહી શકાય કે હિન્દી ટીવી સિરિયલના ઇતિહાસમાં પ્રથમવાર બધા સારા પાસાંઓનો સંગમ થયો છે અને પોરસએ ભારતનો ઇતિહાસ રજૂ કરતી આંતરરાષ્ટ્રીય કક્ષાની સિરિયલ છે.

તમને ગમશે: The Battle of Koregaon નું ઐતિહાસિક મહત્ત્વ જાણીએ

પણ આ આર્ટીકલનું જે હાર્દ છે એ એવું છે કે મને અને તમને સારું જોવા કરતાં એમાં રહેલી ભૂલો શોધવામાં વધારે રસ છે એટલે પોરસ માટે પોતાની જાતને તજજ્ઞ સમજતાં ફેસબુકીયા વિવેચકો કહે છે કે પાંચ મિનિટની વાતને પાંચ એપિસોડ સુધી ચલાવે છે! કેમ ના ચલાવી શકે? આમાંય ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યા છે કે શું?

કોઈ સિરિયલ અને ફિલ્મ બનાવવા પાછળ લોકોનાં મનોરંજનની સાથે રૂપિયા કમાવાનો પણ ઉદ્દેશ હોય છે એક એપિસોડ પાછળ ગૂગલ કરી ને જાતે જ જોઈ લેજો કેટલો ખર્ચો થાય છે અને કેટલાં લોકોને રોજગારી મળે છે . યોગ્ય વળતર માટે હિન્દી સિરિયલો લાંબી ચલાવી પડે અને વાત રહી ઇતિહાસની તો એ ઇતિહાસ થઈ ગયો એનું કર્તવ્ય એમને પૂર્ણ કર્યું અને હવે તમારું કર્તવ્ય છે એ તમે કરો છો? શું તમને ખબર છે ઇતિહાસમાં બની ગયેલ ઘટના પાછળ તમે સમજો છો એજ ઉદ્દેશ હોય? કદાચ એ કહેવા બીજું માંગતા હોય અને આપણે સમજતાં બીજું કંઈક હોય. કદાચ એવું પણ બનત કે આજે પોરસ પોતાની જાતને ટીવી પર જોઈને ગર્વ અનુભવ કરત ! અગાઉ કીધું એમ પોરસ હિન્દીમાં બનેલી આજ સુધી સૌથી શ્રેષ્ઠ સિરિયલ હોવા છતાં તેને પૂરતા TRP મળતી ન હોવા પાછળ કદાચ આપણને આપણા ઇતિહાસ પ્રત્યે ઓછો પ્રેમ હશે ?

આવીજ લાગણી પૃથ્વીવલ્લભ માટે ફેસબુકીયા વિવેચકો દ્વારા માત્ર પ્રોમો જોઈ ને થઈ રહી છે અને એ એમ છે કે આમાં કંઈ દમ નહિ હોય, ફલાણા પાત્ર સાથે ન્યાય નથી થયો. નવલકથામાં એ શ્યામ હતી અને આમાં શ્વેત છે! અમુક તો કહે છે બાકીની સિરિયલોની જેમ પ્રોમોમાં ખાલી વાતો છે અને આ સિરિયલ પણ બાકીની સિરિયલ જેવીજ હશે. આ બધા ત્રિકાળજ્ઞાનીઓને મારે કહેવું કે પોતાને કોઈક કેમેરા સામે રડવાનું કહે તો હસી પડે છે ને અને ઝગમગ સિવાય બીજી કેવી વાર્તા હોય એ ખબર ના હોય !

વળી ફરિયાદ પણ આજ લોકોની હોય કે ભારતનો ઇતિહાસ આટલો સમૃદ્ધ હોવા છતાં તેના પર ફિલ્મો અને સિરિયલો બનતી નથી. તંબુરો બને? જ્યાં તમારા જેવા લોકો હોય. પહેલા ચોરે પંચાત થતી હવે ફેસબુકમાં ઇતિહાસએ બસ સ્વરૂપ બદલ્યું છે.

બાકી આ બે સિરિયલો હિન્દી સિલ્વર સ્ક્રીન પર આવનાર ક્રાંતિ છે એ ચોક્કસ ! હું તૈયાર છું આ ક્રાંતિમાં યોગદાન આપવા અને તમે ?

~મોજપુત્ર’આનંદ’

eછાપું

 

2 COMMENTS

  1. તમે તો ફેસબુકીયાવ ને પોરસ ચડાવ્યું… હા હા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here